દરેક ઋતુમાં વાળ માવજત માંગી લે છે. વાળનો ગ્રોથ વધારવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. મોંઘા હેર પ્રોડક્ટ્સ નો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આવા પ્રોડક્ટ કેમિકલયુક્ત હોવાથી વાળ પર આડ અસર થાય છે. તેથી આપણે વાળ માટે કોઈ કુદરતી વિકલ્પ શોધીએ તો વધુ સારું રહે. આવા કુદરતી વિકલ્પ માં લીંબુ નો સમાવેશ થાય છે. બજારમાં લીંબુના ભાવ આસમાન આંબી રહ્યા હોય, પરંતુ લીંબુની ઉપયોગીતા જોઈને લોકો તેને ખરીદી રહ્યા છે.
લીંબુ પોતાની ખટાસ ના કારણે વાનગીઓ ને ચટપટી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે, સાથે જ ગરમીમાં આ શરીરને ઠંડુ રાખવા માટે પણ અત્યંત ફાયદાકારક છે. લીંબુ સિટ્રિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, પેક્ટિન અને ફ્લેવોનોઇડ જેવા ફાયદાકારક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો લીંબુ તમારા વાળ માટે પણ અત્યંત ફાયદાકારક છે. તો આવો વાળ માટે જાણીએ લીંબુ ના ફાયદા.
લીંબુ થી વાળ માટે મળતા ફાયદા:- લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. લીંબુથી વાળના કોલેજન નું ઉત્પાદન વધે છે જેનાથી વાળનો ગ્રોથ વધે છે. લીંબુમાં એન્ટિફંગલ પ્રોપર્ટી હોય છે જેનાથી સ્કેલ્પ ની હેલ્થ સારી રહે છે અને સ્કેલ્પ માં ખીલ કે ડેન્ડ્રફની સમસ્યા નથી થતી. લીંબુનો ઉપયોગ સ્કેલ્પ અને ચોંટી ગયેલા વાળના ફોલિકલ્સને સાફ કરે છે. જો ફોલિકલ્સ ના છીદ્ર બંધ હોય તો ડેન્ડ્રફ અથવા વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. ઓઇલી સ્કેલ્પ થી છુટકારો મળે છે.
વાળના ગ્રોથ માટે લીંબુનો રસ કેવી રીતે છે ફાયદાકારક:- લીંબુનો રસ સ્કેલ્પમાં કોલેજનને બૂસ્ટ કરે છે. તેનાથી વાળનો ગ્રોથ ઝડપી બને છે. તેને લગાવવા માટે લીંબુનો રસ લો અને તેમા સરખા પ્રમાણમાં પાણી મેળવો. પાંચ મિનિટ માટે સરસ રીતે મસાજ કરો. ત્યારબાદ 10 મિનિટ પછી ધોઈ લો. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં એક વાર કરી શકો છો.
1. હેર ગ્રોથ માટે ઘરે બનાવો લીંબુ નું શેમ્પુ:- આ શેમ્પુ એ લોકો માટે એકદમ શ્રેષ્ઠ છે જે પોતાના સફેદ વાળને છુપાવે છે. એસીબી મહેંદી એક કુદરતી ડાય છે જેનાથી સ્કેલ્પ ની હેલ્થ પણ સારી રહે છે અને વાળ સફેદ થતાં પણ બંધ થાય છે. લીંબુ નું શેમ્પુ બનાવવા માટે મેંદી પાઉડરમાં એક ઈંડુ મેળવો અને તેમાં એક કપ ગરમ પાણી અને અડધા લીંબુનો રસ મેળવો. જાડી પેસ્ટ તૈયાર થયા બાદ વાળમાં લગાવો. ઓછામાં ઓછા બે કલાક લગાવીને રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી વાળને ધોઈ લો.
2. નારિયેળ પાણી સાથે લીંબુનો રસ મેળવીને વાળમાં લગાવો:- એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર નારિયેળ પાણી વાળ માટે સુરક્ષા કવચની જેમ કામ કરે છે. આ વાળને ઓક્સિડેટીવ નુકસાન થી બચાવે છે. વાળ માટે 1 મોટી ચમચી લીંબુના રસમાં 1 મોટી ચમચી નાળિયેરનું પાણી મેળવો. આ મિશ્રણને સ્કેલ્પમાં સરસ રીતે લગાવો. ત્યારબાદ સરસ રીતે મસાજ કરો. લગભગ ૨૦ મિનિટ બાદ વાળને માઈલ્ડ સલ્ફેટ ફ્રી શેમ્પૂથી ધોઇ લો. જરૂરત પડે તો કન્ડિશનર લગાવો તમે અઠવાડિયામાં માત્ર એક જ વાર આ ઉપાય કરી શકો છો. તમને આનું સારું પરિણામ જોવા મળશે.
3. ઓલિવ ઓઈલ સાથે લીંબુનો રસ:- ઓલિવ ઓઈલથી વાળનો ગ્રોથ વધે છે. આનાથી વાળ તૂટતા બંધ થાય છે. અને વાળમાં ચમક આવી જાય છે. બે મોટી ચમચી ઓલિવ ઓઇલ લો. એક ચમચી એરંડીયાનું તેલ લો. બે ટીપાં લેમન એસેન્શીયલ ઓઇલ લો અને બધું જ મેળવી લો. આ મિશ્રણને હળવું ગરમ કરી લો અને 15 મિનિટ વાળમાં મસાજ કરો. લગભગ 30 મિનિટ બાદ શેમ્પૂથી ધોઇ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આનો ઉપયોગ કરી શકો છો.
4. એલોવેરા સાથે લીંબુનો રસ:- એલોવેરાને તો વાળ માટે સૌથી સારું પ્રાકૃતિક વરદાન માનવામાં આવે છે. આમાં કન્ડિશનિંગ ના ગુણ હોય છે. આને લગાવવા માટે બે ચમચી તાજો એલોવેરા જેલ લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ મેળવો. વાળમાં સરસ રીતે મસાજ કર્યા બાદ અડધા કલાક પછી માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો.તમે ઈચ્છો તો અઠવાડિયામાં 1 થી 2 વાર આનો ઉપયોગ કરી શકો છો, વાળને કરી દેશે કાળા, ઘાટા અને લાંબા.
તો આવી રીતે તમે તમારા વાળ ના વિકાસ માટે લીંબુનો રસ અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ સાથે મેળવીને વાળમાં લગાવી શકો છો. લીંબુનો સીમિત માત્રામાં જ વાળ માં ઉપયોગ કરવો. આ રીતે વાળનો ગ્રોથ વધે છે અને સફેદ વાળથી પણ છુટકારો મળે છે સાથે જ વાળને મજબુત કરે છે. આ પ્રાકૃતિક ઉપચાર તમારા વાળને બિલકુલ પણ નુકસાન નહીં કરે.