આજની જીવનશૈલી, ખાણીપીણી અને બદલાતું હવામાન આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. અને શરીરમાં કઈક ને કઈક સમસ્યાઓ ઊભી થાય છે. શરીરમાં કંઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણે તેને દૂર કરવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણા ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ હોય છે જેમાં ઔષધીય ગુણો હોય છે,જેના ફાયદા વિશે આપણે જાણતા હોતા નથી.
આ વસ્તુઓમાં આદુ અને ડુંગળી નો સમાવેશ થાય છે. ચાનો સ્વાદ વધારવા કે શાકનો સ્વાદ વધારવા માટે આદુનો ઉપયોગ થાય છે. તેમજ ડુંગળીનો ઉપયોગ પણ કેટલાય પ્રકારની વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ બંને એક સાથે પણ અનેક વાનગીઓમાં સ્વાદ વધારે છે. આ બંને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
આદુ અને ડુંગળીનો રસ કેટલાય પ્રકારની બીમારીઓને દૂર કરવામાં અસરકારક હોય છે. આ ઇમ્યુનિટી ને બુસ્ટ કરવાથી લઈને પાચનતંત્રને તંદુરસ્ત રાખવા સુધી અસરકારક હોય છે. આજે આપણે આ લેખ દ્વારા આદુ અને ડુંગળી ના રસ ના ફાયદા વિશે જાણીશું. આવો જાણીએ આ રસ પીવાના ફાયદા.
1. ગર્ભવતી મહિલાઓ માટે અસરકારક:- ડુંગળી માં સલ્ફર આયર્ન અને ઝીંક હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી પોષક તત્વો ગણાય છે. એટલું જ નહીં ડુંગળીમાં વિટામિન સી હોય છે જે ગર્ભવતી મહિલાઓને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અસરકારક બને છે. એના સિવાય ડુંગળીમાં ફાઇબર હોય છે જે પેટ સાફ રાખવામાં અસરકારક છે. જો આદુ ની વાત કરીએ તો આદુનો રસ સંક્રમણથી બચાવે કરે છે. સાથે જ આ રોગ પ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરે છે. આવી રીતે આ બંનેનું મિશ્રણ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક બની રહે છે.
2. આંખો માટે લાભકારી:- ડુંગળીનો રસ તમારા શરીરમાં ગ્લુટાથીઓન નું નિર્માણ કરે છે. ગ્લુટાથીઓન એક પ્રકારનું પ્રોટીન છે જે આંખો માટે લાભકારી બની શકે છે. તેના સિવાય આદુ અને ડુંગળીના રસમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. એટલું જ નહીં ડુંગળીના રસમાં વિટામીન ઈ પણ હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. આથી આંખો માટે ડુંગળી અને આદુ નો રસ લાભકારી છે. આના સેવનથી આંખોની રોશની સારી બને છે.
3. પુરુષો માટે લાભકારી:- જો તમને પ્રજનનક્ષમતા થી જોડાયેલી સમસ્યા હોય તો નિયમિત રૂપે આદુ અને ડુંગળીના રસનું સેવન કરો. તેના માટે તમે સૌથી પહેલા ડુંગળી અને આદુ નો રસ સરખી માત્રામાં મેળવી લો. હવે આ રાત્રે સુતા પહેલા પીવો. આનાથી તમને ઘણી સકારાત્મક અસર જોવા મળશે. ડુંગળી અને આંખોમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ પુરુષોમાં આ સ્પર્મ કાઉન્ટ વધારવામાં અસરકારક નીવડે છે.
4. અંદરુની તાકાત :- ડુંગળીનો રસ પુરૂષોના શરીરમાં હોર્મોન્સ સંતુલિત રાખે છે. તેના સિવાય આ રસ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરને વધારે છે. તેનાથી પુરુષની પ્રજનનક્ષમતા સારી બને છે. આમ, ડુંગળી અને આદુનો રસઅંદરુની તાકાત વધારવા માટે લાભકારી છે. જો તમે તમારી અંદરુની તાકાત વધારવા ઇચ્છતા હોવ તો રાત્રે સુતા પહેલા 1ચમચી આદુ અને ડુંગળીનો રસ પીવો.
5. લોહીની ઉણપ દૂર કરે:- જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો આદુ અને ડુંગળીનો રસ તમારા માટે ફાયદાકારક બની શકે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે ડોક્ટર અથવા ડાયટિશિયન ની સલાહ પ્રમાણે જ આદુ અને ડુંગળીના રસનું સેવન કરવું. ડુંગળી અને આદુ નો રસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ શકે છે. તેના સિવાય આદુ શરીરમાં સારી રીતે બ્લડ સર્ક્યુલેશન કરવામાં અસરકારક છે. કાચી ડુંગળી નો રસ એનિમિયાની તકલીફ દૂર કરવામાં સહાયકારી છે.
આદુ અને ડુંગળીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયી છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે આદુ અને ડુંગળીના રસનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.