અનહેલ્ધી ડાયટ, અનએક્ટિવ લાઈફસ્ટાઇલ અને વધતો તણાવ કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આમાંથી એક કબજિયાત છે. કબજિયાત થવા થી મળ ત્યાગ કરવામાં પરેશાની થાય છે. કબજિયાતના કારણે વ્યક્તિને વિવિધ પ્રકારની બીમારીઓ થવા લાગે છે, એટલા માટે આનું સમય પર ઈલાજ કરવુ જરૂરી છે. કેટલાક લોકો કબજિયાત દૂર કરવા માટે દવાઓનો સહારો લે છે, તો કેટલાક લોકો કુદરતી રૂપે આ સમસ્યાને ઠીક કરવા ઈચ્છે છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે સૂચિ મુદ્રા શ્રેષ્ઠ ઉપાય છે. આને તમે સરળતાથી ઘરે જ કરી શકો છો. સુચી મુદ્રા શું છે તે જાણવા માટે આ લેખ વાંચતા રહો.
સૂચિ મુદ્રા ના ફાયદા:-સૂચિ મુદ્રા કબજિયાત, ગેસ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવાની સૌથી સરળ રીત છે. આ પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. સૂચિ મુદ્રા કરવાથી તમને શારીરિક અને માનસિક શાંતિ મળશે.
સૂચિ મુદ્રા શું છે?:- સૂચિ મુદ્રા એક હસ્ત મુદ્રા છે. આ સંસ્કૃત શબ્દ શુચિ થી લેવામાં આવ્યો છે. શુચિ નો મતલબ પવિત્રતા કે શુદ્ધતા થાય છે. આ મુદ્રા હાથની આંગળીઓની એક વિશેષ સ્થિતિ હોય છે, જેમાં પાંચ તત્વોનું સંતુલન હોય છે. સૂચિ મુદ્રા કરવાથી શારીરિક અને માનસિક બંને તરફથી લાભ મળે છે.
સૂચિ મુદ્રા કેવી રીતે કરવી?:- કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે નિયમિત રૂપે સૂચિ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. થોડા સમયમાં જ તમને કબજીયાતથી રાહત મળશે.
સૂચિ મુદ્રા કરવા માટે તમે સૌથી પહેલા કોઈ શાંત હવાદાર અને ખુલ્લી જગ્યામાં પદ્માસનમાં બેસી જાઓ. પોતાની બન્ને આંખો બંધ કરી લો, તમારી બંને મુઠ્ઠીઓ વાળી લો. બન્ને મુઠ્ઠી ઓ ને પોતાની છાતી પર મૂકો. ડાબા હાથ ને છાતી પર જ ટેકવીને રાખો. -ત્યારબાદ લાંબો અને ઊંડો શ્વાસ લેતા હાથને સામેની તરફ લાવો. હવે તમારી તર્જની એટલે કે પહેલી આંગળીને ઉપરની તરફ ઉઠાવી લો. આ દરમિયાન તમારા અંગૂઠાથી અનામિકા આંગળી પર દબાવ પડવો જોઇએ. તમે આ મુદ્રા ની અવસ્થામાં પાંચથી દસ મિનિટ સુધી રહી શકો છો. ત્યારબાદ જમણા હાથ ને છાતી પર રાખીને ડાબા હાથથી આ જ પ્રક્રિયા દોહરાઓ. તમે આ મુદ્રાને બંને હાથથી દસથી બાર વખત દોહરાવી શકો છો. જો તમને લાંબા સમયથી કબજિયાત હોય તો તમે આનો સમય વધારી શકો છો. દરરોજ સૂચિ મુદ્રાનો અભ્યાસ કરવાથી કબજીયાત મા ઘણો આરામ મળશે.
સૂચિ મુદ્રા ના ફાયદા:-
- સૂચિ મુદ્રા જૂનામાં જૂના કબજિયાતને દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે.
- આંતરડાને ડિટોક્સ કે સાફ કરવા માટે સૂચિ મુદ્રા કરવામાં આવે છે.
- શરીરમાંથી કચરો કાઢવા માટે સૂચિ મુદ્રાનો દરરોજ અભ્યાસ કરો.
- માઈગ્રેન, છાતીમાં દુખાવો કે બળતરા દૂર કરવા માટે પણ સૂચિ મુદ્રા લાભકારી છે.
- સૂચિ મુદ્રા પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં પણ ઉપયોગી છે.
- ગેસ અપચો અને કબજિયાત માટે સૂચિ મુદ્રા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
- સૂચિ મુદ્રા તણાવ,ચિંતા દૂર કરવા મગજ ને તરોતાજા રાખે છે.
સૂચિ મુદ્રા કરતી વખતે રાખવા જેવી સાવધાનીઓ:- સૂચિ મુદ્રા શરીરના અસંતુલિત તત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે. પરંતુ સૂચિ મુદ્રા કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું. આ મુદ્રા કરતી વખતે કોઈ પ્રકારની પરેશાની હોય તો અભ્યાસ બંધ કરી દેવો. શરૂઆતમાં યોગ શિક્ષક કે કોઈ ગુરુની દેખરેખ હેઠળ જ આ મુદ્રાનો અભ્યાસ કરવો. હાથમાં વાગ્યું હોય કે દુખાવો થતો હોય તો સૂચિ મુદ્રા ન કરવી.
જો તમને કબજિયાત રહેતી હોય તો સૂચિ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. તેનાથી જૂનામાં જૂનો કબજિયાત તો ઠીક થઈ શકે છે. સૂચિ મુદ્રા કરવાથી પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. સારું સ્વાસ્થ્ય અને બીમારીઓથી મુક્ત રહેવા માટે દિવસમાં દસ મિનિટ સુધી સૂચિ મુદ્રાનો અભ્યાસ જરૂર કરવો.