દૂધ સંપૂર્ણ આહાર છે. તેમાં વિટામિન સી સિવાય બધા જ વિટામિન હોય છે. દૂધને આપણે અનેક રીતે પીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય દૂધમાં હિંગ મેળવીને પીધું છે? જી હા દૂધમાં હિંગ મેળવીને પીવાથી શરીરની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. હિંગ એક એવો મસાલો છે જે ભોજનમાં તેની સુગંધ જ મન મોહી લે છે. આની તેજ અને તીખી સુગંધ જમવાની સુગંધ વધારવાની સાથે સ્વાદ પણ વધારે છે. સાથે જ આ તમારા સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયક છે. દુનિયાભરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે હીંગનો ઉપયોગ મુખ્ય રૂપે કરવામાં આવે છે. લગભગ દરેક ભારતીય ઘરોમાં હિંગની નાની ડબ્બી મળી જ રહેશે.
આ પેટ માટે અમૃત માનવામાં આવે છે. હિંગનો ઉપયોગ વિવિધ પ્રકારની બીમારીઓથી બચવા માટે કરવામાં આવે છે. આ શ્વાસ સંબંધિત બિમારીઓને દૂર કરવાની સાથે સાથે ગળાની સમસ્યામાં પણ રાહત પ્રદાન કરે છે, એટલું જ નહીં પાચન સંબંધી સમસ્યાઓ અને મહિલાઓમાં થતાં પીરિયડ્સની સમસ્યાને દૂર કરવામાં પણ ગુણકારી છે. તેના સિવાય હિંગ ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમની પણ સારવાર કરી શકે છે. સાથે જ આ શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અસરકારક છે. હિંગનું સેવન અનેક રીતે કરી શકાય છે આજે આપણે આ લેખ દ્વારા દૂધમાં હિંગ મેળવીને સેવન કરવાના ફાયદા જાણીશું.
1) પાચનક્રિયા તંદુરસ્ત બનાવે:- હિંગ અને દૂધનું સેવન કરવાથી તમારી પાચનક્રિયા તંદુરસ્ત બને છે. આનું સેવન કરવા માટે દરરોજ રાત્રે ગરમ દૂધમાં એક ચપટી હિંગ મેળવી દો. આ દૂધનું રોજિંદુ સેવન કરવાથી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને ફાયદો થાય છે. સાથે જ આ પાચનતંત્રને તંદુરસ્ત કરવામાં તમારી મદદ કરે છે. જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા વધારે થઈ રહી હોય તો, દિવસમાં બે વાર આ મિશ્રણનું સેવન કરો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.
2) કાન ની સમસ્યામાં:- દૂધ અને હિંગના મિશ્રણનો ઉપયોગ કાનમાં થતી સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરી શકાય છે. તેના માટે બકરીના દૂધમાં થોડી હિંગ મેળવી લો. હવે આ દૂધના કેટલાક ટીપા તમારા બંને કાનમાં નાખો. સવારમાં કાનને રૂની મદદથી સાફ કરો. આમ કરવાથી કાનમાં થતા દુખાવાથી છુટકારો મળે છે. સાથે જ સંક્રમણ જેવી સમસ્યા પણ દૂર થાય છે.
3) હેડકી દૂર કરે:- દૂધ અને હિંગનું સેવન કરવાથી તમને હેડકીની સમસ્યામાં રાહત મળી શકે છે. વિશેષરૂપે જો તમને વારંવાર હેડકી આવતી હોય તો આવી સ્થિતિમાં દૂધમાં હિંગ મિક્સ કરીને પીવો.
4) કબજિયાતમાં રાહત:- કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે દૂધ અને હિંગનું સેવન કરી શકાય છે. આ તમારા મળને ઢીલો કરી શકે છે, જેનાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. તેની સાથે જ આ પેટના સોજાને પણ દૂર કરવામાં અસરકારક છે.
દૂધ અને હિંગ ના બીજા અન્ય ફાયદા:- આંતરડાની શુષ્કતા દૂર કરવામાં અસરકારક છે. બવાસીર માં રાહત થાય છે. લીવરના કાર્યને સુચારુ રૂપે ચલાવવા માટે હિંગ અને દૂધનું સેવન કરી શકાય છે. એટલું જ નહીં દૂધ અને હિંગનું સેવન કરવાથી તમારું શરીર ઘણુ એક્ટિવ રહે છે. એ વાતનું ધ્યાન રાખવું કે જો તમે આ મિશ્રણનું પહેલી જ વાર સેવન કરી રહ્યા હોવ તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)