આપણો આખો દિવસ સારો અને ખુશનુમા જાય તેના માટે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ, મોટા ભાગના લોકોને ટેન્શન, તણાવ અને અનેક પ્રકારની બીમારીઓ ના કારણે ઊંઘ આવતી નથી. તેથી શરીર અને મનને શાંતિ મળતી નથી. બ્રિથીંગ ટેકનીક એટલે કે શ્વાસ લેવાની રીત દ્વારા તમે તમારા સ્નાયુઓને રિલૅક્સ કરી શકશો અને હૃદયના ધબકારા સામાન્ય રહેશે. તેનાથી તમે શાંતિથી ઊંઘી શકશો. મગજ ને શાંત કરી શકો છો અને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. વિસ્તાર પૂર્વક જાણવા આગળ વાંચતા રહો.
1. અનિદ્રાની સમસ્યા દૂર કરે આ ટેકનીક:- અનિદ્રાની સમસ્યા દૂર કરવા અપનાવો આ ટેકનીક તમે જમણી બાજુ પડખું ફેરવીને સુઈ જાવ. હવે ડાબી બાજુ પડખું ફેરવો. આ દરમિયાન તમારે બ્રિથીંગ કરતા રહેવાનું છે. અને પેટમાં શ્વાસ ભરવાનો અને છોડવાનો છે. હવે તમે શ્વાસ ની વચ્ચે ની જગ્યાની નોંધ લો. આ દરમિયાન તમે દસ મિનિટ માટે ધ્યાન પણ કરી શકો છો. આ દરમિયાન તમે નાનકડો વિરામ પણ લઈ શકો છો. તેનાથી સારી ઉંઘ આવશે.
2. તણાવ ઓછો કરતી ટેકનીક:- જો તમને તણાવ મહેસુસ થઇ રહ્યો હોય તો તમે આ ટેક્નિક અપનાવી શકો છો. આ ટેકનિક દ્વારા તમે શરીરમાં એનર્જી નો અહેસાસ કરશો. જમણી બાજુના નાકને બંધ કરીને ડાબી બાજુના નાકમાંથી શ્વાસ લો, ત્યાર બાદ ડાબી બાજુનું નાક બંધ કરીને પછી જમણી બાજુથી શ્વાસ છોડો, જમણા નાકથી શ્વાસ લો ડાબા નાકથી શ્વાસ છોડો. આ રીતે આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરો. આ પ્રક્રિયા આંખો બંધ કરીને પુનરાવર્તિત કરવી.
3. ચિંતાથી મુક્ત કરતી ટેકનીક:- જો તમે ચિંતિત હોવ કે ડિપ્રેશનથી પસાર થઈ રહ્યા હોવ તો તમે બ્રીથિંગ દરમિયાન ગણતરીની રીત અપનાવી શકો છો. ચિંતાગ્રસ્ત સમસ્યાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તમે શ્વાસ લો અને છોડો, આ પ્રકારે 30 વાર કરવું. શ્વાસ છોડતા સમયે ગણતરી ઓછી કરતા જાવ. ત્યારબાદ 15 થી 0 સુધી ગણો અને શ્વાસ છોડો. આ ટેકનિકમાં તમારે શ્વાસ છોડતા સમયે ગણતરી કરવાની છે.
4. શરીરને આરામ આપતી ટેકનીક:- આ ટેકનિક કરવાથી તમારુ શરીર આરામ દાયક હોવાનો અહેસાસ થશે. અને ઉંઘ પણ સારી આવશે. તમારે ત્રણ વાર શ્વાસ લેવાનો અને છોડવાનો છે. તમારે તમારા પેટ પર હાથ રાખવાનો છે અને શ્વાસ છોડતા સમયે હળવેથી પેટ દબાવવાનું છે. તમે આ 20 પંપ નું પુનરાવર્તન કરો અને ત્યારબાદ ઊંડો શ્વાસ લો. અને 30 સેકન્ડ સુધી શ્વાસ રોકીને રાખો. તમારે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાની છે.
5. વધુ પડતી વિચારોની સમસ્યા દૂર કરતી ટેકનીક:- વધુ પડતી વિચારવાને કારણે ઓવરથીંકીંગ સમસ્યાથી પરેશાન થવાય છે તેથી તમારે બ્રીથિંગ એક્સરસાઇઝ નો પ્લાન કરવો જોઈએ. તમે ચાર સેકન્ડ માટે શ્વાસ અંદર લો અને છ સેકન્ડ માટે શ્વાસ બહાર છોડો. શ્વાસ લેતી વખતે નાક નો ઉપયોગ કરવો, મોઢું બંધ રાખવું. આ છ સંપૂર્ણ શ્વાસ જેટલો છે જે તમારે એક મિનિટમાં લેવાનો છે. આનાથી તમે એકદમ આરામદાયક મહેસૂસ કરશો અને ખુબ જ સરસ ઊંઘ આવશે.
અનિદ્રાની સમસ્યાથી કેવી રીતે બચવું:- સમયસર સૂઈ જવું. રાત્રે કઈ પણ ખાવું નહીં. સવારમાં ઊઠીને કસરત કરવી, ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરવું, રાત્રે તૈલીય પદાર્થો ન ખાવા, આલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન ન કરવું. બ્રિથીંગ ટેકનીક, યોગા, ધ્યાન અપનાવો આ સરળ ટેકનિકને અપનાવીને તમે અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો જો તમને આ ટેકનિક અપનાવ્યા બાદ પણ કોઈ સૂવામાં મુશ્કેલી હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો.