આજના સમયમાં પાંચ મહિના ના બાળક થી લઈને 65 વર્ષના વયોવૃદ્ધ સુધી દરેકને મોબાઈલ નો ક્રેઝ વધી ગયો છે. તેમાંય ખાસ કરીને બાળકો મોબાઈલ માટે અત્યંત જીદ કરતા નજરે ચડે છે. તેનું મુખ્ય કારણ છે કોરોનાવાયરસ માં લાગેલું લોકડોઉન. કોરોના વાયરસ રોગચાળાએ ઘણા લોકોની જીવનશૈલીને મોટી અસર કરી છે, બાળકો પણ તેમાંથી એક છે. લોકડોઉન ની બાળકો ની દિનચર્યા પર અત્યંત ઘેરી અસર થઇ છે. જેનાથી બાળકોમાં સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર અને ટીવીની લત સામાન્ય બની ગઈ છે.
દરેકની લાઈફ સ્ટાઈલ નોર્મલ થઇ ગયા બાદ પણ બાળકો પોતાનો વધુને વધુ સમયે મોબાઇલમાં જ વિતાવે છે. જેનાથી તેમની શારીરિક અને માનસિક ગ્રોથ પર પણ અસર પડે છે. બાળકોની આ આદત માતા-પિતા માટે મોટી સમસ્યા બની ગઈ છે. એવામાં જો તમે ઈચ્છો તો કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને બાળકોની આ આદતને ચપટીમાં છોડાવી શકો છો.
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સ્ક્રીનની આગળ વધુ સમય વિતાવવાથી બાળકોની શારીરિક ગતિવિધિઓ જ સીમિત નથી થઈ પરંતુ તેની માનસિક અસર પણ જોવાય છે. એવામાં કેટલાક બાળકો તણાવ, ચીડિયાપણું, ચીડીયા અને ગુસ્સાનો શિકાર બનવા લાગ્યા છે. જોકે જો માતા-પિતા ઇચ્છે તો કેટલીક ખાસ ટિપ્સ અપનાવીને બાળકોને સ્માર્ટફોન ની આદત સરળતાથી છોડાવી શકે છે.
1)બાહ્ય રમતને પ્રોત્સાહન:- બાળકોમાં શારીરિક ગતિવિધિઓમાં વધારો કરવા માટે તેમને બહારની રમતો રમવા માટે કહેવું. સાથે જ બાળકોને તેમના મિત્રો સાથે વધુ થી વધુ સમય આઉટડોર ગેમ્સ રમવાની સલાહ આપવી. તેનાથી બાળકો ફોન ને બિલકુલ યાદ નહીં કરે અને તેમની આ ફોન ની આદત ધીમે ધીમે છૂટી જશે.
2)પ્રકૃતિ પ્રત્યે લગાવ કરાવો:- બાળકોનું ધ્યાન ફોન અને ટીવીની સ્ક્રીનથી ડાઇવર્ટ કરવા માટે તેમણે પ્રકૃતિ પ્રેમ કરવાનું શીખવવું. તેના માટે બાળકોને સમય-સમય પર વૃક્ષ અને છોડ, જાનવર અને પક્ષીઓથી જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકત જણાવવી. સાથે જ બાળકોને આજુબાજુના બગીચા અને તળાવની પણ શેર કરાવવી.
3)પુસ્તકો પ્રત્યે પ્રેમ:- ઓનલાઈન ક્લાસ અને ઇન્ટરનેટ આ સમય દરમિયાન બાળકોને પુસ્તકો હાથમાં લેવાના લગભગ છોડી દીધા છે. એવામાં બાળકોને પુસ્તકો વાંચવાની માટે પ્રેરિત કરવા. તેના માટે તમે બાળકોને તેમની પસંદગી ની સ્ટોરી બુક અને કાર્ટૂન બુક પણ ગિફ્ટ કરી શકો છો.
4)ઘરકામમાં સહાયતા લેવી:- ઘરનું કામ કરતા સમયે બાળકોને પણ વધુ થી વધુ સમયે તમારી સાથે વ્યસ્ત રાખવાની કોશિશ કરવી. ઘરમાં કપડાં સૂકવવા, રૂમની સાફ-સફાઈ, કિચન ના નાના મોટા કામમાં બાળકોની મદદ લેવી. સાથે જ કામ કરતા સમયે બાળકો સાથે મસ્તી કરવાનું પણ ન ભૂલવું. જેનાથી બાળકો તમારા કામમાં મદદ તો કરશે જ સાથે ફોનથી પણ દૂર રહેશે
5)ફોનમાં લગાવો લોક:- બાળકોને ફોન થી દુર રાખવા માટે તમે ફોન માં લોક પણ લગાવી શકો છો તેના માટે બાળકને ફોન રાખવાનો સમય અને કલાક નિર્ધારિત કરી લેવા અને તે સમય દરમિયાન જ ફોન નો લોક ખોલી ને આપવું.
(પ્રસ્તુત લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. આની પર અમલ કરતાં પહેલાં એક્સપર્ટ થી સંપર્ક અવશ્ય કરો.)