નાના બાળકોથી લઇને મોટા વ્યક્તિ સુધી દરરોજ એક જ પ્રકારનો નાસ્તો કરવાથી બોર થઈ જવાય છે. તો પણ મોટા તો માની જાય પરંતુ બાળકની હઠ આગળ નમતું મૂકવું જ પડે છે. અને બાળકો પોતાના મન પ્રમાણે જ પસંદગીની વસ્તુઓ ખાતા હોય છે. એવામાં દરેક માતાઓને એ પ્રશ્ન થાય છે કે બાળકો માટે હેલ્દી પણ હોય અને તેમના સ્વાદને પણ વધારે એવું શું બનાવવું? તો આજે અમે આ લેખના માધ્યમથી સાબુદાણાની વિવિધ વાનગી વિશે જણાવીશું જે ખુબજ હેલ્દી અને સ્વાદમાં લાજવાબ છે.
જો તમે કોઈ એક વસ્તુ બનાવી રહ્યા હોવ તો તેની અલગ અલગ વાનગીઓ ટ્રાય કરવી જોઈએ. જેમ કે તમે નાશ્તામાં ઓટ્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તમારા બાળક ને ઓટ્સની અલગ અલગ વાનગી બનાવીને આપો. જેનાથી તમારા બાળકો બોર પણ નહીં થાય અને ખુશ થઈએ ખાશે. પરંતુ આજે આપણે ઓટ્સ નઈ પણ સાબુદાણાની રેસિપી વિશે જાણીશું. બાળકો માટે લાભદાયક એવી સાબુદાણાની પાંચ પ્રકારની વાનગી વિશે જાણવા આગળ વાંચતા રહો.
1. સાબુદાણાની ખીર:- સાબુદાણાની ખીર ની ખાસ વાત એ છે કે આ સરળતાથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. બાળકોને પણ ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. તમે એમને સાબુદાણાની ખીર ખવડાવી શકો છો. સાબુદાણામાં કેલ્શિયમ હોય છે જે બાળકના હાડકાને મજબૂત બનાવે છે અને તેમને તાકાત આપે છે. તેના સિવાય સાબુદાણાની ખીર મા ફાઇબર અને પ્રોટીનની સારી એવી માત્રા હોય છે. આનાથી બાળકનું વજન પણ ઝડપથી વધે છે. સાબુદાણા માં ઓછી માત્રામાં પ્રોટીન હોય છે જે બાળકના વિકાસ માટે ખૂબ જ સહાયકારી છે.
2. સાબુદાણાની ટિક્કી:- સાબુદાણાની ટિક્કી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે બાળકો આને સ્નેક્સની રીતે ખુશી ખુશીથી ખાઈ શકે છે. આને હેલ્ધી બનાવવા માટે તમે અલગ-અલગ પ્રકારના શાક ને કાપી ને અંદર મેળવી શકો છો અને વિવિધ પ્રકારની રેસિપી બનાવીને ખાઈ શકાય છે.
3. સાબુદાણા વડા:- સાબુદાણાના વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે બાળકો આને અત્યંત ખુશી પૂર્વક ખાઈ શકે છે. આની ખાસ વાત એ છે કે આમાં ફાઇબરની માત્રા ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વડા બનાવવા તમે વિવિધ શાકભાજીનો ઉપયોગ પણ કરી શકો છો જેમ કે કોબીજ, વટાણા, ગાજર, ટામેટા, ભોલર મરચું વગેરે નાખી શકો છો, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તમે એમને શાક અલગથી આપશો તો એ નઈ ખાય પરંતુ તમે શાક સાબુદાણા વડા માં નાખીને પાવની અંદર આપશો તો ખુશી પૂર્વક ખાઈ લેશે.
4. સાબુદાણાની ખીચડી:- સાબુદાણાની ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આને અલગ અલગ પ્રાંતમાં લોકો વિવિધ પ્રકારે બનાવે છે. સાબુદાણા સ્ટાર્ચ અને સિમ્પલ સુગરથી ભરેલા હોય છે. જે શરીરમાં સરળતાથી ચયાપચન કરે છે જેનાથી જરૂરી ઊર્જા મળી રહે છે. સાબુદાણાની ખીચડીમાં તમે અનેક પ્રકારના શાક અને મસાલાનો પ્રયોગ કરી શકો છો. આમ તે ખૂબ જ ટેસ્ટી બની શકે છે અને બાળકો ખુશીથી ખાઈ લે છે.
5. સાબુદાણાના શેકેલા કબાબ:- સાબુદાણાના શેકેલા કબાબ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાબુદાણા કેટલાક ખાસ એમિનો એસિડ ના બનેલા હોય છે જે બાળકોના વાળ અને ત્વચાને ખૂબ જ હેલ્ધી રાખે છે. આ રેસિપીમાં ક્રશ કરેલા બટાકાનો ઉપયોગ કરી શકીએ છીએ. આને બનાવવા માટે તમે સાબુદાણાની સાથે શેકેલી મગફળી, દહી, લાલ મરચું, કોથમીર, રાજગરાનો લોટ, મીઠુ વગેરેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આ કબાબ શેકીને બાળકોને ખવડાવો.
આ પ્રમાણે તમે સાબુદાણાની વિવિધ વાનગી બનાવીને તમારા બાળકોને ખવડાવી શકો છો. સાબુદાણા તમારા બાળકનું વજન વધારીને અને અંદરથી હેલ્ધી રાખી શકે છે. તો પોતાના બાળકને નાસ્તામાં ખવડાવો આ હેલ્ધી વાનગીઓ અને તેમના શરીરને બનાવો સ્વાસ્થ્યવર્ધક.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…