આજની ભાગદોડ ભરેલી જિંદગી અને વ્યસ્તતાના કારણે અથવા સમય ના અભાવે લોકો મોટાભાગે સવારનો નાસ્તો છોડી દે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો દિવસની પહેલી ડાયટ હોય છે. દિવસની શરૂઆત કરવા માટે આપણા શરીરને એનર્જી ની જરૂરિયાત હોય છે, જે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તાથી મળે છે. 12 કલાકથી વધુ અંતરાળ પછી સીધું ભોજન કરવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. સવારનો નાસ્તો ન કરવાથી અનેક સાઇડ ઇફેક્ટ થઈ શકે છે જેની પર ધ્યાન આપવું જોઈએ.
નાસ્તો ન કરવાથી આ પ્રમાણે સાઇડ ઇફેક્ટ થઈ શકે છે
1) વજન વધવું:- જ્યારે તમે બપોર સુધી પોતાને ભૂખ્યા રાખો છો તો શરીર હાઈ કેલરીવાળા ભોજનને તરસે છે. આ રીતે તમે તમારી ભૂખને ઓછી કરવા માટે મીઠું અને ફેટ યુક્ત ભોજન કરો છો જેનાથી વજન વધવા લાગે છે.
2) ડાયાબિટીસનું જોખમ:- જ્યારે તમે નાસ્તો કરવાથી ચૂકી જાવ છો અને લાંબા અંતરાળ પછી જમો છો, તો તમારા શરીરને એનર્જી પ્રદાન કરવા માટે તમારું બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. લોકોને ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ અધિક રહે છે.
3) ઉન્માદ:- એક અભ્યાસ પ્રમાણે જે લોકો નાસ્તો નથી કરતા તેઓ માનસિક બીમારીથી પીડિત થઈ શકે છે. મગજના કોષો કાર્યને પ્રતિબંધિત કરે છે અને તમારી સંજ્ઞાનાત્મક ક્ષમતાઓ ઘટે છે જે ડિમેન્શિયા એટલે કે ઉન્માદ જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે.
4) માઇગ્રેન:- બ્રેકફાસ્ટ ન કરવાથી શુગર લેવલ ઓછું થાય છે જેનાથી પરિણામ એ આવે છે કે તમારું બીપી વધી જાય છે શરૂઆતમાં માથાનો દુખાવો સામાન્ય થઇ શકે છે, જે બાદમાં ગંભીર માઈગ્રેનમાં બદલાઈ જાય છે .
5) મેટાબોલિઝમ પર અસર:- આપણા શરીરને સવારમાં કામ કરવા માટે એનર્જી ની આવશ્યકતા હોય છે. જ્યારે તમે દિવસની પહેલી ડાયટ છોડો છો તો તે મેટાબોલિઝ્મ એક્ટિવિટીમાં અટકાયત કરે છે અને પ્રક્રિયાને ધીમી કરી દે છે.
6) ઇમ્યુનિટી ઘટાડે:- નાસ્તામાં આવશ્યક પોષક તત્વો હોય છે જે શરીરની ઈમ્યૂન સિસ્ટમને જગાડવા, બેક્ટેરિયા અને વાયરસ થી લડવા માટે જરૂરી હોય છે. નાસ્તો ન કરવાથી તમારું ઇમ્યુનિટી સિસ્ટમ સારી રીતે કામ કરી શકતું નથી, જેમાંથી તમે વારંવાર બીમારીઓનો શિકાર બનો છો.