આપણા દેશમાં અનેક પ્રકારના હલવા બને છે. હલવા અત્યંત સ્વાદિષ્ટ હોય છે. સ્વાસ્થ્ય માટે પણ અતિ ગુણકારી હોય છે. શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે સંતુલિત અને પૌષ્ટિક ખાનપાન પણ જરૂરી હોય છે. નિયમિત રૂપે સંતુલિત અને પૌષ્ટિક ભોજન કરવાથી શરીરને પર્યાપ્ત પોષણ તો મળે જ છે સાથે બીમારીઓ પણ દૂર રહે છે. આજે આપણે બદામ ના હલવા વિશે જાણીશું. બદામને દરેક ડ્રાયફ્રુટ્સનો રાજા કહેવામાં આવે છે. બદામ સુપરફૂડ ની શ્રેણીમાં આવે છે. સુપર ફૂડ એટલે બધાં જ પોષકતત્વો સારી એવી માત્રામાં હોય. બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. બદામ ના સેવનથી શરીરની કેટલાય પ્રકારની ગંભીર સમસ્યાઓ ના ખતરા ને દૂર કરી શકાય છે.
બદામનો હલવો ખાવાના અનેક ફાયદા છે. આ હલવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પચવામાં હલકો હોય છે. બદામનો હલવો કોઈ પણ પ્રકારની સર્જરી પછી, બીમારીમાં કે કમજોર લોકોને ખવડાવવાથી તેમની રિકવરી જલ્દી આવે છે. બદામમાં હાજર પોષક તત્વો આ હલવાને વધુ પૌષ્ટિક બનાવવાનું કામ કરે છે. આવો જાણીએ બદામ નો હલવો બનાવવાની રીત અને ફાયદા.
બદામનો હલવો ખાવાના ફાયદા:- બદામનો હલવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામનો હલવો ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે તથા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે. બદામમાં ફાઇબર મિનરલ પ્રોટીન વિટામિન ઈ, ઝીંક, કેલ્શિયમ વગેરે પોષક તત્વો પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે. જે શરીર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય માટે બદામનું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. નિયમિત રૂપે આ હલવાનું સેવન કરવાથી હૃદયનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે. આના સેવનથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર અને ફેટ બંને સંતુલનમાં રહે છે. બદામને પલાળીને ખાવાથી આમાં મેગ્નેશિયમ ની માત્રા વધી જાય છે જે ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામનો હલવો ખાવાના ફાયદા નીચે પ્રમાણે છે.
1. વજન ઓછું કરવામાં ફાયદાકારી:- બદામનો હલવો વજન ઓછું કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. બદામનો હલવો ખાવાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી અને આમાં હાજર ફાઇબર તમારા પેટને ભરેલું રાખે છે. વજન ઓછું કરવા માટે બદામનો હલવો બનાવતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે આમાં ખાંડની માત્રા વધુ ન હોય. બદામમાં કેલરીની માત્રા ઓછી હોય છે અને આમાં શરીર માટે જરૂરી સારી ફેટ, ફાઇબર અને પ્રોટીન વગેરે ઉપલબ્ધ હોય છે.
2. પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક:- બદામનો હલવો પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ હલવા મા ઘી પણ મેળવવામાં આવે છે અને ઘી પણ પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સિવાય આમાં ફાઇબર અને પ્રોબાયોટીક્સ પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે.
3. મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારી:- બદામનો હલવો મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી માનવામાં આવે છે આ હલવો કેટલાય પ્રકારની સમસ્યાઓના જોખમને દૂર કરવાનું કામ કરે છે.આમાં હાજર રિબોફ્લેવિન અને એલ – કાર્ટિન મગજના ચેતતંતુઓને ઝડપી આદેશ આપવા માટે તેનો સુધારો કરે છે.
4. ત્વચા માટે ફાયદાકારી:- બદામનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે બદામમાં વિટામિન ઈ ઉપલબ્ધ હોય છે જે વાળ અને ત્વચા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આના નિયમિત સેવનથી તમારી ત્વચા માં ચમકદાર અને નિખાર આવી જાય છે.
5. કોલેસ્ટ્રોલ અને મેટાબોલિઝ્મને સંતુલિત રાખવામાં ઉપયોગી:- બદામના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર જળવાઈ રહે છે. આનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને શરીરમાં હાજર અને અનહેલ્ધી ફેટ ઓછી કરે છે. બદામમાં પ્રોટીન અને ફાયબરની માત્રા પર્યાપ્ત હોય છે જે પાચનને પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.
હલવો બનાવવાની જરૂરી સામગ્રી:- 250 ગ્રામ બદામ, 200 ગ્રામ દેશી ઘી, ખાંડ જરૂર પ્રમાણે.
હલવો બનાવવાની રીત:- સૌ પ્રથમ બદામને પાણીમાં હળવી ઉકાળી લો. ત્યારબાદ બધી બદામને સરસ રીતે છીણી લો, હવે આની કકરી પેસ્ટ તૈયાર કરી લો. હવે એક કડાઈમાં દેશી ઘી નાખો અને થોડું ગરમ કરો. ત્યારબાદ આમાં બદામની પેસ્ટ નાખો. ધીમી આંચ પર તેને હલાવતા રહો. તમારી જરૂરત પ્રમાણે તેમાં ખાંડ નાખો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેને ઉતારી લો. તેને ગાર્નિશ કરવા માટે બદામ ના ટુકડા અને અન્ય ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો છો.
આ પ્રમાણે તમે તમારા શરીર માટે ફાયદાકારક અને પૌષ્ટિક બદામનો હલવો તૈયાર કરી શકો છો. બદામ ના હલવા માં વધુ પડતી ખાંડ નો ઉપયોગ ન કરવો. ડાયાબિટીસના દર્દીઓએ અનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.