ડાયાબિટીસ એક એવો રોગ છે જેના કારણે દર્દીના પગમાં પરેશાની થઇ શકે છે, હૃદય સંબંધિત અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે કે આંખ પણ ખરાબ થઈ શકે છે. ડાયાબિટીસનો રોગ ધીમે ધીમે આખા શરીરને અસર કરે છે. જો સમય રહેતા આ બીમારીનો ઇલાજ ન કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ બીમારી આખા વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહી છે પરંતુ ભારતમાં તેની સૌથી વધુ અસર જોવા મળે છે. તેથી ભારતને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી પરંતુ આમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલ કરવું અતિ આવશ્યક બની રહે છે.
જો શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન ન હોય તો, શરીર ખાંડનો ઉપયોગ કરવા યોગ્ય ઊર્જામાં બદલવા માટે સંઘર્ષ કરે છે. ડાયાબિટીસ થવાથી શરીર દ્વારા પર્યાપ્ત ઇન્સ્યુલિનનું ઉત્પાદન થઈ શકતું નથી. આ એક હોર્મોન છે, જેને સ્વાદુપિંડ બનાવે છે. અને શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થવાથી કેટલાય પ્રકારની ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે.
ડાયાબિટીસ થી હૃદયરોગ અને સ્ટ્રોક જેવી ઘાતક અને જટિલ સમસ્યાઓનું જોખમ વધી જાય છે. તમને લાગે કે તમારું બ્લડ શુગર ઓછું નથી થઈ રહ્યું તો જલદીથી ડોક્ટરનો સંપર્ક કરવો. કેટલીક કુદરતી દવાઓ બ્લડ શુગર ઓછું કરવા માટે મદદ કરે છે. તમે આને તમારી દવાઓ સાથે પણ લઈ શકો છો.
મેગ્નેશિયમ:- મેગ્નેશિયમ નો ખોરાક લેવાથી ઈન્સ્યૂલિન પ્રતિરોધક થી બચી શકાય છે. ડાયાબિટીસના રોગીઓ પોતાના મૂત્રમાં વધુ પ્રમાણમાં મેગ્નેશિયમ ખોઈ દે છે કારણ કે તેમનું શરીર વધુ પડતી ખાંડ થી છુટકારો મેળવવાની કોશિશ કરે છે. ખાવામાં માત્ર સો મિલીગ્રામ મેગ્નેશિયમ લેવાથી ડાયાબિટીસનું જોખમ પંદર ટકા સુધી ઓછું થઈ જાય છે.
ક્રોમિયમ:- તમે ક્રોમિયમ થી ભરપૂર વસ્તુઓ જેવી કે દાળ, માંસ, બ્રોકોલી, બટાકા, આખું અનાજ અને કેટલાક મસાલા સામેલ કરી શકો છો. કારણકે ક્રોમિયમ ઈન્સ્યુલીનના પ્રભાવને વધારે છે. તેનો મતલબ એ છે કે આનાથી ખાંડ વધું સારી રીતે ઊર્જામાં પરિવર્તિત થાય છે. ક્રોમિયમ એવું તત્વ છે જેનો ઉપયોગ કાર્બોહાઈડ્રેડ ના ચયાપચન માં કરી શકાય છે. ક્રોમિયમ ની ગોળીઓ બજારમાં મળે છે તેનું પણ સેવન કરી શકાય છે.
તજ:- ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગરનું લેવલ ઓછું કરવા માટે તજ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. એક અધ્યયન દ્વારા જાણવા મળે છે કે તજને આખું ખાવાથી કે તેનો રસ પીવાથી બ્લડ સુગર ઓછું કરવામાં મદદ મળે છે. બજારમાં તેની ગોળીઓ પણ મળે છે જેનું સેવન કરી શકાય છે. તજ નો ઉપયોગ સેંકડો વર્ષોથી અનેક દવાઓમાં કરવામાં આવે છે.
નોંધ – આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે આ કોઈપણ પ્રકારે કોઈ દવા નો વિકલ્પ ન હોઈ શકે. આનું સેવન કરતાં પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો.