આજનું દુષિત વાતાવણ અને અનિયમિત ભોજન આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. પરંતુ આ બીમારીઓ સામે લડવા માટે આપણું રસોઈ ઘર જ પૂરતું છે. આપણા રસોઈ ઘરમાંથી જ મળી આવતા મસાલા કેટલીય બીમારીઓનો રામબાણ ઈલાજ છે, તેનો ઉપયોગ આપણા દાદી અને નાની દ્વારા કરવામાં આવે છે. આપણા આયુર્વેદમાં સૂંઠ અને લવિંગનો જડીબુટ્ટીના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.
આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે. આનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, તેની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ આનો ઉપયોગ થાય છે. સૂંઠ અને લવિંગમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, બીટા – કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણ ઉપલબ્ધ હોય છે. સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ દૂર કરી શકાય છે. આદુ અને લવિંગ અનેક સમસ્યાઓમાં કેવી રીતે ઉપયોગી છે તે જાણવા આગળ વાંચતા રહો.
સૂંઠ અને લવીંગ ના ફાયદા:- સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી તમે અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો. આમાં હાજર ગુણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લવિંગમાં ઉપલબ્ધ ગુણો પુરુષો ની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારી છે.
1. દાંતની સમસ્યામાં ફાયદાકારી:- સૂંઠ અને લવિંગ માં હાજર ગુણ દાંતના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. લવિંગમાં હાજર એન્ટી બેક્ટેરિયલ ગુણ દાંતથી જોડાયેલા દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે તેથી લવિંગને દર્દનિવારક તરીકે ઉપયોગી માનવામાં આવે છે. દાંતના દુખાવામાં એક લવિંગ અને ચપટી સૂંઠ દાંત ની નીચે દબાવવાથી દુખાવો દૂર થાય છે. આ બંને વસ્તુને હળવેથી ચાવવાથી પણ દુખાવો દૂર થાય છે. તેના સિવાય લવિંગનું તેલ પણ દાંતનો દુખાવો દૂર કરવામાં ફાયદાકારી છે.
2. ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી:- સૂંઠ અને લવિંગમાં કેપ્સાઈસિન અને કરક્યુમિન જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ઉપલબ્ધ હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે અત્યંત ફાયદાકારક છે. ઇમ્યુનિટી મજબૂત કરવા માટે સૂંઠ અને લવિંગ નું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમને ખૂબ જ ફાયદો થાય છે.
3. ઊલટી અને ઉબકા માં ફાયદાકારી:- ઉલટી અને ઉબકા આવવા પર શેકેલા લવિંગની નો પાવડર અને સૂંઠ પાવડર માં મધને મેળવીને ખાવાથી આ સમસ્યા દૂર થાય છે. સાથે જ પ્રેગનેન્સીમાં થતી બેચેની ની સમસ્યામાં પણ રાહત થાય છે. તેના સિવાય જો બેચેની જેવું લાગી રહ્યું હોય તો થોડાક પાણીમાં એક ચમચી ખાંડ અને બે લવિંગ પીસીને તેમાં નાખીને ઉકાળો ઠંડુ કરીને તેને પી લો. આમ કરવાથી બેચેની દૂર થશે.
4. સોજાની સમસ્યા માટે ફાયદાકારી:- કોઈપણ કારણોસર શરીરમાં સોજો આવી શકે છે. આ સોજાની સમસ્યાને દૂર કરવા માટે સૂંઠ પાવડર ખૂબ જ ઉપયોગી છે. તમે આની પેસ્ટ પણ સાંધામાં લગાવી શકો છો. ત્રણ ચમચી સૂંઠ પાવડરને પાણીમાં ઉકાળો અને તેનું સેવન કરો આમ કરવાથી સાંધામાં આવેલો સોજો, ઘૂંટણમાં દુખાવો વગેરે દૂર કરી શકાય છે. આના દ્વારા ગઠીયો વા ને પણ દૂર કરી શકાય છે.
5. પાચનતંત્ર માટે ઉપયોગી:- ભોજન માં દરરોજ બે લવિંગનું સેવન કરવાથી પાચનતંત્ર તંદુરસ્ત બને છે. લવિંગના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. લવિંગ અને સૂંઠનું એકસાથે સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. સાથે જ લવિંગ ખાવાથી પેટમાં રહેલા કીટાણુ પણ મરી જાય છે.
6. શ્વાસ થી જોડાયેલી સમસ્યામાં આરામ:- લવિંગ અને સૂંઠનો ઉકાળો પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘણી જ રાહત થાય છે. તેને સુંઘવા માત્ર થી જ દમ, બ્રોન્કાઇટીસ, સાઈનસાયટીસ, શરદી, કફ વગેરે સમસ્યાઓમાં તૈયારીમાં જ રાહત થાય છે. સૂંઠ, લવિંગ અને મધનો એક સાથે મેળવીને ઉકાળો તૈયાર કરી લઈને દિવસમાં 4 થી 5 વાર પીવો. આમ કરવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત થશે. ઉપર જણાવ્યા પ્રમાણે સૂંઠ અને લવિંગ નું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. જો તમે કોઈ બીમારીગ્રસ્ત હોવ તો આનું સેવન કરતાં પહેલાં એક્સપર્ટ અથવા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay