આપણી આસપાસ કુદરતી વનસ્પતિ નો ખજાનો છે. આ વનસ્પતિઓ પોતાના કુદરતી ગુણો વડે આપણા શરીર માં અનેરી તાજગી અને તંદુરસ્તી ભરી દે છે. આવી વનસ્પતિ માં લીમડા નો સમાવેશ થાય છે. લીમડાને આયુર્વેદમાં પણ અસરકારક ઔષધિ માનવામાં આવે છે. લીમડા માં હાજર ગુણો શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. લીમડાના પાન, જડ, થડ, ફૂલ અને ફળ દરેક શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. લીમડાનો ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે.
લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી લોહી સાફ થાય છે અને સ્કિન સારી બને છે. આમાં હાજર એન્ટી ફંગલ ગુણ, એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ અને એન્ટી બેક્ટીરિયલ ગુણ શરીર માટે અત્યંત ઉપયોગી છે. લીમડાંના ફૂલોનો પણ ઉપયોગ અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ દૂર કરવા માટે અત્યંત ફાયદાકારી છે. લીમડાના ફૂલોનું શરબત સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આમાં હાજર પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક શરીરના આંતરિક અંગોને સાફ રાખે છે અને હેલ્ધી રાખવાનું કામ કરે છે. તો આવો જાણીએ લીમડાના ફૂલનું શરબત પીવાથી સ્વાસ્થ્યને કયા ફાયદા મળે છે અને તે કેવી રીતે તૈયાર કરી શકાય છે?
લીમડાના ફૂલનું શરબત પીવા ના ફાયદા:- લીમડાના ફૂલનો ઉપયોગ દક્ષિણ ભારતમાં અનેક વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. હૈદરાબાદ માં સૌથી વધારે લીમડાના ફૂલનો ઉપયોગ શરબત બનાવવા માટે કરવામાં આવે છે. આ શરબત ગરમીની ઋતુમાં શરીર માટે અત્યંત ફાયદાકારક છે. ન્યુટ્રીશીયનના જણાવ્યા પ્રમાણે લીમડાના ફૂલનું શરબત પેટ માટે સારું અને પાચનતંત્રને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.તો આવો જાણીએ લીમડાના ફૂલનું શરબત પીવા ના ફાયદા
1) પેટ માટે અત્યંત ફાયદાકારક:- લીમડાનાં ફૂલમાં હાજર ગુણ પેટ માટે અત્યંત ફાયદાકારક છે. આમાં હાજર ગુણ પેટને સાફ અને પાચનતંત્ર ને હેલ્ધી રાખવા માટે અત્યંત ઉપયોગી છે. કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યામાં લીમડાના ફૂલનું શરબત અતિ ઉપયોગી છે. આનું સેવન કરવાથી તમારા પેટમાં હાજર કીડા ની સમસ્યા દૂર કરી શકાય છે. આમ, એવું કહી શકાય કે લીમડાના ફૂલનું શરબત સંપૂર્ણ રીતે પેટને હેલ્ધી રાખવા માટે ફાયદાકારક છે.
2) ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ઉપયોગી:- લીમડાના ફૂલોમાં એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ ઉપલબ્ધ હોય છે. ત્વચાથી જોડાયેલી સમસ્યાઓમાં લીમડાના ફૂલોનું શરબત પીવું અત્યંત ફાયદાકારી છે. આનુ સેવન કરવાથી ચહેરા પર દાણા, ખીલ, ફોડલીયો વગેરેની સમસ્યા માં ફાયદો થાય છે. ત્વચા પર ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે પણ લીમડાના ફૂલનું શરબત પીવું જોઈએ. લીમડાના ફૂલનું શરબત પીવાથી તમારી સ્કિન ચમકદાર અને સમસ્યાઓથી મુક્ત બની જશે.
3) ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી:- લીમડાના ફૂલો માં હાજર ગુણ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરની ઇમ્યુનિટી મજબૂત થશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે. આજના સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ પણ સૌથી પહેલા એવા લોકોને થઈ રહ્યું છે કે જેના શરીરની ઇમ્યુનિટી કમજોર છે. શરીરની ઇમ્યુનિટી ખાનપાન અને લાઈફ સ્ટાઈલના કારણે પ્રભાવિત થાય છે. શરીરની ઇમ્યુનિટી વધારવા માટે લીમડાના ફૂલનું શરબત પીવું લાભદાયક છે.
4) ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે લાભદાયી:- ઉનાળાની ઋતુમાં વધારે તાપમાનના કારણે સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ થાય છે. આ ઋતુમાં થતા તાપમાનના પ્રભાવથી શરીરને બચાવવા માટે લીમડાના ફૂલનું શરબત પીવું ફાયદાકારક છે. જૂના સમયમાં લોકો ભયંકર ગરમીથી બચવા માટે મોટાભાગે લીમડાના ફૂલનું શરબત પીતા હતા. આનો ઉપયોગ ગરમીથી, લૂ કે હિટવેવની સમસ્યાથી બચવા માટે અત્યંત ફાયદાકારક છે.
5) વજન ઘટાડવા માટે ઉપયોગી:- લીમડાના ફૂલોથી બનેલું શરબત પીવાથી તમારું વજન ઘટાડવામાં પણ ફાયદો થાય છે. દરરોજ આનું સેવન કરવાથી સરળતાથી વજન ઘટાડી શકાય છે. લીમડાના ફૂલો માં હાજર ગુણ વજન ઓછું કરવા અને શરીરને હેલ્ધી રાખવા માટે ફાયદાકારી છે.
લીમડાના ફૂલોનું શરબત બનાવવાની રીત:- લીમડાના ફૂલોનું શરબત બનાવવા માટે સૌથી પહેલા લીમડાના ફૂલો ને સ્વચ્છ કરી લો. ત્યારબાદ એક જગમાં ઠંડુ પાણી લઇને તેમાં ગોળ નો પાવડર મેળવો. હવે તેને સરસ રીતે મેળવીને એક ગ્લાસમાં કાઢી લો. હવે ગ્લાસમાં એક ચમચી લીમડાના ફૂલ નાખો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી કાળા મરી પાવડર મેળવો. હવે તેમાં અડધી નાની ચમચી પીસેલું આદુ મેળવો અને કાચી કેરીના ટુકડા પણ નાખો.
આને હળવા હાથે મેળવીને કેટલાક સમય માટે રહેવા દો, થોડીવાર પછી તેનું સેવન કરો. લીમડાના ફૂલોનું શરબત ના સિવાય લીમડાના ફૂલ ની ચા પણ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. તમે વજન ઘટાડવા માટે લીમડાના ફૂલની ચા નું સેવન પણ કરી શકો છો. કોઈપણ પ્રકારની બીમારી કે સમસ્યામાં આનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.