નિરંજન ફળ એક આયુર્વેદિક ઔષધી છે અને સંપૂર્ણ રીતે કાચી જડીબુટ્ટી છે. જે તેની કુદરતી સ્થિતિમાં છે. સામાન્ય રીતે જો તમે આને બજારમાંથી ખરીદો છો તો સાફ કરેલું જ મળે છે. દુકાનમાંથી ખરીદેલા નિરંજન ફળનો સારુ રહેવાનો સમય એક વર્ષનો હોય છે પરંતુ એક્સપર્ટ આનો ઉપયોગ 6 મહિના સુધી કરવાનો કહે છે. આનો ઉપયોગ કરતા પહેલા તેને એક વાર સરસ રીતે ધોઈને સૂકવી લેવું જોઈએ.
પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આને ધોયા પછી એકદમ સારી રીતે સૂકવી લેવા જોઈએ જો એમાં સહેજ પણ નમી રહેશે તો બગડવાની સંભાવના રહે છે. કારણ કે તે ફૂગ પ્રત્યે એકદમ સંવેદનશીલ હોવાથી તેને તૈયારીમાં ફૂગ લાગી જાય છે. નિરંજન ફળ ને જ્યારે તમે દુકાનમાંથી ખરીદીને લાવો ત્યારે તેને કાચના કે સ્ટીલના એર ટાઈટ ડબ્બામાં ભરો જેથી તે ખરાબ ન થાય. આ ફળ નો ઉપયોગ પાઉડરના સ્વરૂપમાં કરી શકાય છે. નિરંજન ફળ ના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
1. અલ્સર ઘટાડવા માં સહાયકારી:- કેટલાય પ્રકારની બીમારીઓથી ગ્રસ્ત લોકો માટે નિરંજન ફળ અત્યંત ફાયદાકારક છે. અલ્સરના રોગીએ પણ આ ફળનું સેવન કરીને પોતાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે. આનું સેવન કરવાથી અલ્સર કાં તો ધીમું પડી જાય છે અથવા સમાપ્ત થઈ જાય છે. તેથી તમે અલ્સર માં પણ આનું સેવન કરી શકો છો.
2. બવાસીર ના ઉપચારમાં:- કેટલાય લોકો લગભગ બવાસીર ની સમસ્યાથી પરેશાન રહે છે. આ ફળની વિશેષ વાત એ છે કે આ ખૂબ જ સસ્તા મળે છે. એક રૂપિયાનું એક ફળ સરળતાથી મળી જાય છે. પાઇલ્સ થી પીડિત લોકો રાત્રે સૂતા સમયે એક નિરંજન ફળ ને અડધા ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવું. સવારમાં ખાલી પેટે તેને પાણીમાં મસળીને તે પાણી પી જવું. આમ કરવાથી પાઇલ્સ ની સમસ્યામાં ખૂબ જ રાહત થાય છે.
3. ગર્ભાશય થી થતા રક્તસ્ત્રાવ ને રોકે:- જ્યારે ગર્ભાશય માંથી વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય તો એક નિરંજન ફળ ને રાત્રે એક કપ પાણીમાં પલાળી દો સવારમાં ખાલી પેટે આ ફળને પાણીમાં જ મસળીને પી જાઓ. જો ફાઇબ્રોઇડ્સ અતિ ઘાતક ન હોય, તો આ ઉપચાર દુખાવો અને રક્તસ્રાવને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.
4. આ વાતોનું ધ્યાન રાખવું:- ડોકટરની સલાહ લીધા વગર ગર્ભવતી સ્ત્રી અને બાળકોએ આ આયુર્વેદિક ઔષધી નું સેવન ન કરવું જોઈએ. પરંતુ વધુ યોગ્ય તો એ જ રહેશે કે આનો કોઈ પણ રીતે ઉપયોગ શરૂ કરતાં પહેલાં પોતાના ફેમિલી ડોક્ટરની આ વિષયમાં યોગ્ય સલાહ લેવી જોઈએ.
નોંધ – આ લેખમાં જણાવવામાં આવેલ નિરંજન ફળના ફાયદા સામાન્ય જાણકારી માટે આપવામાં આવેલા છે. જો આને તમારા વ્યવહારિક જીવનમાં સામેલ કરવા ઈચ્છતા હોવ તો તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.