આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ છે જે પૃથ્વી પરના લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ છે. કેટલીક બીમારીમાં આયુર્વેદ ની એવી ઔષધિયો છે જે દવા વગર જ સાજા કરી દે છે. એમાં તુલસીના બીજ અને સાકર નો સમાવેશ થાય છે. આમ તો તુલસીને અને સાકરને પ્રસાદ રૂપે લેવામાં આવે છે. આ પ્રસાદી જેટલી જીભ ને સારી લાગે છે તેટલી જ આપણા સ્વાસ્થ્યને પણ ગુણ કરે છે. ધાર્મિક રૂપે પણ તુલસી અને સાકરનું ઘણું મહત્ત્વ છે. તુલસીના બીજ અને સાકરના સેવનથી સ્વાસ્થ્ય ને કેટલાય લાભ થાય છે. આનાથી તમને રોગ પ્રતિકારક શક્તિ અને વજન ઉતારવામાં પણ મદદ મળી શકે છે.
તુલસીના બીજ માં ફાઇબર પ્રોટીન, આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને વિટામિન સી હાજર હોય છે. તેની સાથે જ તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટી ફંગલ જેવા ગુણો હોય છે. વળી સાકર ને વિશેષ રૂપથી પ્રસાદી કે માઉથ ફ્રેશનર ના રૂપે ખાવામાં આવે છે. પરંતુ આ શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણી ફાયદાકારક છે. આમાં વિટામીન,કેલ્શિયમ આયર્ન અને એન્ટી ઓક્સિડેન્ટ હાજર હોય છે. તુલસીના બીજ અને સાકર ના સેવન થી પેટની સમસ્યા અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં મદદ મળે છે. આ મિશ્રણના સેવનથી તમારા મોંમાંથી દુર્ગંધ પણ નથી આવતી. વિસ્તારપૂર્વક જાણીએ તુલસી ના બીજ અને સાકાર બન્નેવ ને સાથે ખાવાથી સ્વાસ્થ્યને થતા આ 7 પ્રકારના ફાયદા વિશે
તુલસીના બીજ અને સાકર ના ફાયદા:-
1. વજન ઓછું કરવામાં મદદરૂપ:- તુલસીના બીજ અને સાકરના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. વળી તુલસીના બીજ અને સાકરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર ઉપલબ્ધ હોય છે જેની મદદથી મેટાબોલિઝ્મ વ્યવસ્થિત રીતે કામ કરે છે અને ખોરાકનું પાચન પણ સારી રીતે થાય છે. દરરોજ આના સેવનથી વજન ઓછું થવામાં મદદ મળે છે. કરી શકો છો.
2. માનસિક તણાવમાં ફાયદાકારક:- તુલસીના બીજ અને સાકરના સેવનથી માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવામાં પણ મદદ મળે છે. અને બ્લડ શુગર સંતુલિત રાખવામાં મદદ કરે છે. તમે રાત્રે સૂતી વખતે પણ આનું સેવન કરી શકો છો.
3. રોગ પ્રતિકારક શક્તિ વધારે:- આ મિશ્રણમાં એન્ટીઓક્સીડેન્ટ અને આયર્ન ઉપલબ્ધ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ માટે સારું ગણવામાં આવે છે. આના સેવનથી કે રોગ સામે લડી શકાય છે. તમે સવાર-સાંજ આ મિશ્રણનું સેવન કરી શકો છો.
4. મોંની દુર્ગંધથી છુટકારો:- તુલસીના બીજ અને સાકરના સેવન થી મોં ની દુર્ગંધ અને ખાટા સ્વાદથી પણ છુટકારો મેળવી શકાય છે. વાસ્તવમાં તુલસીના બીજ અને સાકર માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ જેવા ગુણો હાજર હોય છે જેના કારણે મોં ના જીવાણુઓ અને દુર્ગંધથી છુટકારો મળે છે. તેનાથી મોઢામાં છાલા પડ્યા હોય તો તેને પણ આરામ મળે છે.
5. શરદી-કફમાં રાહત:- આના સેવનથી શિયાળામાં શરદી કફ નહીં થાય. આમાં ઉપલબ્ધ એન્ટી બેક્ટેરિયલ ગુણ શરદી-કફમાં રાહત આપે છે. તેના સિવાય આ વાત અને કફ ના રોગોને દૂર કરવામાં ફાયદાકારક છે. આના એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ના લીધે સોજો પણ દૂર કરવામાં કારગત નીવડે છે.
6. એનિમિયામાં આરામદાયક:- તુલસીના બીજ અને સાકરમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન ઉપલબ્ધ હોય છે, જેના સેવનથી એનિમિયામાં રાહત મળી શકે છે. આ લોહીની ઉણપને દૂર કરે છે. તેની સાથે જ સાકરના સેવનથી હિમોગ્લોબીન ના સ્તરમાં પણ ઘણો સુધારો આવે છે.
તુલસીના બીજ અને સાકરનું સેવન કેવી રીતે કરવું:- તુલસીના બીજ અને સાકરને પીસીને આ મિશ્રણને ત્રણ ગ્રામ માત્રામાં સેવન કરી શકો છો. તુલસીના બીજને ફુલવા દો અને એ જ પાણીમાં સાકર ને પીસીને નાખી દો અને આ પાણીને પી લો, તેનાથી પેટમાં અપચો અને કબજિયાતથી રાહત મળશે. સાકર અને તુલસીના બીજને તમે પીસીને રાત્રે દૂધની સાથે પણ લઈ શકો છો. જેનાથી યાદશક્તિ સારી બને છે. તુલસીના બીજ અને સાકરને તમે મધ સાથે મેળવીને પણ સેવન કરી શકો છો. આમ કરવાથી શરદી અને કફમાં રાહત મળે છે. સાથે જ તમે તુલસીના બીજ અને સાકરને સવાર-સાંજ ખાઈ શકો છો તેનાથી વજન ઉતારવામાં તમને ફાયદો થશે.