મિત્રો શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અતિ લાભકારક હોય છે. શાકભાજીના નજીવા ગુણો વિશે આપણને ખબર હોતી નથી. ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે કે જેમાં પાણી ની ભરપૂર માત્રા હોય અને શરીર માટે જરૂરી પોષક તત્વો શામેલ હોય. ઉનાળાની ઋતુમાં મળતું શાક ભીંડામાં પણ એવા ગુણકારી તત્વો ઉપલબ્ધ હોય છે. પરંતુ શું તમે જાણો છો ભીંડાનું પાણી આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભીંડાનું પાણી શરીરમાં બ્લડ શુગરને મેનેજ કરે છે.
શરીર માટે લાભદાયક ભીંડા:- શરીરને ફાયદો પહોંચાડતા પોષક તત્વો હોય છે. આમાં ફાઇબર, વિટામિન બી 6 અને ફોલેટ ની ભરપૂર માત્રા હોય છે. વિટામીન બી ડાયાબિટીક ન્યૂરોપેથી ને વધતા અટકાવે છે અને હોમોસિસ્ટાઈન ના લેવલને ઓછું કરે છે. જે શરીરમાં ડાયાબિટીસનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. સાથે જ ભીંડા ની અંદર પાણીમાં દ્રાવ્ય ફાઇબર ઉપલબ્ધ હોય છે જે શરીરમાં શુગરને સ્થિર રાખે છે.
બ્લડ શુગર કેવી રીતે રહે છે નિયંત્રિત?:- ભીંડામાં ન માત્ર ઓછી કેલેરી હોય છે પરંતુ આ પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર નો પણ ખૂબ સારો સ્ત્રોત છે. આ તત્વોના કારણે શરીરમાં ફાઇબર લાંબા સમય પછી તૂટે છે અને લોહીમાં શુગર અત્યંત ધીમી ગતિથી રિલીઝ થાય છે. આ જ કારણ છે કે ભીંડા શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે.
તેના સિવાય ભીંડામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ ઓછું હોય છે અને એ વાત સાબિત થઈ ચૂકી છે કે ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળી વસ્તુઓ આપણા બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસ એસોસીએશન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડાને ખુબ સારો વિકલ્પ માને છે.
કેવી રીતે તૈયાર કરવું ભીંડા નું પાણી?:- સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કહે છે કે ભીંડા નું પાણી શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખી શકે છે તેના માટે સૌથી પહેલા પાંચ છ ભીંડા લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ચપ્પુની મદદ વડે ભીંડાને બે લાંબા ભાગમાં કાપી લો. એક જારમાં ભીંડાના કાપેલા ટૂકડાંને આખી રાત પાણીમાં પલાળીને રહેવા દો. અને બીજી સવારમાં તેને પાણીમાંથી નીચવીને બહાર કાઢી લો. બ્લડશુગરને નિયંત્રિત રાખવા માટે ભીંડાનું પાણી હવે તૈયાર છે. તેનું સવારમાં નરણા કોઠે સેવન કરો.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay