આજના આ સમયમાં અશુદ્ધ ખાણીપીણી, વાળ માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ યુઝ કરવા, વાતાવરણમાં પ્રદૂષણ વગેરેના કારણે વાળની સમસ્યા વધતી જાય છે. શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ કરવાથી વાળ તૂટવા કે શુષ્ક થવાની સમસ્યા વધી રહી છે. વળી, ઠંડીમાં ડેન્ડ્રફ ની સમસ્યા પણ વધી જાય છે. જો તમે તમારા વાળને ઠંડીના દિવસોમાં વીન્ટર પ્રોબ્લેમ થી બચાવવા ઈચ્છો છો તો તમે હેર સિરમ નો ઉપયોગ કરી શકો છો. બજારમાં મળતા હેર સિરમ માં કેમિકલ હોય છે. પરંતુ તમારે કુદરતી રીત અપનાવી હોય તો ઘરે જ હેર સિરમ તૈયાર કરી શકો છો. હેર સિરમ તૈયાર કરવા માટે મેથી દાણાનો ઉપયોગ કરી શકાય છે. મેથી દાણા થી તમે ડીઆઇવાય મેથડ દ્વારા હેર સિરમ બનાવી શકો છો. આ લેખમાં અમે મેથી દાણા થી હેર સિરમ બનાવવાની રીત અને તેના ફાયદા વિષે ચર્ચા કરીશું.
મેથી દાણા થી હેર સિરમ બનાવવાની સામગ્રી:- મેથી દાણાનું હેર સિરમ બનાવવા માટે તમે મેથીના દાણા, કેસ્ટર ઓઇલ, બદામનું તેલ અને એક સ્પ્રે બોટલ લો. મેથી દાણા થી બનેલા હેર સિરમ ને તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. પ્રયત્ન એવો જ રાખવો કે હેર સિરમ ઓછી માત્રામાં બને જેથી તેનો ઉપયોગ જલદી થઈ જાય.
મેથી દાણા થી હેર સિરમ કેવી રીતે બનાવવું?:- મેથી દાણા થી તમે હેર સિરમ બનાવી રહ્યા હોવ તો આ સ્ટેપ્સ ફોલો કરો. મેથીના દાણાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનુ પાણી ગાળીને એક બાઉલમાં કાઢી લો. આ પાણીમાં તમે કેસ્ટર ઓઇલ મેળવો. આ મિશ્રણમાં બદામનું તેલ પણ મેળવો. આ મિશ્રણને હવે સ્પ્રે બોટલમાં નાખીને સરસ રીતે મિક્સ કરી લો. સ્પ્રે બોટલમાં તમે એલોવેરા જેલ ના ટીપા પણ નાખી શકો છો.
ડીઆઈવાય હેર સિરમ નો ઉપયોગ કેવી રીતે કરવો? :- હેર સિરમ નો ઉપયોગ કરવા માટે તમે પહેલા હેર સિરમ ને સ્પ્રે બોટલમાં ભરી લો. તમે હેર સિરમ ને સ્ટોર કરવા માટે ફ્રીઝમાં રાખી શકો છો. તમે સાફ અને ભીના વાળ પર સિરમ ને સ્પ્રે કરી શકો છો. તમારી પાસે સ્પ્રે બોટલ ન હોય તો નોર્મલ બોટલમાં પણ સિરમ ભરીને તેનો ઉપયોગ કરી શકો છો. ભીના વાળમાં આંગળીઓની મદદથી તમે સિરમને ફેલાવી શકો છો. કાંસકા ની મદદથી પણ તમે સિરમને વાળમાં ફેલાવી શકો છો. સિરમને તમે સ્પ્રે કરવાની જગ્યાએ સીધું વાળમાં લગાવી શકો છો.
મેથીનાં બીજ માંથી બનેલા સિરમ ને લગાવવાના ફાયદા:-
- જો તમે વાળમાં મેથીના બીજમાંથી સિરમ બનાવીને વાળમાં લગાવશો તો ડેન્ડ્રરફ ની સમસ્યા દૂર થશે.
- શિયાળામાં સ્કેલ્પ માં ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યા વધી જાય છે,આ સિરમ નો ઉપયોગ કરવાથી આવી સમસ્યા દૂર થશે.
- મેથી ના બીજ માં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે આનાથી તમારા વાળમાં ચમક રહે છે અને વાળ માં વોલ્યુમ દેખાય છે.
- મેથીના બીજમાં એન્ટી ફંગલ ગુણ હોય છે, જો તમને ડેંડ્રફની સમસ્યા હોય તો તમે મેથી ના બીજ થી બનેલ સિરમને લગાવવું જોઈએ.
- મેથીના બીજથી વાળને મજબૂતી મળે છે, તમે સિરમ ના રૂપે મેથીના બીજનો ઉપયોગ કરશો તો વાળ જળમાંથી મજબૂત બનશે અને તૂટતા અટકાવી શકાશો.
કેટલાક લોકોને એવું લાગે છે કે મેથી ના કારણે વાળનો કુદરતી રંગ ખરાબ થઈ જાય છે પરંતુ એવું નથી. મેથીના દાણા વાળ માટે ફાયદાકારક હોય છે, તેનાથી વાળનો વોલ્યુમ તમને વધતો જણાશે. તમે મેથી ના સિરમ ને વાળ ધોયા બાદ ભીના વાળમાં લગાવી શકો છો કે સુકાયા બાદ પણ લગાવી શકો છો.