ભારતમાં મોટા ભાગના લોકો વજન ઘટાડવાના પ્રયત્નો કરતા રહે છે. વજન ઘટાડવું એ કોઈ સરળ કામ નથી. ખોરાક, રહેણી કરણી અને શરીરની પ્રકૃતિ એ વજન વધવાના મુખ્ય કારણો છે. વજન ઘટાડવા માટે આપણે આપણી પ્રકૃતિ નો સહારો લઇ શકીએ છીએ જેમકે, આપણો દેશ વૃક્ષો અને વનસ્પતિઓથી ભરપુર છે. આ વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં એક લીમડાનું વૃક્ષ છે જે આપણા સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી છે. લીમડા માં છુપાયેલા ગુણોની ચર્ચા જેટલી કરીએ તેટલી ઓછી છે.
આના મૂળ થી લઇ ને પાંદડા સુધી દરેક ભાગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી કેટલાક લોકો પોતાની સમસ્યા દૂર કરવા લીમડાનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો વજન ઓછું કરવા માટે લીમડાના ફૂલ નો ઉપયોગ કરી શકાય છે ? તો તેના જવાબમાં હા, લીમડાના ફૂલ ત્વચાથી લઈને શરીરની અનેક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. સાથે જ તેનાથી વજન પણ ઘટાડી શકાય છે. આજે આ લેખ દ્વારા આપણે લીમડાના ફૂલોના ઉપયોગથી વજન કેવી રીતે ઘટાડાય છે અને તેનો ઉપયોગ કરવાની રીત જાણીશું.
લીમડાના ફૂલ થી કેવી રીતે વજન ઘટાડી શકાય:- વજન ઓછું કરવા માટે લીમડાના ફૂલ અને પાંદડા નું સેવન કરવાથી ફાયદો થાય છે. શરીરની કેલરી ને ખૂબ જ ઝડપથી બર્ન કરવામાં તમારી મદદ કરે છે. લીમડામાં મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવાનો ગુણ હોય છે. મેટાબોલીઝમ બૂસ્ટ થવાથી ખાવાનું પચવામાં સરળતા રહે છે. એવામા લીમડાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. જો તમારે વજન ઘટાડવું હોય તો લીમડાનાં પાન કે ફુલનું સેવન કરી શકો છો.
વજન ઓછું કરવા માટે લીમડાના ફૂલોનો ઉપયોગ:-
1. પાન કે ફૂલોનું સેવન:- વજન ઘટાડવા માટે લીમડાના પાનની જેમ તેના ફૂલોનું પણ સેવન કરી શકાય છે. તેના માટે સવારમાં ઉઠીને તાજા તાજા લીમડાના ફૂલ તોડી લેવા. ત્યારબાદ તે ફૂલો ને ધોઈને સવારમાં ખાલી પેટે ખાવા. આ જ પ્રમાણે તમે લીમડાના કુણા પાન પણ ખાઈ શકો છો. આ વજન ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક છે.
2. લીમડાના ફૂલ અને મધ:- વજન ઘટાડવા માટે તમે ફૂલ અને મધનું પણ સેવન કરી શકો છો. આને સેવન કરવા માટે લીમડાના ફૂલ સરસ રીતે વાટી લેવા અથવા હાથથી મસળી લેવા. હવે તેમાં એક ચમચી મધ મિક્ષ કરવું. ત્યારબાદ તેમાં તમે એક ચમચી લીંબુનો રસ પણ નાખી શકો છો. સવારમાં ખાલી પેટે આ મિશ્રણનું સેવન કરવું. આ મિશ્રણનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જે કેલેરી બર્ન કરવામાં ફાયદાકારક છે. આનાથી તમારું વજન ઝડપથી ઘટી શકે છે.
3. લીમડાના ફૂલની ચા:- લીમડાના ફૂલોની ચા પીવાથી પણ શરીરનું વજન ઘટી શકે છે. આને તૈયાર કરવા માટે એક કપ પાણીમાં લીમડાનાં તાજાં ફૂલો ને ઉકાળવા, હવે આ પાણીમાં થોડો આદુનો રસ મેળવીને આ ચાનું સેવન કરવું. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે આખા દિવસ દરમિયાન એક કપ ચાનું જ સેવન કરવું.
આ ચાનુ સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટવા લાગે છે. વિશેષરૂપે ચરબી ને ઘટાડવા માટે આ ચા અત્યંત અસરકારક છે. વજન ઘટાડવા માટે લીમડાના પાન અને સાથે જ ફૂલોનું પણ સેવન કરવાથી તમારા માટે લાભદાયક બની શકે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે આ ફૂલોનું સેવન કરતાં પહેલાં તમારા ડોકટરનો સંપર્ક કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay