આજના સમયમાં વજન ઉતારવું એ એક ચુનોતી સમાન છે. વજન વધવા માટેના મુખ્ય કારણોમાં ખોરાક, રહેણીકરણી, ફાસ્ટ ફૂડનું વધુ સેવન, વધુ કેલેરી, પેકેટ વાળા ફુડ નું વધુ પ્રમાણમાં સેવન કરવું અને શરીરની પ્રકૃતિ આ વજન વધવાના મુખ્ય કારણો છે અભ્યાસ પ્રમાણે ભારતમાં લગભગ 15.3 કરોડ લોકો મેદસ્વિતાપણા નો ભોગ બનેલા છે. વજન ઘટાડવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. પરંતુ જો મહેનત સાચી દિશામાં હોય તો કોઈ પણ વ્યક્તિ વજન ઉતારી શકે છે, અને હા જો મહેનત સાચી દિશામાં ન હોય તો લાખ કોશિશ કરવા છતાં વજન ઊતરતું નથી. અને જો વજન ઊતરે તોપણ તે ફેટ ના સ્વરૂપમાં નહીં ઉતરે, પરંતુ તે મસલ્સના રૂપમાં ઓછું થશે, જે શરીર માટે ખૂબ જ નુકસાનદાયક હોય છે.
આજે અમે તમને એવી એક વર્કિંગ વુમનની ફિટનેસ જર્ની વિશે જણાવીશું કે જેમને 27 કિલો વજન ઘટાડ્યું છે. એક વર્કિંગ વુમને ડાયટ અને ઘરે જ એક્સરસાઈઝ કરીને પોતાનું 27 કિલો વજન ઓછું કર્યું છે. વજન ઓછું કરવા દરમિયાન તેઓ પરાઠા પણ ખાતા હતા. પરંતુ તેમને ખબર હતી કે કેટલી માત્રામાં પરાઠા અને રોટલી ખાવાની છે. તેમનું ડાયટ અને વર્ક આઉટ પ્લાન શું હતું તે આ લેખમાં જાણીએ.
મોટાભાગની મહિલાઓ એવું કહે છે કે લગ્ન બાદ મહિલાઓનું વજન ઓછું થતું નથી. અથવા વજન ઓછું કરવા માટે સમય મળતો નથી. તેઓ આ લેખ દ્વારા શીખ મેળવી શકે છે કે જોબ અને પરિવારને સંભાળવાની સાથે સાથે કેવી રીતે વજન ઓછું કરી શકાય. પ્રેગ્નેન્સી દરમિયાન આ મહિલા નું વજન 85 કિલો થઇ ગયું હતું. તેમને બે વર્ષના સમયગાળામાં વજન ડાયટ અને એક્સરસાઇઝ કરીને 27 કિલો વજન ઉતાર્યું. તો આવો તેમની આ વેટ લોસ જર્ની વિશે જાણીએ.
85 થી 58 કિલો સુધીની ફિટનેસ જર્ની:- અલકા શેઠ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે નાનપણથી જ તેઓ હ્યષ્ટપુષ્ટ અને ગોળ મટોળ હતા પરંતુ તેમને એવું ક્યારેય નહોતું વિચાર્યું કે પોતે વજન ઓછું કરીને બીજાને પણ ફિટ રાખવામાં મદદ કરશે. તેઓ આગળ જણાવે છે કે ઘરના કામ, પ્રેગનેન્સી બાદ બાળકને સંભાળવું અને જોબના કારણે પોતાના પર ધ્યાન નહોતું આપી શકાતું, જેથી કરીને તેમનું વજન લગભગ 85 કિલો થઇ ગયું હતું. ત્યારબાદ થોડા સમય બાદ તેમને એવો અહેસાસ થયો કે વજન કંઈક વધુ પડતું જ વધી ગયું છે તો તેઓએ વજન ઓછું કરવા નું વિચાર્યું. તેમને ઇન્ટરનેટ પર વજન ઓછું કરવાની રીતો સર્ચ કરી.
તેમણે ઇન્ટરનેટ પર હાજર કેટલાય પ્રકારના ડાયટ અપનાવ્યા જેમકે કીટો ડાયટ, 5 બાઈટ ડાયટ, પેલીયો ડાયટ, જીએમ ડાયટ, રેમ્બો ડાયટ આમ દરેક પ્રકારના ડાયટ ફોલો કર્યા. તેના સિવાય સવારમાં ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી ગ્રીન ટી પીવા સુધી અનેક તરકીબો અજમાવી પરંતુ તેમને કોઈ ખાસ અસર દેખાઈ નહીં. ત્યારબાદ તેમને જીમ જોઈન કર્યું તો ત્યાંની એક લોકલ ટ્રેનરે એવું જણાવ્યું કે વજન ઓછું કરવા માટે તમારે ફેટ બર્નર કેપ્સુલ લેવી જોઈએ, એટલે કે જે ચરબી ઓછી કરતી હોય.
