આપણા દેશ કુદરતી વનસ્પતિ નો ખજાનો છે. કુદરતી વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ વનસ્પતિઓ આપણા શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. એવી જ એક છે ચમેલીની વેલ. ચમેલીના ફૂલ અને તેના પાંદડા દરેક પ્રકારના દુખાવા દૂર કરવા માટે ફાયદાકારક છે.
ચમેલી ની વેલ ને તમે તમારી આસપાસ જોઈ જ હશે. તેની સુગંધ લોકોને ખુબ જ સરસ લાગે છે. ચમેલીના ફૂલથી અત્તર અને પર્ફ્યુમ તૈયાર કરવામાં આવે છે. ચમેલી માં ઔષધીય ગુણ પણ હોય છે. આનો ઉપયોગ દુખાવો દૂર કરવા માટે કરવામાં આવે છે ચમેલીના ફૂલ સિવાય ચમેલીના પાન, ચમેલી ની છાલ નો પણ ઉપયોગ કરીને દુખાવો દૂર કરી શકાય છે. આ લેખ દ્વારા અમે તમને દુખાવો દૂર કરવા માટે ચમેલીનો ઉપયોગ અને તેની અલગ અલગ રીતો વિશે વાત કરીશું.
1. ચમેલીથી માથાનો દુખાવો દૂર કરવામાં ઉપયોગી :- ચમેલીની સુગંધથી મગજમાં શાંતિ મળે છે અને તેના ઉપયોગથી મન પ્રસન્ન રહે છે.જો તમને માથાના દુખાવાની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે તમે ચમેલીનો ઉપયોગ કરી શકો છો. માથામાં થતા દુખાવાને દૂર કરવા માટે ચમેલીના ફૂલ કે તેના લેપને અથવા ચમેલીના તેલને માથામાં લગાવીને માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે.
2. મોઢાના છાલા દૂર કરવા ઉપયોગી :- મોઢામાં પડતા છાલા અને તેનાથી થતા દુખાવા માં તમે ચમેલીના ફૂલ અને તેના પાનનો ઉપયોગ કરી શકો છો. ચમેલીના પાન ચાવવાથી મોઢાના છાલા અને તેના કારણે થતા દુખાવામાં રાહત મળે છે. ચમેલી ને તમે ચાવશો તો ઘાવ અને મોઢા ના છાલા પણ ઠીક થઇ જશે. ચમેલીના પાન ચાવીને થૂંકી દેવા. પાનને ગળવાના નથી.
3. પેઢા નો દુખાવો દૂર કરવામાં ઉપયોગી :- જો તમારા પેઢામાં દુખાવો હોય તો તેને દૂર કરવા માટે તમે ચમેલી ના પાન અને તેની છાલને પીસીને ઉકાળો બનાવો. આ ઉકાળો પીવાથી પેઢામાં થતા દુખાવામાં રાહત મળે છે.
4. દાદર, ખંજવાળ અને દુખાવો દૂર કરવામાં ઉપયોગી :- ચમેલીને પીસીને તમારે પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટને તમારી ત્વચા પર લગાવવાથી ખંજવાળ, અત્યંત દુખાવો કે બળતરા, દાદર વગેરેથી છુટકારો મેળવી શકાય છે. તમારે આ પેસ્ટને દરરોજ બે વાર લગાડવાની છે. જો કોઈ ઘાવ ઝેરીલો હોય તો પણ તમે ચમેલીના ફૂલની પેસ્ટ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઘાવ જલ્દી ઠીક થઈ જાય છે.
5. ઘાવ અને દુખાવો દુર કરે :- ઘાવ અને તેના કારણે થતા દુખાવાને દૂર કરવા કે મસલ્સ પેન ની સમસ્યાને દૂર કરવા માટે ચમેલીના પાન નો રસ કાઢીને ઉપયોગ કરી શકો છો. તમે દુખાવા વાળી જગ્યા પર તેલથી માલિશ કરો. સવાર-સાંજ માલિશ કરવાથી દુખાવો જલ્દી ઠીક થઈ જાય છે.
6. માસિકધર્મના દુખાવો દુર કરવામાં ઉપયોગી :- માસિકધર્મના દુખાવો દૂર કરવા માટે તમે ચમેલીના પાન ફૂલ, મૂળ બધાને બરાબર માત્રામાં પાણીમાં મેળવો. ત્યારબાદ પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પીય શકો છો. ચમેલીને ગાળીને ત્યારબાદ અડધો કપ સવાર-સાંજ પીવો. આનાથી માસિકધર્મમાં થતા દુખાવાથી રાહત મળે છે.
7. આંખ નો દુખાવો દૂર કરવામાં ઉપયોગી :- આંખમાં થતા દુખાવાને દૂર કરવા માટે ચમેલી ફાયદાકારક છે. તમે આંખો બંધ કરીને તેની પર ચમેલીના ફૂલ કે તેનો લેપ અથવા તેલ લગાવો પરંતુ આંખની અંદર કઈ પણ ન જાય તેનું ધ્યાન રાખવું. તેનાથી દુખાવો ઠીક થઈ જશે.
જો તમને ચમેલીના ઉપયોગથી એલર્જી હોય તો ડોક્ટરની સલાહ પર જ તેનો ઉપયોગ કરવો. જે લોકોને ગંભીર ત્વચાના રોગ હોય તેઓએ આનો ઉપયોગ ટાળવો.