ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રુટ માં એવા અસંખ્ય પોષક તત્વો હોય છે જે આપણા શરીરમાં થતી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. આવું જ એક ડ્રાય ફ્રુટ અંજીર છે. બદામ પછીનું જો શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ હોય તો તે અંજીર છે. સવાર સવારમાં કંઈક સ્વાસ્થ્યવર્ધક ખાવું જોઈએ. સવારમાં ખાલી પેટે અંજીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.
અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આના સેવનથી કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે આનાથી વજન કંટ્રોલમાં રહે છે, કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે સાથે જ ખાલી પેટે અંજીર ખાવાથી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બને છે. સૂકું અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અંજીર પ્રોટીન, ફાઇબર, વિટામિન બી, વિટામીન એ નો સારો સોર્સ છે. અંજીર એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.
આજે આપણે વાત કરીશું સવારમાં ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા વિશે. ખાલી પેટે અંજીર ખાવાથી સ્વાસ્થ્ય ની અનેક સમસ્યાઓ દૂર થાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. સાથે શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે ખાલી પેટે ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ખાલી પેટે અંજીર ખાવાના ફાયદ:-
1. એનર્જીથી ભરપૂર:- અંજીર અને દૂધની સાથે સેવન કરવાથી તમને એનર્જી મળશે. જો તમે ઈચ્છો તો સવારમાં ખાલી પેટે પણ અંજીર ખાઈ શકો છો. તેનાથી તમે પૂરા દિવસ દરમિયાન એનર્જેટિક હોવાનો અહેસાસ કરશો. અંજીર પોષક તત્વોથી ભરપુર હોય છે આમાં કાર્બોહાઇડ્રેટ હોય છે તેનાથી તમે હંમેશા ઉર્જાવાન રહી શકો છો.
2. કબજીયાતની સમસ્યા દૂર કરે:- અંજીરમાં ફાઈબરની માત્રા સારી હોય છે જે કબજીયાતની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. ફાઇબર પાચન સુધારે છે તેનાથી ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યાથી રાહત થાય છે. અંજીર પેટ માટે ખૂબ જ ફાયદાકારી છે.
3. હાડકા મજબુત બનાવે:- જો તમને હાડકામાં મોટા ભાગે દુખાવો રહેતો હોય તો તમારે અંજીરનું સેવન કરવું જોઈએ કારણ કે અંજીરમાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે જે શરીરમાં હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.
4. વજન ઘટાડવામાં લાભકારી:- અંજીરમાં ફાઇબરનું ભરપુર પ્રમાણ હોય છે. તેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટાડવામાં મદદ મળે છે. મેદસ્વિતાથી પરેશાન લોકો મોર્નિંગ ડાયટમાં અંજીરને સામેલ કરી શકે છે. વજન ઘટાડવા વાળા લોકો માટે સવારમાં ખાલી પેટે અંજીર ખાવાનું ફાયદાકારક હોય છે.
5. પોષક તત્વોનું શોષણ:- ખાલી પેટે અંજીર ખાવાથી શરીરમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન ને પુરી રીતે શોષી લે છે. અંજીર પોષક તત્વોથી ભરપુર હોય છે, તેના દરેક ફાયદા પ્રાપ્ત કરવા માટે સવારમાં ખાલી પેટે ખાવું અતિ ફાયદાકારી છે.
6. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે:- અંજીરમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અંજીર બ્લડ પ્રેશર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ જો તમારુ બ્લડપ્રેશર વધેલું જ રહેતું હોય તો ડોક્ટરની સલાહ લઈને જ આનું સેવન કરવું.
અંજીર ખાવાની સાચી રીત:- પલાળેલા અંજીર સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી હોય છે. તેના માટે તમે અડધા કપ પાણીમાં બે થી ત્રણ સુકા અંજીર પલાડી દો. સવારમાં ખાલી પેટે આનું સેવન કરો. જો તમે ઈચ્છો તો સાથે બદામ, કિસમિસ કે અખરોટ પણ પલાડીને ખાઈ શકો છો. જો તમે કોઇ બીમારીનો સામનો કરી રહ્યા હોવ તો ડોક્ટરની સલાહ પર જ અંજીરનું સેવન કરવું. અને સીમિત માત્રામાં જ અંજીર ખાવું જોઈએ.