તેમને કોઈપણ હિસાબે વજન ઓછું કરવું હોવાથી કેપ્સ્યુલ વિશે વધુ જાણકારી ન હોવા છતાં તેનું સેવન કર્યું. આ કેપ્સુલ લીધા બાદ તેમનું વજન અચાનક ઓછું થઈ ગયું પરંતુ,થોડા સમય બાદ પાછું વધી ગયું. ત્યારબાદ લોકડાઉન આવી ગયું અને ખાલી સમયમાં તેમણે વેઈટ લોસ ની રીતો અને તેની પાછળના વિજ્ઞાન વિશે વાંચવાનું શરૂ કર્યું. જેના દ્વારા તેમને જાણવા મળ્યું કે વેઈટ લોસ કરવાની તેમની દરેક કોશિશોની રીત ખોટી હતી.
ત્યારબાદ તેમણે ફિટનેસ સર્ટીફાઇડ પ્રશાંતકુમાર સાથે વાત કરી તો તેઓએ તેમને ડાયટ અને વર્કઆઉટ પ્લાન આપ્યો. આ વર્ક આઉટ પ્લાન તેમને ફોલો કરવાનું શરૂ કર્યું. અને થોડા સમયમાં જ તેમનું વજન ઓછું થવા લાગ્યું. પોતાનું વજન ઓછું થતું જોઈ તેમણે અંદરથી પ્રેરણા મળતી રહેતી હતી, જેનાથી તેઓ વધુ મહેનત કરીને વધારે પ્રેરિત થતા ગયા. ત્યારબાદ ધીરે-ધીરે બે વર્ષ પછી તેમણે પોતાનું 27 કિલો વજન ઓછું કરી દીધું. જ્યાં તેમનું વજન 85 કિલો રહેતું હતું આજે તેમનું વજન 58 કિલો છે અને તેમણે એક વર્ષથી આ જ વજન મેઇન્ટેન રાખ્યું છે.
ફોલો કરતા હતા આ ડાયટ પ્લાન:- અલકા બતાવે છે કે તે હંમેશા પોતાની મેન્ટેનન્સ કેલેરી થી 200 – 300 કેલેરી ઓછું ખાય છે. તેઓ કહે છે કે હું દિવસમાં બે વાર પણ ખાઈ શકતી હતી અને 6 વાર પણ, પરંતુ તેઓએ 1 દિવસમાં ખાવા વાળી કેલેરી ને ચાર ભાગમાં વહેંચીને દિવસમાં ચારવાર નાના નાના ભાગમાં ખાવાનું ખાતા હતા. તેમને પરાઠા વધુ પસંદ હતા તેથી ઘઉં અને સોયાબીનને પીસીને તેને મિક્સ કરીને તેના પરાઠા બનાવીને ખાતા હતા. ક્યારેક તેમાં લીલાં શાકભાજી નું સ્ટફિંગ પણ ભરતા. ઘી અને બટર માત્ર 10 ગ્રામ જ લગાવતા જેથી કેલેરી વધુ ન થઈ જાય. તેના સિવાય એ સવારમાં ઉઠતાની સાથે જ એક લીટર પાણી પીતા અને ત્યારબાદ એક કપ બ્લેક કોફી કે ગ્રીન ટી પીતા હતા. ત્યારબાદ તેઓ વર્કઆઉટ શરૂ કરતા.
નાસ્તો:- 200 મિલી દૂધ કે દહીં, 75 ગ્રામ પનીર કે 60 ગ્રામ ચીઝ, 100 ગ્રામ લીલી શાકભાજી, સ્નેક્સ.
