આપણે રોજ ભોજનમાં શાક, રોટલી, દાળ-ભાત વગેરે કરીએ છીએ, પણ ઘણી વાર બધાને રોટલી શાકથી કંઈક અલગ ખાવાનું મન થાય જે જલ્દી ત્યાર થઇ જાય અને મહિલાઓને પણ ગરમીમાં રાહત મળે તે માટે આજે અમે તમને એકદમ દેશી અને સ્વાદિષ્ટ ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની પરફેક્ટ રેસિપી તમારી માટે લઈને આવિયા છીએ તો આવો જાણીએ સંપૂર્ણ માહિતી.
ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની સામગ્રી:- 1 કપ પાણી, ½ કપ અડદની દાળ, 1 કપ પાણી, 1 ચમચી ચણાનો લોટ, ½ કપ ઘઉંનો લોટ, ¼ ચમચી હળદર, ચપટી હિંગ, ચપટી અજમો, ½ ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ, ટામેટા સમારેલા,
ઢોકળી માટે – લાલ મરચું પાવડર, આદુની પેસ્ટ, 1 લીલા મરચાની ચીરી, 1 ચમચી ગોળ, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લીંબુનો રસ, તડકા માટે – 1 ચમચી તેલ, 1 ચમચી કોથમીર બારીક સમારેલી, જીરું, રાઈ, 1 લવિંગ, 6-7 મેથીના દાણા, તજ, 1 સૂકું લાલ મરચુ, નાની ચપટી હિંગ, 5-6 મીઠાલીમડાના પાન.
ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની રીત:- દાળને સાફ કરી ધોઈને 20 મિનીટ માટે પાણીમાં પલાળી રાખવી. ત્યાં બાદ પ્રેશર કુકરમાં દાળ અને એક કપ પાણી ઉમેરો, તમે કપડામાં મગફળી નાખીને બાંધીને પછી પ્રેશર કૂકરમાં મૂકો, પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને 6-7 સીટીઓ થવા દો. ત્યાર બાદ તમે એક બાઉલમાં ઘઉંનો લોટ ઉમેરો તેમાં બધા મસલા, થોડું તેલ છાટીને લોટ બાંધીને 15 મિનીટ માટે સાઈડમાં રાખી દો.
ત્યાર પછી લોટમાંથી લુવા કરી ને રોટલી વણી લો, પછી તેના નાના નાના ટુકડા કરી લો. હવે કુકર ખોલીને મગફળીની પોટલી બાર કાઢી લો. મગફળી સાઈડમાં મૂકી દો. દાળમાં 2 કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. પછી તેમાં મીઠું, આદુની પેસ્ટ, હળદર પાવડર, મરચું પાવડર, ટામેટા અને લીલા મરચા નાખો, થોડો ગોળ ઉમેરી બધું મિક્સ કરી અને ચડવા દો.
હવે એક પેનમાં રાઈ, જીરું, મેથીનાં દાણા તજ, લવિંગ, તમાલપત્ર ઉમેરો તેમાં સાથે મગફળી અને લીબુંનો રસ ઉમેરી દો, હવે દાળને ફરી એકવાર ઉકાળો અને તેમાં રોટલીના ટુકડા એટલે કે ઢોકળી ઉમેરી તેને 2 થી 3 મીનીટ પકવા દો અને દાળ ઢોકળી પર થોડુ ઘી નાખો એટલે તમારી આ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ ઢોકળી ત્યાર થઇ જશે.
મિત્રો કેવી લાગી તમને આ ગુજરાતી દાળ ઢોકળીની રેસિપી.. જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આ માહિતી આગળ બેહનોને જરૂર શેર કરજો.. રોજ આવી બેસ્ટ સરળ રેસિપીને લગતી ટીપ્સ મેળવવા માટે જોડાઈ જાવ અમારી સાથે…તમે આગળ કઈ રેસિપી શીખવા માંગો છો તે કોમેન્ટ માં જણાવજો જેથી કરી અમે તમને તેના વિશે બેસ્ટ સરળ રેસિપી લઈને લાવીશું..આભાર…