સાકર ને વિશેષ રૂપથી પ્રસાદી કે માઉથ ફ્રેશનર ના રૂપે ખાવામાં આવે છે. પરંતુ આ શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણી ફાયદાકારક છે. આમાં વિટામીન, કેલ્શિયમ આયર્ન અને એન્ટી ઓક્સિડેન્ટ હાજર હોય છે. સાકર ના સેવન થી પેટની સમસ્યા અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં મદદ મળે છે. બજારમાં સરળતાથી સાકર મળી રહે છે. વિશેષરૂપે મંદિરમાં ભગવાનને સાકર નો ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ સાકર અતિ પ્રિય છે. પરંતુ શું તમે જાણો છો ભગવાનને સાકર કેમ ધરાવાય છે અને સાકરને ઔષધિના રૂપમાં ઉપયોગ કેમ કરવામાં આવે છે? વિસ્તારપૂર્વક જાણવા માટે આગળ વાંચતા રહો. આજે અમે તમને દોરાવાળી સાકર કેવી રીતે બનાવાય અને તેનાથી જોડાયેલી પ્રત્યેક વસ્તુ વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.
સાકર શું છે:- આપણા દેશમાં સાકરને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેના કારણે જ સાકર ને આપણે ભગવાનને ભોગ રૂપે ધરાવીએ છીએ. સાકર આપણા દેશમાં એક પ્રકારે મીઠાઈ જ ગણાય છે. સાકર જોવામાં ખાંડ જેવી જ હોય છે અને તેના ક્રિસ્ટલ પણ ખાંડ જેવા જ સફેદ હોય છે. પરંતુ સાકર બનાવવાની રીત ખાંડ કરતાં અલગ હોય છે, તેથી જ ખાંડ અને સાકર માં ઘણુ બધું અંતર છે.
સાકર અને ખાંડ માં શું અંતર છે? આપણે એ સમજી નથી શકતા કે શેરડી નો રસ કારખાનામાં અલગ પ્રક્રિયાથી કાઢવામાં આવે છે અને તેમાંથી જ સાકર અને ખાંડ બને છે. તો સાકર ખાંડ થી અલગ કેવી રીતે અથવા તો સાકર અને ખાંડ માં શું અંતર હોય છે. હકીકતમાં સાકર શેરડીના રસમાંથી જ અલગ પ્રક્રિયાઓ દ્વારા બનીને નીકળે છે, પરંતુ એ વાત પણ સાચી છે કે સાકરને બનાવવામાં કોઈપણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં નથી આવતો. સાકર ખાંડનું કુદરતી રૂપ છે. અને તેના ક્રિસ્ટલ કુદરતી રૂપે બને છે.
જ્યારે શેરડીના રસમાંથી બધી જ અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે અને એક મોટો ઘોળ તૈયાર કરવામાં આવે છે. આ ઘોળમાં એક દોરો ડુબાડવામાં આવે છે અને દોરાને ડુબાડ્યા બાદ તેને લટકાવી દેવામાં આવી છે જેનાથી કુદરતી રૂપે અને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા ક્રિસ્ટલ બને છે જે એકદમ શુદ્ધ હોય છે. એટલા માટે જ સાકરને ઔષધિના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ સાકર અને ખાંડ બનાવવાની પ્રક્રિયાને સમજીશું જેનાથી આપણે સાકર અને ખાંડ વચ્ચેનું અંતર સરળતાથી સમજી શકીએ.
ખાંડ કેવી રીતે બનાવવામાં આવે છે:- સૌથી પહેલાં શેરડીના ખેતરમાંથી સારી ગુણવત્તાવાળી શેરડી ને ખાંડ ના કારખાના માં ભેગી કરવામાં આવે છે. ત્યારબાદ મશીન દ્વારા શેરડીમાંથી રસ કાઢવામાં આવે છે, મશીનો દ્વારા કાઢવામાં આવેલા રસમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ હોય છે. આ અશુદ્ધિઓને વિવિધ પ્રક્રિયા નો ઉપયોગ કરીને કાઢવામાં આવે છે. આ પ્રકારની અશુદ્ધિઓ ને કાઢ્યા બાદ એક ઘટ્ટ ઘોળ તૈયાર કરવામાં આવે છે. આ ઘટ્ટ ઘોળમાં કેમિકલની મદદ દ્વારા ક્રિસ્ટલ બનાવવામાં આવે છે જે સફેદ ક્રિસ્ટલ નીકળે છે તે જ ખાંડ હોય છે. ઉપર જણાવેલી માહિતી દ્વારા સમજાય છે કે ખાંડ બનાવવાની એક પ્રક્રિયા હોય છે અને આ પ્રક્રિયા વિવિધ સ્તરની હોય છે. જે ખાંડના ઉત્પાદન માટે અનિવાર્ય હોય છે.
