લસણના માત્ર ફાયદા જ નહીં પરંતુ નુકસાન પણ હોય છે. લસણ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તેના સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા પણ થાય છે. અનેક ગુણોથી ભરપૂર લસણ અનેક ગંભીર બીમારીઓનો કાળ છે . તેનું નિયમિત સેવન કરવાથી અનેક ફાયદા થાય છે પરંતુ તેનાથી માત્ર ફાયદા જ નહીં પરંતુ નુકસાન પણ હોય છે. તો ચાલો જાણીએ કયા લોકો માટે લસણ નુકસાનદાયક બની શકે છે.
લસણના પોષક તત્વો:- એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટીફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા અનેક ગુણો ઉપલબ્ધ હોય છે. આ વિટામીન એ, બી1, બી6, સી, મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, કાર્બોસ 21, સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોનો ભંડાર છે.
લસણ ના ફાયદા:- તમને કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર, લો બ્લડ પ્રેશર, હૃદયના રોગો, હાર્ટ એટેક, કેન્સર, કિડની ના રોગ, લીવર ના રોગ, કોલ્ડ ફીવર, ડાયાબિટીસ અને ત્વચાની સમસ્યાઓથી બચવામાં સહાયક છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ અને સ્થિતિમાં લસણનું સેવન ફાયદાકારક નથી હોતું.
લસણના નુકસાન:- એવું માનવામાં આવે છે કે સવારમાં ખાલી પેટે લસણનું સેવન કરવાથી પેટથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે અને તેની તાસીર ગરમ હોય છે. નિષ્ણાતો ના મતે કેટલીક સ્થિતિમાં લસણ ફાયદાકારક સાબિત નથી થતું અને તેનાથી જીવને જોખમ પણ રહે છે.
1) હિમોગ્લોબીન ઓછુ થવા પર:- જો તમારા લોહીમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય તો તમારે લસણ નું સેવન ન કરવું જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં લસણનું વધારે સેવન કરવાથી હિમોલાઈટીસ એનિમિયા તમને પોતાની ઝપટમાં લઈ શકે છે. સામાન્ય રીતે મહિલાઓમાં હિમોગ્લોબિન ની સંખ્યા ઓછી હોય છે
2) બ્લડ પ્રેશર:- જે લોકોને બ્લડ પ્રેશર ની સમસ્યા રહેતી હોય તેઓએ લસણનું સેવન કરવાથી બચવું જોઈએ. શક્ય હોય તો બિલકુલ પણ લસણ ન ખાવુ. કારણ કે લસણ બ્લડ પ્રેશરને ઘટાડે છે અને લો બ્લડ પ્રેશર ની ફરિયાદ હોય તેવા લોકો માટે આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
3) ગર્ભ નિરોધક નો ઉપયોગ કરવા પર:- જો કોઈ મહિલા ગર્ભનિરોધક દવાઓનું સેવન કરી રહી હોય તો તેમને પણ લસણનું વધારે સેવન ન કરવું જોઈએ. લસણ અને ગર્ભનિરોધક દવા મળીને શરીર માં અનેક પ્રકારની ગરમી ઉત્પન્ન કરે છે જે શરીર માટે હાનિકારક હોય છે.
4) ગર્ભાવસ્થા દરમિયાન:- ગર્ભાવસ્થા દરમિયાન પણ ગર્ભવતી મહિલાઓએ લસણ નું સેવન ન કરવું જોઈએ. લસણની તાસીર ગરમ હોય છે જેથી ગર્ભપાત થવાનું જોખમ રહે છે.
5) લીવર થી જોડાયેલી સમસ્યા થવા પર:- જો કોઈને લીવર સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા પોતાનામાં લીવરની બીમારીના લક્ષણો દેખાય તો તેણે લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે લસણનું વધુ સેવન કરવાથી લીવરની સમસ્યા વધી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay