આજના યુગમાં નાની ઉંમરની વ્યક્તિ થી માંડીને મોટી ઉંમર સુધીના લોકો ને ગઠીયો વા પરેશાન કરે છે. ગઠિયા વા માં સાંધાઓ ઘણા દુખે છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં 180 મિલિયનથી વધુ લોકો ગઠિયા વા થી અસરગ્રસ્ત છે. ડાયાબિટીસ,એડ્સ,કેન્સર જેવી ગંભીર બીમારીઓની તુલનામાં ગઠીયો વા ઝડપથી ફેલાઈ રહ્યો છે. લગભગ ૧૫ ટકા ભરતીઓને ગઠિયા વા ની બીમારી માં ડોક્ટરની જરૂર પડે છે. ડોક્ટર જણાવે છે કે સાંધાની આ બીમારી સાંધા ની આસપાસ સોજો આવવાથી થાય છે. કેટલીક વાર વ્યક્તિને વાગવાથી કે બીમારીના કારણે સાંધા ઇજાગ્રસ્ત થવાથી અને માસપેશીઓના તણાવના કારણે સાંધામાં દુખાવો અને થાકનો અહેસાસ થાય છે.
સ્વાસ્થ્ય અને માનવ વિજ્ઞાન વિભાગ અનુસાર બ્રોમેલિન ગઠિયા વા થી રાહત આપવામાં ખૂબ જ ફાયદાકારક છે. બ્રોમેલિન એક ઉત્સેચક છે જે અનાનસ ના રસ માંથી નીકળે છે અને ભારતમાં તે સરળતાથી મળે છે. ગઠિયા વા માં બ્રોમેલિન નુ સેવન ઘણુ ફાયદાકારક સાબિત થયું છે. અમેરિકી સ્વાસ્થ્ય અને માનવ વિજ્ઞાન વિકાસ મુજબ, બ્રોમેલિન ગઠિયા રોગ થી પીડાતા લોકો માટે વરદાન રૂપ છે. જો તમે ઈચ્છો તો એને ઘરે પણ બનાવી શકો છો. તો આવો જાણીએ ઘરે બનેલા આ રસના ફાયદા વિશે, પરંતુ સૌથી પહેલા જાણીશુ બ્રોમેલિન વિશે.
આ એક એવો ઉત્સેચક છે કે જે અનાનસ માંથી અને તેના રસમાંથી કુદરતી રીતે જ પ્રાપ્ય થતાં ઉત્સેચકોનું મિશ્રણ છે. પૂરક રૂપમાં ઉપલબ્ધ બ્રોમેલિન ને પ્રોટીયો્લાઈટિક ઉત્સેચક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે બ્રોમેલિન નો ખોરાક કેટલાય પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાઓનો ઈલાજ કરે છે
વિશેષરૂપે સોજાથી જોડાયેલી બીમારીનો આ એક શ્રેષ્ઠ ઇલાજ છે. આ પાચનક્રિયામાં વધારો કરે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં શ્રેષ્ઠ કામ કરે છે. સામાન્ય રીતે ભોજનની વચ્ચે તેને લેવામાં આવે છે. ઔષધિય ગુણોના રૂપમાં અનાનસને દક્ષિણ અમેરિકા, ચીન, દક્ષિણ પશ્ચિમ એશિયા માં કેટલીય પરંપરાઓમાં માન્યતા આપવામાં આવી છે.
ઘરે બનાવેલું આ પીણું સોજામાં આપે રાહત:- જે લોકોને હંમેશા સાંધામાં દુખાવાની ફરિયાદ રહે છે તેમને અવશ્ય અનાનસના રસનું સેવન કરવું જોઈએ. સાંધાના દુખાવાના દર્દ ને રાહત આપવાવાળો આ રસ, બંને પ્રકારનાં ગઠિયાના લક્ષણને દૂર કરવામાં ફાયદાકારક છે. એક રિપોર્ટ મુજબ ગઠિયાના લક્ષણોને દૂર કરવા માટે જીવનશૈલીમાં બદલાવ ની સાથે સ્વસ્થ આહાર પર પણ ધ્યાન આપવું જરૂરી બને છે. એક અધ્યયન પ્રમાણે અનાનસનો રસ સોજાને ઝડપથી ઓછો કરવામાં અસરકારક છે. આ એક ખાટ્ટા સ્વાદ વાળું ફળ છે, જે વિટામિન સી અને ઉત્સેચક બ્રોમેલિનથી ભરપૂર છે.
દર્દ નિવારણ દવાઓ કરતાં પણ વધારે અસરદાર છે બ્રોમેલિન:- સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે અનાનસમાં બ્રોમેલિન ના કેવળ દુખાવાથી રાહત આપે છે પરંતુ સોજાને પણ ઓછો કરવામાં અસરકારક છે. વળી, આ સર્જરી, સાઇનસ, પેઢા અને શરીરના અન્ય અંગની બીમારી માં ઘણો ઉપયોગી છે. આ ક્રોનિક, ઓસ્ટીઓઆર્થરાઇટીસ, કેન્સર, માંશપેશીઓ, પાચન સમસ્યાઓ ના દુખાવામાં રાહત આપે છે. એક સમીક્ષા પ્રમાણે બ્રોમેલિન દર્દ નિવારણ દવાઓની તુલનામાં ઘણું ફાયદાકારક છે.
અનાનસનો રસ પીવાના ફાયદા:- તાજુ અનાનસ કે તેનો રસ પીવો એ એકબીજાના પૂરક રૂપ જેવા છે. આનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. અનાનસ માંથી મળી આવતાં પોલીફેનોલ્સના રૂપમાં જાય છે કાર્બનિક સંયોજન ઓસ્ટીઓઆર્થરાઇટીસના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. અનાનસમાં ફાયબર વધુ પ્રમાણમાં હોય છે. એના સેવનથી કોલેસ્ટ્રોલ અને કેન્સરના જોખમો ઘણા ઓછા થઈ જાય છે.
બ્રોમેલિન ના નુકસાન:- આ રસને પીવાથી જે લોકોને એલર્જી હોય તેમને તકલીફ થઈ શકે છે. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આનુ સેવન સુરક્ષિત નથી. બ્રોમેલિન કેટલીક દવાઓ સાથે આડ અસર કરી શકે છે જેવી કે એન્ટિબાયોટિક એમોક્સિલિન. જો તમે દવાઓ લેતા હોય તો બ્રોમેલિન લેતા પહેલા ડોક્ટર થી વાતચીત કરી લેવી.
જો આને લેવાથી તમને ખંજવાળ નો અહેસાસ થાય તો તૈયારીમાં જ આનુ સેવન બંધ કરી દેવું જોઈએ. ગઠિયાના રોગમાં રાહત મેળવવા માટે જીવનશૈલીમાં બદલાવ અને સ્વસ્થ ખાવાની આદતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ધ્યાન રાખો કે તમારું ભોજન રંગબેરંગી શાકભાજી અને ફળોથી ભરેલું હોવું જોઈએ. ફળ, શાકભાજી, સ્ટાર્ચ યુક્ત ખોરાક, માંસ, માછલી ઈંડા, બિન્સ, દૂધ અને ડેરી ઉત્પાદક દરેક વસ્તુમાં મધ્યસ્થતા રાખીને ખાઓ. વધારે વજન વધવાથી તમારા ઘૂંટણો, પગની ઘૂંટી અને પગ ના સાંધા પર દબાણ વધશે. જેથી દુખાવાની સમસ્યા વધી શકે છે.