ભોજનનો મુખ્ય આધાર તેલ હોય છે. વાનગીને ટેસ્ટી બનાવવા માટે માત્ર મસાલાનો જ હાથ નથી હોતો પરંતુ ભોજન બનાવવા માટે તમે કયા તેલનો ઉપયોગ કરી રહ્યા છો તે પણ મહત્વ રાખે છે. જો ભોજન માટે યોગ્ય તેલનો ઉપયોગ ન કરવામાં આવે તો ભોજન નો ટેસ્ટ પણ બગડી જાય છે અને કેટલીકવાર સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. એવામાં ખાવા માટે ઉપયોગ કરવામાં આવતા તેલની યોગ્ય પસંદગી કરવી અત્યંત જરૂરી છે
એવામાં જો તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે કુકિંગ માટે સર્વશ્રેષ્ઠ તેલ કયા કયા હોઇ શકે? તો તમારો જવાબ શું હોઈ શકે? કદાચ તમારી પાસે આની કોઇ સાચી જાણકારી નહી હોય. એવામાં જો તમે યોગ્ય કુકિંગ ઓઈલની પસંદગી કરવા ઇચ્છતા હોવ તો તમે આ લેખને અંત સુધી જરૂર વાંચો. આયુર્વેદ ડોક્ટરે આ વિશે જાણકારી આપી છે તો આવો જાણીએ.
1) સરસવનું તેલ:- મોટાભાગના ભારતીય ઘરમાં ખાવા બનાવવા માટે સરસવ ના તેલ નો ઉપયોગ કરે છે. તમારા ઘરમાં પણ સરસવના તેલનો ઉપયોગ જરૂર થતો હશે. એવામાં ડોક્ટરનું કહેવું છે કે ખાવા માટે સરસવનું તેલ ઉપયોગ કરવું બેસ્ટ છે. આ ડાયજેશન ની સાથે સાથે સર્ક્યુલેશનમાં પણ મદદ કરે છે. તેના સિવાય તેઓ કહે છે કે સરસવનું તેલ સ્કિન માટે પણ શ્રેષ્ઠ સાબિત થાય છે.
2) ઘી:- આમ જોવા જઈએ તો ઘી પણ એક તેલનું જ સ્વરૂપ છે. જેની મદદથી એક નહીં પરંતુ અનેક ભોજન તૈયાર કરી શકાય છે. શરદી, ઉધરસ જેવી બીમારીઓમાં આજે પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સિવાય સ્કિનને સુંદર બનાવવા માટે પણ ઘીનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદ ડોક્ટરનું કહેવું છે કે ઘીનો ઉપયોગ અત્યંત ઓછી માત્રામાં અને નિયમ પ્રમાણે સેવન કરવું હિતાવહ છે. આમ કરવાથી તેના એક નહીં પરંતુ અનેક ફાયદા થઈ શકે છે. જો કે સ્થૂળતાથી બચવા માટે વધારે ઘી નો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
3) નારિયળ તેલ:- કદાચ અમે અને તમે નારિયેળ તેલને ભોજનમાં ઉપયોગ કરતાં ગભરાઈએ છીએ, પરંતુ દક્ષિણ ભારતમાં એવા કરોડો લોકો છે જે દરરોજ ભોજન બનાવવા માટે નારિયેળ તેલનો જ ઉપયોગ કરે છે. ડોક્ટરનું કહેવું છે કે પિત્તને શાંત કરવા માટે આ એક શ્રેષ્ઠ તેલ ગણાય છે. તેના સિવાય ગેસ સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરવા માટે નાળિયેર તેલ એક સારો વિકલ્પ છે.આ પાચનતંત્ર માટે પણ યોગ્ય તેલ બની શકે છે. જોકે ડોક્ટર મેદસ્વિતાથી પરેશાન લોકોને આ તેલનો ઉપયોગ કરવાની ના પાડે છે.
4) તલનું તેલ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ભોજન માટે તલનું તેલ ઉપયોગ કરવું અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ જો યોગ્ય અને ઉચિત માત્રામાં આનું સેવન કરવામાં આવે તો. તેમના જણાવ્યા પ્રમાણે વજન ઘટાડવા વાળી મહિલાઓ માટે તલનું તેલ ફાયદાકારક છે. તેમના પ્રમાણે કફ અને શરદીમાં પણ તલનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)