મિત્રો શિયાળાની ઋતુમાં વાળનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. શિયાળામાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. આ સમયે વાતાવરણમાં ખૂબ જ ઠંડક હોય છે, જે વાતાવરણને શુષ્ક બનાવવાની સાથે વાળની નમી પણ છીનવી લે છે. કેટલાક લોકો આ સમસ્યાને દૂર કરવા માટે અનેક પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે.
આ પ્રોડક્ટ કેટલાક સમયે માટે વાળને રાહત પ્રદાન કરે છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ વાળ માટે નુકસાનદાયક બની શકે છે. આવી સ્થિતિમાં ખરતા વાળની સમસ્યાને દૂર કરવા માટે આ આયુર્વેદિક ટિપ્સ ની મદદ લઈ શકાય છે. આ આયુર્વેદિક ટિપ્સને અનુસરીને તમે વાળ ને મજબૂતી પ્રદાન કરવાની સાથે જ વાળ ને ચમકદાર બનાવી શકો છો. તો આવો જાણીએ ખરતા વાળની સમસ્યાને દૂર કરવા માટે આયુર્વેદિક ટિપ્સ વિશે.
1) આમળાનો મુરબ્બો:- આમળાનો મુરબ્બો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, આયર્ન, ઓમેગા 3 અને વિટામિન સી વગેરે ઉપલબ્ધ હોય છે. આમળાનો મુરબ્બો દરરોજ ખાવાથી ઇમ્યુનિટી વધવાની સાથે વાળ ખરવાની સમસ્યા સરળતા થી દૂર થાય છે. નિયમિત રૂપે આમળાના મુરબ્બાનું સેવન કરવાથી વાળને ઝડપથી વધારવામાં મદદ મળે છે અને સ્કેલ્પ પણ સ્વસ્થ રહે છે.
2) વાળની મસાજ:- જી હા, આ આયુર્વેદિક ટિપ્સ ની મદદથી પણ હેરફોલ ને રોકી શકાય છે. વાળમાં તેલ લગાવવાથી વાળને પોષણ મળે છે અને વાળ મજબૂત પણ બને છે. અઠવાડિયામાં એક કે બે વાર હુંફાળા તેલથી વાળને મસાજ અવશ્ય કરો. આમ કરવાથી વાળ ઝડપથી વધશે.
3) એલોવેરા:- એલોવેરા ના ઉપયોગ થી પણ હેર ફોલ ને સરળતાથી રોકી શકાય છે. એલોવેરા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરવા માટે તેને સ્કેલ્પ અને વાળ પર સરળતાથી લગાવી શકાય છે. આ વાળને પોષણ આપીને તેને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
4) ગોળ:- શિયાળામાં અને નિયમિત ગોળ ખાવાથી પણ હેર ફોલ થતાં અટકાવી શકાય છે. ગોળ પાચન તંત્ર ને મજબૂત કરવાની સાથે હિમોગ્લોબિન પણ વધારે છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને મોસમી બીમારીઓથી પણ શરીરનું રક્ષણ થાય છે. ગોળ ખાવાથી વાળને મજબૂતી મળે છે અને વાળ સ્વસ્થ રહે છે.
5) લીલા પાંદડા વાળા શાકભાજી:- વાળને ખરતા અટકાવવા માટે શાકભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ. લીલા પાંદડા વાળા શાકભાજીમાં કેલ્શિયમ, બીટા કેરોટીન અને વિટામિન સી વગેરે ઉપલબ્ધ હોય છે. જે વાળને ખરતા અટકાવવાની સાથે વાળને લાંબા અને મજબૂત પણ બનાવે છે. ઘરે બનાવેલા ભોજનનો જ વધુ આગ્રહ રાખવો. જંકફૂડનું સેવન વાળ ખરવાનું કારણ બની શકે છે.
(નોંધ : આ આયુર્વેદિક ટિપ્સ ની મદદથી વાળને ખરતા રોકી શકાય છે. પરંતુ જો તમે વાળ પર કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તો બ્યુટી એક્સપર્ટ અથવા ડોક્ટર ને પૂછ્યા બાદ જ આનો ઉપયોગ કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay