શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવું જરૂરી બની રહે છે. ઠંડી ઋતુના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવે છે. આ સમસ્યાઓથી બચવા માટે આપણા રસોઈમાં થી જ સરળતાથી મળી જતી વસ્તુઓના ઉપયોગથી તેનું નિરાકરણ લાવી શકાય છે. ગોળ અને કાળા મરી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડે છે. ગોળ અને કાળા મરીને એકસાથે ખાવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે.
આ બંને સાથે ખાવાથી માથાના દુખાવામાં અને નાક માં થતા રક્તસ્રાવથી રાહત મળે છે. તેના માટે તમે દહીમાં થોડોક ગોળ અને કાળા મરી પાવડર મેળવીને તેનું સેવન કરી શકો છો. આનાથી નસકોરી ના કારણે નાક માંથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે, સાથે જ માથાના દુખાવામાં પણ રાહત મળે છે.
ગોળ અને કાળા મરી બંને સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. જો આ બંને નો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યને બે ઘણો ફાયદો થાય છે. જણાવીએ કે ગોળ અને મરી બંનેની તાસીર ઘણી ગરમ હોય છે. ઠંડીની ઋતુમાં જો યોગ્ય પ્રમાણમાં આનું સેવન કરવામાં આવે તો લગભગ દરરોજ આને લઈ શકાય છે. જ્યાં શિયાળાની ઋતુમાં ગોળ અને કાળા મરી મેળવીને ખાવાથી સ્વાસ્થ્ય અને કેટલાય ફાયદા થાય છે તો ત્યાં જ ઘણી બધી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આવો જાણીએ તેના વિશે.
1) શરદી, કફ અને ખાંસીમાં રાહત આપે:- શિયાળાની ઋતુમાં શરદી કફ અને ઉધરસ થવી એ સામાન્ય વાત છે. આ સમસ્યા દૂર કરવા માટે તમે ગોળ અને કાળા મરીને એક સાથે મેળવીને ખાઈ શકો છો. તેના માટે તમે થોડો ગોળને લઈને તેની સાથે ચાર પાંચ કાળા મરી મેળવીને દિવસમાં બે-ત્રણ વાર ખાઈ લો.
2) ગળાના દુખાવામાં આરામ આપે:- ગોળ અને કાળા મરી ગળામાં થતા દુખાવાથી આરામ આપવામાં તમને મદદ કરી શકે છે. તેના માટે તમે લગભગ 80 ગ્રામ ગોળ લઈને તેને સરસ રીતે મશળી દેવો. પછી તેમાં 20 ગ્રામ કાળા મરીનો પાવડર મેળવી લો. અને 10 ગ્રામ જવનો પાઉડર પણ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 20 ગ્રામ પીપળી અને 40 ગ્રામ દાડમની છાલને પણ પીસીને મેળવી લો. હવે આ મિક્સચરની નાની-નાની ગોળીઓ વાળી ને પાણી સાથે દિવસમાં બે-ત્રણ વાર ખાઓ.
3) માથાનો દુખાવો અને નસકોરીની સમસ્યા દૂર કરે:- માથાના દુખાવા અને નસકોરી ની સમસ્યા દૂર કરવા માટે ગોળ અને કાળા મરીનું સેવન કરી શકો છો. એના માટે તમે દહીમાં થોડો ગોળ અને કાળા મરી મેળવીને સેવન કરો. આનાથી નસકોરી ના કારણે નાક માંથી લોહી નીકળવાનું બંધ થઇ જશે. સાથેજ માથાના દુખાવા માં પણ રાહત મળશે.
4) સાંધાનો દુખાવો દુર કરે:- સાંધાના દુખાવાને દૂર કરવા માટે પણ ગોળ અને કાળા મરી થી ઘણો લાભ થઈ શકે છે. તેના માટે તમે થોડા ગોળ માં કાળા મરીનો પાવડર મિક્સ કરીને તેનું સેવન કરો. કાળા મરીમાં પૈપરીન નામનું તત્વ ઉપલબ્ધ હોય છે જે સાંધાના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…