પાન એક એવી વસ્તુ છે જેણે આપણે ક્યારેક ને ક્યારેક તો ખાધું જ હશે. જમ્યા બાદ મુખવાસ રૂપે નાગરવેલના પાન ખવાય છે. ચૂનો લગાવીને પણ ઘણા ખાય છે. તેના સિવાય કેટલાક લોકો પાન ને અલગ અલગ વસ્તુઓ સાથે ખાય છે . પાન યોગ્ય રીતે ખાવાથી શરીર માટે લાભદાયક બની શકે છે. વિશેષ રૂપે નાગરવેલના પાન માંથી તૈયાર કરેલા પાણીને પીવાથી શરીરની અનેક સમસ્યાઓમાં લાભ થાય છે.
આયુર્વેદાચાર્યનું કહેવું છે કે નાગરવેલના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં કફ દોષને દૂર કરી શકાય છે. આ શરદી, કફ અને ઉધરસમાં રાહત અપાવે છે. તેના સિવાય આ બીજી અનેક સમસ્યાઓમાં ફાયદા કારક છે. નાગરવેલના પાનને પાણીમાં નાખીને પીવાથી પાચનમાં ગડબડ ને ઠીક કરી શકાય છે. તેના સિવાય આ અનેક રીતે લાભદાયક છે આવો જાણીએ તે વિશે.
1) પાચન:- નાગરવેલના પાનનું પાણી પીવાથી પાચન પ્રક્રિયા મજબૂત બનાવી શકાય છે. આ ઝાડા, ઉલટી કબજિયાતથી આરામ અપાવે છે.જો તમને આ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો નાગરવેલના પાનથી તૈયાર કરેલ પાણી પી શકો છો.
2) શરદી-કફ:- શરદી, કફ અને ઉધરસ થી રાહત અપાવવા માટે નાગરવેલના પાન ફાયદાકારક છે. આ ગળામાં ખરાબી અને કફને દૂર કરી શકે છે. નાગરવેલના પાનમાં હાજર એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ ગળામાં સોજાથી રાહત અપાવે છે. આ કફને બહાર કાઢવામાં અસરકારક છે.
3) કબજિયાત:- કબજિયાતની સમસ્યાથી સંઘર્ષ કરી રહેલા લોકો માટે આ લાભદાયક છે. આ મળ ત્યાગવાની સમસ્યાને દૂર કરે છે સાથે જ શરીર માં સોજાની સમસ્યાથી પણ રાહત અપાવે છે. જો કે ધ્યાન રાખવું કે જો તમને કબજિયાતની સમસ્યા વધારે થઈ રહી હોય તો આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
4) મોઢાની દુર્ગંધ:- મોઢાની દુર્ગંધથી રાહત મેળવવા માટે નાગરવેલના પાનથી તૈયાર પાણીનું સેવન કરવું. નાગરવેલના પાનથી મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે.સાથે જ આ દાંતને પણ ચમકાવવામાં અસરકારક છે. તેનાથી ઓરલ હેલ્થ ખૂબ જ સારું રહે છે.
5) ડાયાબિટીસ:- નાગરવેલના પાનમાંથી તૈયાર પાણી પીવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે, જે ડાયાબિટીસમાં થતી સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. એવામાં આ પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક સાબિત થાય છે.
નાગરવેલના પાન નું પાણી કેવી રીતે તૈયાર કરવું?:- નાગરવેલના પાનનું પાણી તૈયાર કરવું ખૂબ જ સરળ છે. તેના માટે સૌથી પહેલા પાંચ થી છ પાન લો. હવે આ પાનને સારી રીતે ધોઈ લો ત્યારબાદ ત્રણ ગ્લાસ પાણી લો. હવે આને એક વાસણમાં નાખો અને નાગરવેલ ના પાન નાખીને ઉકાળો. જ્યારે પાણી ઉકળીને એક ગ્લાસ રહી જાય તો તેને ગાળીને ઠંડુ થવા માટે છોડી દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય એટલે તેને દિવસમાં ત્રણ વાર પીવો તેનાથી સ્વાસ્થ્ય ને ઘણા જ ફાયદા થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay