દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધના સેવનથી આપણે અનેક બીમારીઓનો સામનો કરી શકીએ છીએ. ડોક્ટર પણ દરરોજ નાનાથી લઈને મોટા સુધી દરેકને દૂધનું સેવન કરવાની સલાહ આપે છે પરંતુ શું કબજિયાત થવા પર દૂધનું સેવન કરી શકાય કે નહીં? તે આપણે આયુર્વેદિક ડોક્ટર દ્વારા જાણીશું.
કબજિયાત ખાનપાન અને જીવનશૈલીથી જોડાયેલી સમસ્યા છે. કબજિયાતના કારણે સામાન્યથી લઈને ગંભીર બિમારીઓ પણ થઈ શકે છે. તેથી સમય રહેતાં તેનો ઇલાજ કરવો ખૂબ જ જરૂરી છે. કબજિયાત દરમિયાન ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. એવામાં કેટલાક લોકોને મનમાં એવો પ્રશ્ન થાય છે કે શું કબજિયાત થવા પર દૂધ પીવું જોઈએ કે નહીં ? આયુર્વેદ એક્સપર્ટ દ્વારા જાણીએ કે કબજિયાત મા દૂધ પીવું જોઈએ કે નહીં.
કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. આ બીમારીમાં રોગી નું પેટ સારી રીતે સાફ નથી થતું. શૌચ દરમિયાન અનેક મુશ્કેલીઓ આવે છે. ફાયબરની ઉણપ, ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખાન-પાન કબજિયાતના મુખ્ય કારણો છે. પેટમાં દુખાવો રહેવો, કઠણ મળ, અપચો, થાક, આળસ, માથામાં દુખાવો, મોઢા પર ખીલ થવા વગેરે કબજીયાત ના મુખ્ય લક્ષણો છે.
કબજિયાતમાં દૂધ પીવું જોઈએ કે નહીં?:- જો તમને કબજિયાત રહેતો હોય પેટ સાફ ન થતું હોય તો તમારે દૂધ અને દૂધના બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી બચવું જોઈએ. દૂધથી બનેલી વસ્તુઓ કે ડેરી પ્રોડક્ટ અને પચાવવામાં પેટને ખૂબ જ મહેનત કરવી પડે છે. પેટને ડેરી પ્રોડક્ટો પચાવવામાં લાંબો સમય લાગે છે એવામાં જો મોટાભાગે તમને કબજિયાત રહેતો જ હોય તો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન ન કરવું. કબજિયાતના રોગીને દૂધ અને પનીરનું વધુ પડતું સેવન ન કરવું, પરંતુ દહીં અને છાશ કબજિયાતમાં ફાયદાકારક છે
કબજિયાતમાં દૂધ કેવી રીતે પીવું?:- કબજિયાત થવા પર સામાન્ય રીતે દૂધ ન પીવું જોઈએ, પરંતુ તમે કેટલાક ખાદ્ય પદાર્થો સાથે દૂધ લઈ શકો છો. તેનાથી તમને કબજિયાતની સમસ્યામાં પણ આરામ થશે સાથે જ દૂધના જરૂરી પોષક તત્વો પણ મળશે. એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી ગોળ મેળવીને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. એક ગ્લાસ દૂધમાં બે સુકા અંજીર ઉકાળીને ખાઓ અને દૂધ પી લો તેનાથી કબજીયાતમાં આરામ થશે. રાત્રે સૂતા સમયે એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી દેશી ઘી નાખીને પીવો. તેનાથી સવારમાં પેટ સરળતાથી સાફ થઈ જશે કબજિયાત માં દૂધ અને ઘી રામબાણ ઈલાજ છે.
કબજિયાત દૂર કરવાના ઉપાય:- કબજિયાત થવાના મુખ્ય ત્રણ કારણ હોય છે. પહેલું શરીરમાં ફાઈબરની ઉણપ, બીજું અસ્વસ્થ ખાનપાન અને ત્રીજું શારીરિક રૂપથી સક્રિય ન રહેવું. આવામાં કબજીયાતથી છુટકારો મેળવવા માટે તમારે આ ત્રણ કારણો દૂર કરવા પડે જેમકે કબજિયાત દૂર કરવા માટે પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવો, આ દરમિયાન તમારે લિક્વિડ ડાયેટ લેવું જોઈએ. તેમાં નારિયેળ પાણી, સરબત, સૂપ વગેરે પી શકો છો.
કબજીયાતથી છુટકારો મેળવવા માટે યોગાસન, એક્સરસાઇઝ કરવી પણ ખૂબ જ જરૂરી છે તેનાથી તમે ફિઝિકલી એક્ટિવ રહી શકો છો. કબજિયાત મટાડવા માટે હેલ્ધી ડાયટ લો આ દરમિયાન મેંદો, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ન ખાવું. કબજીયાતથી છુટકારો મેળવવા માટે ફાઈબરયુક્ત ડાયટ લો તેમાં અધિક માત્રામાં ફળ અને શાકભાજીને શામેલ કરો.
જો તમને પણ મોટાભાગે કબજિયાત રહેતો હોય તો તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખો. કબજિયાત થવા પર ડેરી પ્રોડક્ટ્સનું વધુ પડતું સેવન ન કરો. સાથે જ રાત્રે તો ડેરી પ્રોડક્ટ્સનું સેવન બિલકુલ ન કરવું. કબજિયાત લાંબા સમય સુધી રહે તો બવાશીરનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તૈયારીમાં જ ડોક્ટરનો સંપર્ક કરવો.