આપણી મોટાભાગની સમસ્યાઓનું સમાધાન આપણા રસોઈ ઘરમાંથી જ મળી જાય છે. આવી વસ્તુઓમાં એક લસણ છે, લસણ એક સુપર ફૂડ છે, જેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. લસણની બે કળીઓને કાચી ખાવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.
દરેક માટે લસણનું સેવન લાભદાયક છે, પરંતુ ખાસ કરીને પુરુષો માટે લસણ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. આમાં હાજર પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ, સેલેનિયમ પુરુષોના હેલ્થને સુધારે છે. જો તમે લસણ ને શેકીને ખાશો તો સ્વાસ્થ્ય માટે તેના અનેક ઘણા લાભ વધી જશે. તો આવો જાણીએ લસણને શેકીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
શેકેલું લસણ ખાવાના ફાયદા:-
1) જો પુરુષો લસણને શેકીને ખાય તો તેમનું કોલેસ્ટ્રોલ લેવલ હાઈ નથી થતું. અનેક પ્રકારની હૃદય સંબંધિત સમસ્યાઓ થવાના જોખમથી બચી શકાય છે. ધમનીઓ સાફ થાય છે. બ્લડ ક્લોટ નથી થતું.
2) જે પુરુષોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમને પણ લસણને શેકીને ખાવું જોઈએ. તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે.
3) શેકેલું લસણ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે, એવામાં પુરુષોએ આનુ સેવન જરૂરથી કરવું જોઈએ. જો તમે ઘરેથી બહાર વધારે જતા હોય તો કોઈપણ પ્રકારના વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પોતાને બચાવી રાખવા માટે શેકેલા લસણનું સેવન કરો.
4) લસણ નુકસાનદાયક ફ્રી રેડીકલ્સથી સુરક્ષિત રાખે છે. ફ્રી રેડીકલ્સ ડીએનએ ને ડેમેજ કરી શકે છે. લસણમાં ઝીંક, વિટામીન સી પણ હોય છે. જે ઇન્ફેક્શનથી લડે છે અને ઇમ્યુનિટીને મજબૂત કરે છે. પુરુષ બે થી ત્રણ લસણની કળીઓને શેકીને ખાય તો ઇન્ફેક્શનથી બચી શકાય છે.
5) પુરુષોમાં શારીરિક કમજોરી દૂર થાય છે. જો તમને વધારે થાક લાગતો હોય, એનર્જી લેવલ ઓછું હોય તો લસણને કાચું અને સાથે જ શેકેલું પણ ખાવ. એ વાત યાદ રાખવી કે સવારમાં ખાલી પેટે શેકેલું લસણ ખાવાથી વધારે ફાયદો થાય છે.
પુરુષોએ આવી રીતે કરવું લસણનું સેવન:- તમે ઈચ્છો તો દરરોજ બે થી ત્રણ લસણની કળીઓને ચાવીને પણ ખાઈ શકો છો. તેને શેકીને ખાવાનું છે તો તમે તેને તવા પર થોડું તેલ નાખીને શેકી લો. એક થી બે લસણની કળીઓને મસળીને તેમાં એક ચમચી મધ મેળવો અને ખાવ. સવારમાં ખાલી પેટે આ રીત અપનાવીને લસણ ખાશો તો વધુ લાભ થશે.
લસણને આવી રીતે પણ શેકી શકાય:- લસણને તમે ઓવન કે ગેસ પર પણ શેકી શકો છો. તેના માટે પૂરી રીતે લસણના છોડા ન કાઢો. પેનમાં ઓલિવ ઓઈલ કે કોઈપણ ખાવાનું તેલ અડધી ચમચી નાખો. તેમાં લસણ નાખીને હલાવો. હવે તેમાં મીઠું અને કાળા મરી પાવડર નાખી દો. જ્યારે હળવું ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો ગેસ પરથી ઉતારી લો. આ જ રીતે ઓવનમાં તેને શેકી લો. તમે તેલ વગર પણ લસણને શેકીને ખાઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay