મિત્રો ક્યારેક આપણને આપણું શરીર ભારે ભારે થઇ ગયું હોય એવું લાગે છે. જો આવું લાગે તો તમે દરરોજ ઓલિવ ઓઈલથી બોડી મસાજ કરી શકો છે. ત્વચાની સુંદરતા વધારવી હોય કે પછી સ્વસ્થ રહેવું હોય, એક્સપર્ટ ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આમાં હાજર ગુણ વાળને જાડા અને લાંબા બનાવી શકે છે. વજન ઘટાડવા માટે પણ ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. ઓલિવ ઓઈલના ગુણોની ચર્ચા જેટલી કરીએ તેટલી ઓછી છે.
આપણામાંથી કેટલાક લોકો ખાવામાં કે પછી સ્કિનની સુંદરતા નિખારવા માટે પણ ઓલિવ ઓઈલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારે આનો ઉપયોગ મસાજ ઓઇલ રૂપમાં કર્યો છે? જી હા સરસવ અને નારિયેળ તેલની જેમ ઓલિવ ઓઈલને પણ મસાજ ઓઇલ રૂપમાં શામેલ કરી શકાય છે. નિયમિત રૂપે ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી શરીરને અનેક લાભ થાય છે.
જૈતુનના તેલથી માલીશ કરવાના ફાયદા:- જૈતૂન ના તેલથી માલીશ કરવાથી સ્થૂળતા, અનિદ્રા, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે .તેના સિવાય આના બીજા અનેક ફાયદા છે.
1) મગજને રિલેક્સ કરે:- નિયમિત રૂપે ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી માનસિક સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ તમારા મગજને શાંત કરે છે. જેનાથી અલ્ઝાઇમર, ડિમેંશિયા જેવી સમસ્યાઓ દૂર થઇ શકે છે. તેના સિવાય ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી ડિપ્રેશન ને પણ દૂર કરી શકાય છે.
2) ડાયાબિટીસમાં ફાયદાકારક:- વર્જિન ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી ડાયાબિટીસમાં થતી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આ તમારા શરીરમાંથી શુગરના સ્તરને ઓછું કરે છે. એટલું જ નહીં ઓલિવ ઓઇલ ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને જાળવી રાખવામાં તમારી મદદ કરે છે.
3) સોજો દૂર કરે:- ઓલિવ ઓઈલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ઉપલબ્ધ હોય છે જે શરીરમાંથી સોજાને દૂર કરવામાં તમારી મદદ કરે છે. વિશેષરૂપે ગઠીયો વા અને ગાઉટમાં થતી સમસ્યાઓના કારણે સોજો અને લાલાશ ને દુર કરવા માટે અસરગ્રસ્ત જગ્યા પર આ તેલની માલિશ કરવાથી સોજો દૂર કરી શકાય છે.
4) વાળ માટે ફાયદાકારક:- ઓલિવ ઓઈલમાં ફેટી એસિડ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય આ અનેક પ્રકારના એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આમાં હાજર વિટામીન ઈ વાળની શુષ્કતા દૂર કરે છે. જો તમે નિયમિત રૂપે વાળમાં ઓલિવ ઓઇલથી મસાજ કરો છો તો તેમાં ડેન્ડ્રફ, ડેમેજ વાળ, બે મોઢાવાળા વાળથી છુટકારો મળે છે.
5) વજન ઘટાડે:- ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી વજન ઘટાડી શકાય છે. નિયમિત રૂપે ઓઇલથી મસાજ કરવાથી મગજને રિલેક્સ કરી શકાય છે. આ તમારી ઊંઘની સમસ્યાને પણ દૂર કરે છે. અનિદ્રાની સમસ્યાથી વજન વધવનું જોખમ રહે છે. ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી વજન ઘટાડી શકાય છે.
6) બ્લડ પ્રેશરમાં સુધારો કરે:- ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી બ્લડ પ્રેશરમાં સુધારો કરી શકાય છે. આ તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને બૂસ્ટ કરે છે, જેનાથી બ્લડ પ્રેશરની સમસ્યાઓ દૂર કરી શકાય છે.
7) ત્વચા માટે સ્વાસ્થ્યવર્ધક:- ચહેરા પર ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી સ્કિનમા નમી જળવાઈ રહે છે. આ એક સારુ મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ છે. તેના સિવાય ઓલિવ ઓઈલમાં વિટામિન એ અને ઈ ઉપલબ્ધ હોય છે. જે સ્કિનની કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રૂપે ઓલિવ ઓઈલથી ચહેરાની મસાજ કરવાથી કરચલીઓ દૂર થાય છે અને ત્વચા રહે છે એકદમ સુંદર.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay