આજના ખાનપાન અને જીવનશૈલીના કારણે અનેક સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાઓના નિવારણ માટે ફણગાવેલા અનાજ અત્યંત ફાયદાકારક હોય છે. ફણગાવેલા અનાજ શરીરને અલગથી લાભ પ્રદાન કરે છે. ફણગાવેલા અનાજમાં ફાઈબર અને રફેજ નું પ્રમાણ વધારે હોય છે. આને ખાવાથી માત્ર ડાયાબીટીસ જ નહીં પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓથી પણ બચાવ થાય છે. આવા જ ફાયદાઓ થી ભરપુર એક અનાજ છે ફણગાવેલ રાગી. આમાં ફાઇબર અને ખાસ કરીને રફેજ પેટની અનેક સમસ્યાઓને દૂર કરે છે.
ફણગાવેલ રાગી મહિલાઓ માટે અનેક પ્રકારે ફાયદાકારક છે. જેવી રીતે કે મહિલાઓમાં લોહીની ઉણપને દુર કરે છે અને હોર્મોનલ બેલેન્સ કરવામાં પણ સહાયકારક છે. તેના સિવાય ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓમાં વધતા બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ સહાયક છે. ફણગાવેલ રાગી માત્ર મોટાઓ માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ફાયદાકારક છે. અંકુરિત રાગી ના ફાયદા જાણવા માટે આગળ વાંચતા રહો.
ફણગાવેલ રાગી ખાવાના ફાયદા:-
1. એનિમિયાથી બચાવ :- એનિમિયા નું એક મોટું કારણ છે શરીરમાં લોહીની ઉણપ, જેની પૂર્તિ માટે આયર્ન હોવું અત્યંત જરૂરી છે. અંકુરિત રાગી આયર્ન નો સારો સ્ત્રોત છે જે હિમોગ્લોબીન ના સ્તર ને વધારવામાં મદદરૂપ થાય છે. આ એનિમિયાથી પીડિત લોકો માટે એક સારો કુદરતી ઉપચાર છે. વિટામિન સી ની માત્રા વધુ હોય છે જે ફણગાવેલ હોવાથી વધારે વધી જાય છે વિટામિન સી નો વધારો થવાથી શરીરમાં આયર્નનું અવશોષણ વધુ થાય છે જે એનિમિયાથી બચવા માટે અત્યંત જરૂરી છે.
2. કેલ્શિયમ વધારે :- રાગી ને ફણગાવવાથી કેલ્શિયમ ના સ્તર માં લગભગ 20 ટકાનો વધારો થઈ જાય છે. આ શરીરમાં કેલ્શિયમને વધારે સરળતાથી અવશોષિત કરવામાં મદદ કરે છે. કારણકે ફણગાવેલ હોવાથી પોષક તત્વોની કમી સુનિશ્ચિત હોય છે. આ એન્ટી પોષક તત્વ ખનિજોને બંધ કરી દે છે અને તમારા શરીર દ્વારા તેને પચાવવામાં મુશ્કેલ બનાવે છે. ફણગાવેલ રાગી માં બધા જ ખનીજોમાં સૌથી વધારે કેલ્શિયમનું પ્રમાણ હોય છે. તેનાથી બાળકો અને મોટાઓના હાડકાનો વિકાસ થાય છે.
3. પાચનતંત્ર માટે ફાયદાકારક :- રાગી મા ફાઇબરનું પ્રમાણ સારું હોય છે. જે પાચન તંત્રને ઝડપી બનાવે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. અપચાથી બચાવે છે અને તેના સિવાય આ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેનાથી દિવસ દરમિયાન વધુ ખાવાથી બચી શકાય છે. સવારમાં ફણગાવેલ રાગીનો માત્ર એક વાટકો ખાવાથી તમારું પેટ ભરેલું રહેશે, ડાયટ બેલેન્સ રહેશે અને તમને પેટ સંબંધિત કોઈપણ સમસ્યા નહીં થાય.
4. બ્લડ શુગર ઓછું કરે :- હાય ફાયબર અને પોલિફેનોલ્સ સામગ્રી લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે જ રાગીની ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ પણ લો હોય છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ આ ખાઈ શકે છે. સાથે જ ફણગાવેલ રાગી માં ફાઇબર ડાયાબિટીસના દર્દીઓમાં કબજિયાતની સમસ્યાને પણ રોકે છે.
5. પ્રોટીનથી ભરપૂર :- રાગી માં કેટલાક જરૂરી એમીનો એસિડ હોય છે જે એને એક હાઈ ફાઇબર ફૂડ બનાવે છે. રાગી માં કેટલાક ખાસ સલ્ફર આધારિત એમિનો એસિડ દાંત અને પેઢાની બીમારીઓને રોકવામાં મદદ કરે છે. તથા સ્નાયુઓ અને પેશીઓને સુધારવામાં મદદ કરે છે. તેના સિવાય આ ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
6. સ્તનપાન કરાવતી માતાઓ માટે ફાયદાકારી :- ફણગાવેલ રાગી નવી માતાઓ માટે અત્યંત ફાયદાકારક છે, કારણ કે આ કેલ્શિયમ આયર્ન અને આવશ્યક એમિનો એસિડને વધારીને માતાનું દૂધ વધારવા માં મદદરૂપ થાય છે. આ પોષક તત્વો બાળક અને માતા બન્ને માટે ખૂબ જ સારા હોય છે સ્તનપાન કરાવતી માતા પણ આ ખાઈ શકે છે.
7. સારી ઊંઘ લાવવામાં સહાયક :- ફણગાવેલ રાગી એન્ટીઓક્સીડેન્ટ અને એમિનો એસિડ થી ભરપૂર હોય છે જે શરીરને કુદરતી રૂપે આરામ આપવામાં મદદ કરે છે. આ ઊંઘ થી જોડાયેલ હોર્મોન ટ્રિપ્ટોફેન ને વધારે છે. તણાવ, માથાનો દુખાવો, અનિદ્રા અને ચિંતા જેવા રોગો સામે અસરકારક રીતે લડી શકાય છે. તો આ દરેક ફાયદા માટે તમે ફણગાવેલ રાગી નું સેવન કરી શકો છો. સવારના નાસ્તામાં તમે ડુંગળી, મરચું અને ટામેટાને કાપીને આમાં મેળવીને ખાઈ શકો છો. તમે આને સલાડ બનાવીને ચાટ અને શાકમાં મેળવીને પણ ખાઈ શકો છો.