મિત્રો પહેલાના સમયમાં કમરના દુખાવાને વૃદ્ધોની સમસ્યા માનવામાં આવતી હતી. પરંતુ આજના સમયમાં કલાકો સુધી સતત બેસી રહેવાના કારણે યુવાઓની કમરમાં પણ જકડન અને તેમાં દુખાવો થવાની સમસ્યા સામે આવવા લાગી છે. તેના સિવાય વધુ ભારે સામાન ઉઠાવવા પર, હેવી વર્કઆઉટ થી પણ કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
આપણામાંથી ઘણા લોકો કમરમાં થતા દુખાવાને નજર અંદાજ કરી દે છે કે દુખાવા ના નિવારણ ની દવાઓ ખાઈ લે છે. જેના લાંબા ગાળે ઘાતક પરિણામો જોવા મળે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લાઇફ સ્ટાઇલમાં કેટલાક બદલાવ કરી શકાય છે અને કેટલાક ઘરેલુ ઉપાય ની મદદ પણ લઈ શકાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું જે કમરની જકડનને દૂર કરીને તેનો દુખાવો દૂર કરવામાં મદદ કરશે.
1) તેલથી માલિશ:- જો તમારી કમર જકડાઈ ગઈ હોય તો તેની પર માલિશ કરવાથી ખૂબ જ ફાયદો મળી શકે છે. તેના માટે એક વાડકીમાં નાળિયેર તેલ કે સરસવના તેલને ગરમ કરીને રાખો. તેમાં લસણની પાંચ થી છ કળીઓ નાખીને પકવી લો. જ્યારે તેલ હુંફાળું ગરમ રહે તો તેને કમર પર નાખીને માલિશ કરો. આ ઉપાય કરવાથી જકડાયેલી કમરથી તો રાહત મળશે જ પરંતુ કમરના દુખાવાથી પણ છુટકારો મળશે.
2) એપ્સમ સોલ્ટ:- એક વાડકીમાં એપ્સમ સોલ્ટ ને હળવા ગરમ પાણીથી ભરેલા બાથ ટબમાં નાખો જ્યા સુંધી પાણી માં ગરમાવો રહે ત્યાં સુધી બાથ ટબમાં રહો. બહાર નીકળતા જ તમારા દુખાવામાં ઘણી જ રાહતનો અહેસાસ થશે.
3) શેક કરો:- કમરનો દુખાવો અને જકડાઈ ગયેલી કમર પર શેક કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. શેક કરવા માટે ગરમ પાણીમાં એક ચમચી મીઠુ મેળવો. હવે આ મીઠા વાળા પાણીમાં ટુવાલને પલાળીને કમર પર શેક કરવાની કોશિશ કરો. શેક કરતી વખતે ધ્યાન રાખવું કે પાણી વધારે ગરમ ના હોય. પાણી એટલું જ ગરમ રાખવું જેટલું તમારી પીઠ સહન કરી શકે.
4) મેથી દાણા:- એક ચમચી મેથી દાણા લો અને તેનો પાવડર બનાવી લો. હવે એક ગ્લાસ ગરમ દૂધમાં તેને મેળવો અને સાથે જ એક ચમચી મધ નાખો. તેનો ઘુટડો લઈને પીવો. એક કલાકમાં તમને કમરના દુખાવામાં રાહત થશે.
5) નારિયેળ તેલ અને કપૂર:- કમરના દુખાવાને ઠીક કરવા માટે નાળિયેર તેલને ગરમ કરો. હવે તેમાં કપૂર મેળવીને પેસ્ટ બનાવો જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય તો આ તેલથી કમરની માલિશ કરો. આ તેલ કમરના દુખાવાને દૂર કરવાની સાથે જકડાઈ ગયેલી કમર ને પણ ઠીક કરવામાં મદદ કરશે. તમે સુતા પહેલા આ તેલથી માલિશ કરશો તો વધારે ફાયદો થશે.
6) લસણ:- લસણની આઠ થી દસ કળીઓ લો અને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કમર પર લગાવો. ગરમ પાણીમાં એક ટુવાલને ડુબાડો અને તેને નીચવી લો. આ ટુવાલને લસણની પેસ્ટ લગાવેલી કમરના ભાગ ઉપર રાખી દો. 20 થી 30 મિનિટ રાખ્યા બાદ કમરના ભાગને સાફ કરી લો.
7) ગરમ ચોખા:- જો તમે આ દિવસોમાં કમરના દુખાવાથી વધારે પરેશાન હોય તો ગરમ ચોખા કરીને તેને એક કોટનની પોટલીમાં ભરી લો. હવે આ પોટલી થી કમરને શેકો. આ પોટલી કમરની માસપેશીઓ ને આરામ આપીને જકડાયેલી કમરને ઠીક કરવામાં મદદ કરશે.
8) નીલગીરીનું તેલ:- ગરમ કે હૂંફાળા પાણીથી ડોલમાં નીલગીરીના તેલના કેટલાક ટીપા મેળવો અને તેનાથી સ્નાન કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે. કમરના દુખાવા માટે આ ઘરેલુ ઉપાય તમારા આખા શરીરને આરામ આપે છે અને બધા પ્રકારના દુખાવામાં રાહત પ્રદાન કરે છે.
9) આદુનો ટુકડો ચાવો:- આદુમાં એન્ટિવાયરલ ગુણ હાજર હોય છે. જે શરીરના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે કમરના દુખાવાથી વધારે પરેશાન હોવ તો આદુનો નાનો ટુકડો લઈને ચાવી શકો છો. આદુને ચાવવાથી કમરના દુખાવાની સાથે જકડાયેલી કમરની સમસ્યા પણ દૂર થશે. આદુની ચા કે ઉકાળો બનાવીને પણ પી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay