મીઠું શરીરમાં મિનરલ્સના સંતુલન માટે અત્યંત જરૂરી છે તેના સિવાય મીઠા વગરનું ખાવાનું ફીકું લાગે છે. જોકે એ વાત પણ સાચી છે કે મીઠાનું વધુ પડતું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો સિંધવ મીઠા ને ખાવાથી કેટલાય પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે. આનો ઘરેલું ઉપચારના રૂપમાં ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
આયુર્વેદિક ડોક્ટર દરેક મીઠામાં સિંધવ મીઠાને સૌથી શ્રેષ્ઠ માને છે. બીજા મીઠા ની સરખામણીએ આ મીઠું પિત્ત નથી વધારતું અને જો એને સાચી રીતે પ્રયોગ કરવામાં આવે તો ત્રીદોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. અને અનેક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને જણાવીશું કે સિંધવ મીઠાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
સિંધવ મીઠાના ઉપયોગથી આ 5 પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.
1. સાંધા જકડાઈ જવા:- સિંધવ મીઠું જકડાઇ ગયેલા સાંધા અને તેમાં રહેલા દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. અને તેના મુવમેન્ટ માં સુધારો કરે છે. તેના માટે તમારે માત્ર તલના તેલમાં એક ચપટી સિંધવ-મીઠું મેળવવાનું છે. ત્યારબાદ તેને ગરમ કરી લેવાનું અને તમારા સાંધામાં હળવા હાથથી માલિશ કરવાની છે.
2. છાતીમાં કફ:- કફની સમસ્યાથી રાહત મેળવવા માટે સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક છે. તમે સિંધવ મીઠું નો ઉપયોગ કરીને છાતીમાં જમા થયેલા કફથી રાહત મેળવી શકો છો. તેના માટે નીલગીરીના તેલમાં ગરમ તલનું તેલ મેળવો અને તેનાથી છાતી પર માલિશ કરો. ત્યારબાદ એક કડાઈમાં એક કપ સિંધવ મીઠું નાખો અને તેને પાંચ મિનિટ સુધી ગરમ કરો. હવે આ ગરમ મીઠાને કોઈ કપડામાં નાખીને તેની પોટલી વાળી દો. હવે તેના વડે ધીમે ધીમે છાતી પર શેક કરો.
3. માસપેશીઓમાં કળતર:- મોટાભાગના લોકો ડિહાઇડ્રેશન કે પોષણની ઉણપ ના કારણે માસપેશીઓમાં કળતર નો અનુભવ કરે છે. આનાથી રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી સિંધવ-મીઠું મેળવો અને આને ધીમે ધીમે પીવો. સિંધવ મીઠું માં અનેક મિનરલ્સ હોય છે જે શરીરમાં ચેતાઓના કાર્યો માટે જરૂરી હોય છે. તેથી આને પીવાથી માંસપેશિઓમાં કળતર ની સમસ્યા દૂર થઈ શકે છે.
4. ગળામાં દુખાવો અને ખરાશ:- સિંધવ મીઠું ગળાનો દુખાવો અને ખરાશ થી રાહત પ્રદાન કરે છે. સાથે જ કાકડામાં સોજો આવ્યો હોય તો તેને દૂર કરવામાં પણ મદદ કરે છે. નવશેકા પાણીમાં ચપટી સિંધવ-મીઠું મેળવીને કોગળા કરવાથી ગળાનો દુખાવો અને ખરાશ થી જલ્દી રાહત મળે છે.
5. કમજોર પાચન અગ્નિ:- સારા પાચન માટે તમારી જઠરાગ્નિને મજબૂત હોવી જરૂરી છે કારણ કે તમે જો કઈ પણ ખાવ છો તો તેને પચવા માટે પર્યાપ્ત પાચન અગ્નિની જરૂરિયાત હોય છે. જ્યારે પાચન અગ્નિ ઓછી થઈ જાય છે તો તેનાથી ભોજન સારી રીતે પચી નથી શકતું અને પેટ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. જઠરાગ્નિની ને બુસ્ટ કરવા માટે સિંધવ-મીઠું અત્યંત ફાયદાકારક છે. અડધી ચમચી લીંબુના રસ સાથે એક ચપટી સિંધવ-મીઠું સેવન કરો.
આ પ્રમાણે આને ભોજન ના 30 મિનિટ પહેલા લેવાથી ભૂખ વધશે અને પાચનશક્તિ પણ મજબૂત થશે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સિંધવ મીઠું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો તમે કોઇ અન્ય ગંભીર બિમારીથી ગ્રસ્ત હોવ તો આનુ સેવન કરતાં પહેલાં ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…