સવારનું ભોજન:- 40 ગ્રામ ઘઉંનો લોટ ( રોટલી કે પરાઠા), 30 ગ્રામ સોયાબીન ( પીસીને લોટમાં મેળવીને રોટલી કે પરાઠા બનાવવા ), 10 ગ્રામ ઘી કે બટર ( રોટલી કે પરાઠા પર લગાવવા અથવા શાક બનાવવા ), 35 ગ્રામ કાચા રાજમાં કે દાળ અથવા છોલે નું શાક,150 ગ્રામ સલાડ, સ્નેક્સ
રાત્રિનું ભોજન:- 45 ગ્રામ ઘઉંનો લોટ લઇ તેની રોટલી, 35 ગ્રામ સોયાબીનને પીસીને લોટમાં મેળવીને તેની રોટલી, 8 ગ્રામ ઘી કે બટર રોટલી પર કે શાક બનાવવા, 35 ગ્રામ કાચા રાજમાં કે દાળ અથવા છોલે નું શાક 150 ગ્રામ સલાડ, 1 ચમચો કેસીન પ્રોટીન ( રાત્રે સુતા પહેલા ) અલકા આગળ જણાવે છે કે જેમ તેમનું વજન ઓછું થતું ગયું તેમ તેમ તેમને ફૂડ ની માત્રા ઓછી કરી, કારણ કે વજન ઓછું કરવા માટે મેન્ટેનન્સ કેલેરી થી ઓછું ખાવાનું હોય છે.
હોમ એક્સરસાઇઝથી વજન ઓછું કર્યુ:- અલકા આગળ જણાવે છે કે તેમનું વધુ વેટ હોમ એક્સરસાઇઝથી જ ઓછું થયું હતું. કારણ કે તેમને જ્યારે ફિટનેસ જર્ની શરુ કરી હતી ત્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું. તેમની દીકરી ખૂબ જ નાની હતી તેથી સંક્રમણ ફેલાવવાના કારણે તેઓ જીમ જતા ન હતા, કારણ કે જીમ સૌથી સંક્રમિત જગ્યાઓમાંથી એક હોય છે. તેઓ દરરોજ સવારમાં પાંચ વાગ્યે ઊઠીને વર્કઆઉટ કરતા હતા વર્કઆઉટમાં વધુમાં વધુ એક્સરસાઇઝ બોડી વેટથી કરવાની હોય છે.
જેમાં પુસઅપ, જમ્પિંગ જેક, ક્રન્ચેસ, બર્પી, માઉન્ટેન ફ્લાઈંગ જેવી બેઝિક એક્સરસાઇઝ હતી. તેના સિવાય ડમ્બલ થી વર્કઆઉટ કરવાના હોય છે, જેમાં ડેડલિફ્ટ, સ્કવોર્ટ, સોલ્ડર પ્રેસ, બેન્ચ પ્રેસ, બાઈસેપ્સ કર્લ નો સમાવેશ હતો. તેના સિવાય ચાલવાના સ્ટેપ વધારવા માટે તેઓ દરરોજ ના 10,000 કદમ ચાલતા હતા. તેઓ કોઈ વિડીયો જોઈ રહ્યા હોય અથવા ફોન પર વાત કરી રહ્યા હોય તો પણ ચાલતા જ રહેતા હતા. તેનાથી ચાલવાના સ્ટેપ વધારવામાં મદદ મળતી હતી. મગજને રિલેક્સ કરવા માટે ક્યારેક યોગ અને મેડિટેશન પણ કરતા હતા.
વજન ઓછું કરવા માટેની ટીપ્સ:- જે લોકો લાંબા સમયથી ચટપટુ ખાધેલું હોય તેઓ હેલ્દી ખાવાનું ખાઈને બોર થઈ શકે છે તો તમે જમવાનું બનાવવાની રીત બદલી શકો છો. જેથી જમવાનો સ્વાદ પણ વધશે અને જમવાની મજા પણ આવશે. તેમને જણાવ્યું કે વજન ઓછું કરવું એટલું મુશ્કેલ કામ નથી જેટલું લોકો વિચારી રહ્યા છે, પરંતુ હા જો કોઈ લોકો મહેનત નથી કરતા અને ખાવા પર જેમનો કંટ્રોલ નથી તેમના માટે કઠિન થઈ શકે છે. આજે અલકાજી પોતે ફિટનેસ ટ્રેનર બની ગયા છે.
તેઓ પોતાની ફિટનેસ જર્ની દરમિયાન એવું શીખ્યા કે મનમાં દ્રઢતા પૂર્વક વિચારી લઈએ તો માણસ કંઇ પણ કરી શકે છે. વેઈટ લોસ દરમિયાન તેમને કેટલીય વાર નિરાશા થઈ પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં અને આગળ વધતા રહ્યા.એટલા માટે જો તમારામાંથી કોઈ વજન ઓછું કરવા માંગતા હોવ તો તેમણે બી.એમ.આર થી ઓછી કેલેરી લેવી જોઈએ જો જીમ ના જઈ શકતા ન હોવ તો કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઇએ, ડાયટને સારી રીતે ફોલો કરવું,ઊંઘ સારી લેવી અને હોમ એક્સરસાઇઝ કરવી જોઈએ.