શું તમારો પણ એવા લોકોમાં સમાવેશ થાય છે કે જેમને વારંવાર પાચન થી જોડાયેલી સમસ્યા રહે છે? જો આનો જવાબ હા હોય તો એક યોગ મુદ્રા દ્વારા તમને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. આવો જાણીએ એવી પુષણ મુદ્રા વિશે.
મુદ્રા એક એવી સાંકેતિક હાવભાવ છે જેમાં આંગળીઓ અને હાથની એક અલગ જ સ્થિતિ હોય છે. આ પ્રકારની આંગળીયો અને હાથ ની સ્થિતિ તમે ઘણીવાર ડાન્સ કરતી વખતે, પેન્ટિંગ કરતા સમયે, કે મૂર્તિમાં જોઈ હશે. મુદ્રા આપણા દેશ અને વિશેષ ધર્મ માં તેનુ સાંસ્કૃતિક મહત્વ છે. કહેવામાં આવે છે કે અલગ અલગ મુદ્રાઓ કેટલાય પ્રકારે લોકોના સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. એવું કહેવામાં આવે છે કે આ મુદ્રાઓ શરીર દ્વારા એનર્જી ના પ્રવાહ ને પ્રભાવિત કરે છે. તમને જણાવી દઈએ કે મુદ્રા દ્વારા બધા જ પ્રકારની એનર્જી ને સંતુલિત કરી શકાય છે. જેમકે, ગ્રહણશીલ ઊર્જા અથવા પ્રાણવાયુ અને સમાન વાયુ વગેરે.તેના સિવાય એસીમલેશન અને અલીમિનેશન પણ શરીરમાં ઉર્જા ને સંતુલિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
પુષણ મુદ્રા શું છે?:- શરીરની અંદર મુખ્ય રૂપે ત્રણ વાયુ હોય છે, જે પ્રાણ, વ્યાન અને અપાન ના નામ થી ઓળખાય છે. તમને જણાવીએ કે પુષણ મુદ્રા આ ત્રણેય વાયુ પર લાભ પ્રદાન કરે છે. આના દ્વારા જઠરાગ્નિ મજબૂત બને છે, તણાવ ઓછો થાય છે અને યાદશક્તિ માં પણ વધારો થાય છે. તેના સિવાય સૌથી જરૂરી આ તમારી પાચન ક્રિયા ને પૂર્ણ રૂપે તંદુરસ્ત રાખવામાં ઉપયોગી છે.
પુષણ મુદ્રા ના ફાયદા:- પુષણ મુદ્રા કોઈ બીમારી નો ઉપચાર નથી, પરંતુ આ પેટ ફુલવું, ઉબકા, વધુ પડતું ભોજન કર્યા બાદ ની સ્થિતિ વગેરે માં દરેક પ્રકારની ગૈસ્ટ્રીક સમસ્યાઓને દૂર કરે છે. શારીરિક સમસ્યાઓ સિવાય પુષણ મુદ્રા ચિંતા અને તણાવ ને પણ દૂર કરે છે. સાથે જ આ માનસિક અને ભાવનાત્મક તણાવ થી પણ રાહત આપે છે.
પુષણ મુદ્રા સીધા હાથથી કરવાની વિધિ:- બીજી બધી મુદ્રાની સરખામણી માં પુષણ મુદ્રા દરમિયાન હાથની સ્થિતિ અલગ અલગ રહેશે. આમાં તમારા જમણા હાથની આંગળિયો ગ્રહણશીલ સ્થિતિ માં રહેશે. જયારે ડાબા હાથની આંગળિયો એલેમિનેટિંગ સ્થિતિ માં રહેશે. વળી, આ મુદ્રા જમણા હાથથી શરૂ કરવી. આમાં તમારી મધ્ય આંગળી અને પહેલી આંગળીને અંગૂઠાના ટોચ પર દબાવો. આમાં તમારી અનામિકા આંગળીને અને ટચલી આંગળી ને ફેલાવીને રાખવાની છે. સાથે જ તમારી હથેળી ઉપર ની તરફ રહેશે. આ મુદ્રા દ્વારા મધ્ય થી અધિક ભોજન બાદ એસિડ રીફલક્સ સ્થિતિ માંથી રાહત મેળવી શકાય છે. આગળ ની પોઝીશન ગેસ, કબજીયાત અને પેટ ફુલવાની સ્થિતિને નિયંત્રિત કરવામાં કામ આવી શકે છે. તેના માટે તમે રિંગ ફિંગર એટલે કે અનામિકા આંગળી અને ટચલી આંગળી ને અંગુઠાથી દબાવો. હવે આ દરમિયાન પહેલી અને મધ્ય આંગળીઓ ખુલ્લી રહેશે અને હથેળી ઉપર ની તરફ રહેશે.
ઉલ્ટા હાથ થી પુષણ મુદ્રા કરવાની વિધિ:- ઉલ્ટા હાથથી પુષણ મુદ્રા ગેસ્ટ્રીક સમસ્યાઓ માટે કરવામાં આવે છે. તેના માટે ઉલ્ટા હાથની મધ્ય આંગળી અને અનામિકા આંગળીને અંગુઠાથી દબાવો. તમારી પહેલી અને ટચલી આંગળી બહારની તરફ ખુલ્લી રહેશે. સાથે જ હથેળી ઉપર ની તરફ રહેશે. હવે તમારા હાથો ને પાછળના ભાગના ઝાંઘ પર રાખો. આની સાથે શ્વાસ લેતા લેતા આંગળીઓથી અંગૂઠા પર દબાવ વધારો અને શ્વાસ છોડતાં દબાવ ઓછો કરો અને રિલેક્સ કરો.
તમે આ મુદ્રાનો અભ્યાસ કોઈ પણ સ્થિતિમાં કરી શકો છો. જેમકે તમે વજ્ર મુદ્રા કે અનુગ્રહ મુદ્રા દરમિયાન કરી શકો છો. જાણકારી માટે આ મુદ્રાઓ પાચનક્રિયાને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરે છે. આ મુદ્રાને પાંચ મિનિટના અંતરમાં દરરોજ 45 મિનિટ સુધી કરી શકો છો. સાથે જ આ મુદ્રાને કોઈપણ સમયે કરી શકાય છે.