દોરાવાળી સાકર કેવી રીતે બનાવાય:- જ્યારે સાકર બનાવવામાં આવે છે ત્યારે તેમાં દોરો હોય છે. આ દોરાને શેરડીના ઘટ્ટ ઘોળમાં ડુબાડવામાં આવે છે અને આ દોરાને લટકાવવામાં આવે છે જેનાથી સાકર ના ક્રિસ્ટલ પોતાની જાતે કુદરતી રૂપે કુદરતી પ્રક્રિયા દ્વારા બનવા લાગે છે. તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ પ્રમાણે આપણે ઉપર જોયું કે શેરડીના રસમાંથી કેમિકલ દ્વારા ખાંડ બનાવવામાં આવે છે. સાકર બનાવવા માટે પણ શેરડી નો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સાકર ખાંડ થી વધારે શુદ્ધ હોય છે જેનું મુખ્ય કારણ સાકર બનાવવાની પ્રક્રિયા છે.
દોરા વાળી સાકર ના શું ફાયદા છે?:- સામાન્યરૂપે મોઢાના છાલા પેટની ગરમી ના કારણે થાય છે. જો તમારા મોઢામાં છાલા પડ્યા હોય તો સાકર ની સાથે ઈલાયચી ની પેસ્ટ બનાવીને છાલા પર લગાવી દો જલ્દી આરામ મળશે. આંખોની રોશની માટે સાકર ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈને મોતિયાની સમસ્યા હોય તો તેઓએ જમ્યા બાદ નિયમિત રૂપથી સાકરનું પાણી બનાવીને તેનું સેવન કરવું જોઈએ જેનાથી મોતિયાની સમસ્યા મા રાહત થાય છે, સ્તનપાન કરાવતી મહિલાઓને સાકરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સાકર થી માતાના દૂધમાં વધારો થાય છે. કોઈ વ્યક્તિને ગળામાં ખરાશ હોય તો તેને સાકર ને મોઢામાં રાખવી જોઇએ જેનાથી ગળામાં ખરાશની સમસ્યામાં આરામ મળે છે. જો કાંકડાની સમસ્યા થઈ હોય તો સાકર, માખણ અને ઈલાયચીને એક સરખી માત્રામાં લઈને મેળવીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને સવાર અને સાંજે ઔષધિના રૂપે તેનું સેવન કરવું. તેનાથી જલ્દી આરામ થાય છે. સાકરનું નિયમિત રૂપે સેવન કરવાથી ડિપ્રેશનની સમસ્યા દૂર થાય છે.
સાકર અને વરિયાળી ના ફાયદા:- વરીયાળી સાથે સાકર ખાવાથી ભોજન સારી રીતે પચી જાય છે.
સાકર અને આમળાનું ચૂર્ણ ના ફાયદા:- સૂકા આમળા અને સાકરને સમાન માત્રામાં પીસીને બંને મેળવીને ચૂરણ તૈયાર કરવું. આ ચૂરણને સવાર-સાંજ લેવું, તેનાથી માથાના દુખાવાની સમસ્યામાં ખૂબ જ રાહત થાય છે. ઉપર જણાવેલ માહિતી દ્વારા જાણવા મળે છે કે સાકર ના અનેક ફાયદા છે. સાકર નું બીજું નામ રોક સુગર છે. સાકરને ખાંડનું જ બીજુ રૂપ કહેવાય છે.
સાકરનું પાણી શું છે અને સાકરના પાણી ના ફાયદા:- સાકર નું પાણી બનાવવા માટે રાત્રે સાકરને પાણીમાં મેળવીને એક વાસણમાં રાખી દો. સવારમાં સ્વાદ અનુસાર તેમાં ફુદીનો અને સંચળ નાખી લો. આ પાણીને તમે નિયમિત રૂપે ઉપયોગ કરી શકો છો. આ પાણી ગરમીના દિવસોમાં મોઢા ના છાલા, ગરમીના કારણે નાકમાંથી રક્તસ્ત્રાવ થવાની સમસ્યા, તથા શરીરની થકાવટ દૂર કરે છે. પ્રાચીન કાળમાં કોઈ મીઠાઈ બનાવવામાં સાકર નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ લેખ નો ઉદ્દેશ્ય માત્ર તમને સાકર વિશે સંપૂર્ણ જાણકારી આપવાનો છે. જેને જાણવું તમારા માટે અતિઆવશ્યક છે. જેથી દરેક પરિસ્થિતિમાં તમે સાકર ના ઔષધીય ગુણોનો લાભ લઇ શકો. સાકર સંપૂર્ણ રૂપે શુદ્ધ હોય છે.