પાણી તો આપણી જીવા દોરી છે. પાણી વગરનું જીવન અશક્ય છે. સ્વચ્છ અને પૂરતું પાણી પીવાથી શરીરની ઘણી બધી બીમારીઓને દૂર કરી શકાય છે. તેથી ડોક્ટર વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપે છે. તો હવે પ્રશ્ન એ ઊઠે છે કે એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ.? કોઈ કહે છે કે બે લીટર તો કોઈ કહે છે ત્રણ. પાણીના દૈનિક સેવનને લઈને અલગ અલગ ધારણાઓ છે.
જોકે એમાં કેટલીક ખોટી ધારણાઓ પણ છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે દિવસના આઠ ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ. આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ સૌથી વધારે આપવામાં આવે છે. એમાં કોઈ સંદેહ નથી કે સ્વાસ્થ્ય મંદ રહેવા માટે પૂરતું પાણી નું સેવન કરવું જરૂરી છે. પરંતુ શું દરેક માટે આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે? આ ધારણા કેટલી સાચી છે અને કેટલી ખોટી તેના વિશે જાણવા માટે આયુર્વેદિક ડોક્ટર અને ચિકિત્સક સાથે વાત કરતા જાણવા મળ્યું કે દિવસના આઠ ગ્લાસ પાણી પીવું દરેક જણ માટે જરૂરી છે કે નહીં.
શું દિવસના આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે?:- આયુર્વેદિક ડોક્ટર માને છે કે 8 ગ્લાસ પાણી એક સામાન્ય નિર્ધારિત માત્રા છે, જે સામાન્ય રીતે ડોક્ટરો દ્વારા પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ માત્રા દરેક જણ માટે સામાન્ય નથી. કોઈ વ્યક્તિને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તે અલગ અલગ પરિબળો અને અન્ય વાતો પર નિર્ભર કરે છે. બાળકો, મોટા, વૃદ્ધોથી લઈને પુરુષો અને મહિલાઓમાં પાણીની કુલ દૈનિક પૂર્તિ માત્રા અલગ અલગ હોય છે. પાણીની માત્રા નિર્ધારિત કરવા માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી. આ મહદ અંશે તમારા શરીર માટે પ્રવાહી પદાર્થોની જરૂરિયાત પર નિર્ભર કરે છે. તરસ લાગવા પર લોકો પાણી અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરીને હાઇડ્રેટ રહે છે, જ્યારે કેટલાક લોકો માટે દિવસના આઠ ગ્લાસ પાણી પણ પૂરતું નથી હોતું.
ક્યાં લોકોને કેટલું પાણી પીવું જોઈએ?:-
1) બાળકો:- બાળકોને એક દિવસમાં 1 થી 1.7 લીટર સુધી પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
2) પુખ્ત વયના વ્યક્તિ:- પુખ્ત વયના વ્યક્તિઓએ દિવસભર ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ.
3) એક્સરસાઇઝ કરતા લોકો:- જે લોકો એક્સરસાઇઝ કરે છે તેમને શરીરમાંથી પરસેવો વધારે નીકળે છે જેને રીકવર કરવા માટે તેમને વધારે પાણી પીવાની જરૂરિયાત હોય છે. તેમણે ત્રણથી ચાર લીટર પાણી પીવું જરૂરી છે.
4) બીમાર થવા પર:- કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ પાણીનું વધુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જેમકે તાવ, ઉલટી, ઝાડા જેવી સમસ્યાઓ. એવું એટલા માટે હોય છે કારણ કે આ સ્થિતિમાં તમારા શરીરમાંથી વધારે પ્રવાહી નીકળી જાય છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે. એવામાં 3 થી 4 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
5) ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલાઓ:- ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ ખૂબ પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જેનાથી તેઓ હાઇડ્રેટ રહી શકે. 3 થી 4 લીટર પાણી જરૂર પીવું જોઈએ.
6 ) મોસમ ના આધારે:- મોસમ ઠંડો છે કે ગરમ એ વાત પર તમારી દૈનિક પાણી પીવાની માત્રા નિર્ભર થાય છે. જેવી રીતે શિયાળાની ઋતુમાં તમે ઓછું પાણી પીવાથી પણ હાઇડ્રેટ રહો છો અને ઉનાળાની ઋતુમાં પૂરતું પાણી પીવાથી પણ ડીહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. શિયાળામાં 2 લીટર પાણી પીવું પણ પર્યાપ્ત છે અને ઉનાળામાં કેટલીક વાર 3 લીટર પાણી પણ ઓછું થઈ શકે છે.
એક્સપર્ટ શું સલાહ આપે છે:- આયુર્વેદિક ડોક્ટરનું માનવું છે કે તમારે આઠ ગ્લાસ કે ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ એ જરૂરી નથી. ડીહાઇડ્રેશન ની સમસ્યાથી બચવા અને સ્વસ્થ રહેવા માટે તમારે પાણીની સાથે સાથે પ્રવાહી પદાર્થોનું પણ સેવન કરવું જરૂરી છે. જો તમે 7 થી 8ગ્લાસ પાણી પીવો છો અને દિવસભરમાં અન્ય પ્રવાહી પદાર્થ કે વધુ પાણીની માત્રા વાળા ફૂડ્સનું સેવન કરો છો તો તેનાથી પણ શરીરમાં પાણીની કમી નહીં થાય. એવામાં તમારે વધારે પાણી પીવાની જગ્યાએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે માત્ર પાણી જ નહીં અન્ય પ્રવાહી પદાર્થોનું પણ સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)