આપણા પગમાં કે તળિયામાં શરીરના અલગ-અલગ અંગો ની સાત હજાર થી વધુ નસો જોડાયેલી છે. સંપૂર્ણ તળિયાની માલિશ કરવામાં આવે તો અનેક પ્રકારની તકલીફો દૂર થાય છે. શરીરનો બધો જ ભાર આપણા બંને પગ પર જ હોય છે. આના દ્વારા જ આપણે ઉભા થઇ શકીએ છીએ હરી ફરી શકીએ છીએ. જેથી પગના હાડકા અને માંસપેશીઓ થાકી જાય છે. અને તેને આરામની જરૂર પડે છે. તમે પગની માલિશ કરીને એને આરામ આપી શકો છો. માલિશ કરવાથી પૂરા શરીરનો દુખાવો ચપટીમાં ગાયબ થઈ જાય છે.
જો તમને પગમાં દુખાવો કે માંસપેશીઓમાં ખેંચાણ નો અહેસાસ થતો હોય તો તમે પગની માલિશ કરીને જુવો, દરેક સમસ્યા દૂર થઈ જશે. માલિશ કરવાથી માત્ર પગનો દુખાવો જ દૂર નથી થતો પરંતુ તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. પગમાં માલિશ કરવી એ એક પ્રકારની ફિઝિયોથેરાપી છે, જેના કેટલાક ઉપચારાત્મક લાભ શરીરને થાય છે. પગમાં માલિશ કરવાથી સ્વાસ્થ્ય ને કયા કયા લાભ થાય છે ચાલો તે જાણીએ.
પગમાં માલિશ કરવા ના લાભ:- જો તમે પગમાં સરસોના તેલથી માલીશ કરશો તો બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે અને તેનાથી માસપેશીઓને પણ મજબૂતી મળે છે. પગનું મુવમેન્ટ જેટલું થતું રહેશે તેટલું જ નસો અને માસપેશીઓ માટે સારું છે. તેનાથી તળિયા અને પગમાં રક્તનો પ્રવાહ સારી રીતે થાય છે. જો તમે લાંબા સમય સુધી બેસી રહો છો તો આ દરેક કાર્ય અટકી જાય છે.
માંસપેશિઓ ઢીલી થવાથી રમત કે વ્યાયામ દરમિયાન વાગવાની સંભાવના રહે છે. તેથી પગમાં માલિશ કરવાથી માંસપેશીઓને તાકાત મળે છે અને રક્તપ્રવાહમાં સુધારો થાય છે, હાડકા પણ મજબુત બને છે, જેના કારણે પગની માંસપેશીઓ અને હાડકાંમાં ફેકચર થવાની સંભાવનાઓ ઓછી રહે છે.
જો તમે દરરોજ 10 મિનિટ પણ તમારા પગને તેલથી માલિશ કરો છો, તો માંસપેશીઓમાં તણાવ અને ખેચાણ ની સમસ્યા દૂર થાય છે. માનસિક તણાવ, ચિંતા, ટેન્શન ઓછું થઈ શકે છે. ઝડપથી ધબકતું હૃદય સામાન્ય બને છે.
મસાજ કરવાથી હોર્મોન એન્ડોર્ફિન્સનો સ્ત્રાવ થાય છે, જેનાથી ચેતાને આરામ મળે છે, જેનાથી તમને હળવાશ નો અહેસાસ થાય છે. માલિશ કરવાથી માસપેશીઓમાં થતાં ખેંચાણ, કળતર, તણાવ પણ ઠીક થઈ જાય છે. જો વધુપડતું વર્કઆઉટ કરવાથી માંસપેશીઓમાં દુખાવો રહેતો હોય તો પગની માલિશ કરીને દુખાવો દૂર કરી શકાય છે.
જે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન પાણી કે પ્રવાહી જમા થવાના કારણે પગમા, એડિયોમાં તળિયા માં સોજાની સમસ્યા રહે છે તેમને પણ પગમાં હળવી માલિશ કરવી જોઈએ જેથી આ સમસ્યાથી છુટકારો મળે છે. માસિક સ્ત્રાવ પહેલાના લક્ષણોથી ગ્રસ્ત મહિલાઓ જો પગની માલિશ કરે તો તેમને આ સમસ્યામાં થતાં માઇગ્રેન, માથાનો દુખાવો, મૂડ સ્વિંગ, ટેન્શન વગેરેથી છુટકારો મેળવી શકે છે.
ઊંઘ ન આવવા પાછળ અનેક કારણો હોય છે જેમકે વિશિષ્ટ દવાઓનું સેવન, તણાવ, ડિપ્રેશન, શિફ્ટ વર્ક વગેરે. જો રાત્રે આરામદાયક ઊંઘ નથી આવતી તો તમે રાત્રે પગમાં માલિશ જરૂર કરો, તમને રાત્રે મસ્ત ઘસઘસાટ ઊંઘ આવી જશે અને બધો જ થાક પણ ઉતરી જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay