આજની ખાણીપીણી અને ગતિવિહીન જીવન શૈલીના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. જંક ફૂડ અને બહારના તૈલીય ખોરાક આપણા પેટને ખરાબ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી આપણે ખાવાનું ખાતી વખતે આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ કે તેનો આપણા સ્વાસ્થ્ય પર કેવો પ્રભાવ પડશે. દુખાવો, ગેસ અને કળતર થવા પર તમે કોઈપણ કામ નથી કરી શકતા. સાથે જ જો આંતરડાની ગંદકી સવારમાં સાફ ન થાય તો તેનાથી પણ તમને આખો દિવસ પરેશાન હોવાનો અહેસાસ થાય છે.
આજના સમયમાં મહત્તમ લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન રહે છે. આ સમસ્યા મુખ્ય રૂપે પાણી ન પીવું, ફાઇબર યુક્ત આહાર ન ખાવો અને જંકફુડ ખાવાના કારણે થાય છે. તેના સિવાય ડાયટમાં ફ્રુટ શામેલ ન કરવાના કારણે પણ આપણને અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આજે આ લેખમાં અમે તમને એવા ફ્રુટના જ્યુસ વિશે જણાવીશું જે તમારી પેટ સંબંધી અનેક સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરશે. સાથે જ આ જ્યુસ ને પીવાથી તમારી પાચન ક્રિયા પણ સારી થશે અને સરળતાથી તમે આંતરડા પણ સાફ રાખી શકશો.
પેટ ના આંતરડાને સાફ રાખવાના ફ્રુટ જ્યુસ:- આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે સારી રીતે પચે છે ત્યારે આપણને એનર્જી અને પૂરતું પોષણ મળે છે. આહારનું પચવું અને તેનું યોગ્ય રીતે બહાર આવવું પણ અતિ આવશ્યક છે. જો પેટમાં કબજિયાતની ફરિયાદ થવા લાગે તો પેટમાં સોજો, ગેસ અને બવાસીર જેવી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ આગળ જણાવવામાં આવેલા જ્યુસ ને તમે તમારા આહારમાં સામેલ કરીને આંતરડાની ગંદકીને સરળતાથી સાફ કરી શકો છો.
1) સફરજનનું જ્યુસ થી પેટ કરો સાફ:- સફરજનના જ્યુસમાં એવા અનેક પોષક તત્વો હોય છે જે આંતરડાની ગતિને સક્રિય કરે છે. જેથી પેટને સાફ થવામાં મદદ મળે છે. જો તમને પણ પેટ સાફ થવાની સમસ્યા હોય તો તમે નિયમિત રૂપે સફરજનનું જ્યુસ પીઓ. આથી તમને એનર્જી પણ મળશે અને તેમાં પેક્ટિન ની ઉચ્ચ માત્રા હોય છે. તેની સાથે તેમાં ફાઇબર, ખનીજ તત્વ અને વિટામિન નું પણ સારુ પ્રમાણ હોય છે, જે પેટની સમસ્યાને દૂર કરે છે.
2) દ્રાક્ષનું જ્યુસ:- દ્રાક્ષ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પેટને સાફ કરવા માટે તમે દ્રાક્ષના રસને પણ પી શકો છો. જો તમને એ દ્રાક્ષનો રસ પસંદ ન હોય તો પાણી મેળવીને પીવો. તેના જ્યુસમાં થોડું સંચળ મેળવીને પીવાથી પેટ સાફ થવામાં મદદ મળે છે. દ્રાક્ષમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે આંતરડાને સાફ રાખવાની સાથે જ શરીરને હાઇડ્રેટ રાખવાનું પણ કામ કરે છે.
3) નારંગીનું જ્યુસ:- સંતરા ના જ્યુસમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વિટામીન સી ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભદાયક પોષક તત્વ હોય છે. નારંગીના જ્યુસ ને ગાળીયા વગર પીવાથી તેમાં ફાઇબરનું પ્રમાણ વધી જાય છે. જેથી તમારાં આંતરડામાં જામેલી ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે. તેના સિવાય આ તમારા શરીરમાં પાણીની કમીને દૂર કરે છે.
4) અનાનસનું જ્યુસ:- અનાનસ નું જ્યુસ તમારા પાચનતંત્રને સારું બનાવે છે. તેમાં બ્રોમેલીન નામનું એન્ઝાઇમ ઉપલબ્ધ હોય છે. આ એન્ઝાઇમ તમારા આંતરડાને સાફ રાખવામાં મદદરૂપ થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી અન્ય ફાયદા પણ મળે છે.
5) લીંબુના જ્યુસથી પેટને કરો સાફ:- લીંબુમાં પણ ભરપૂર પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે. આ કબજિયાતને દૂર કરવાની સાથે ઇમ્યુનિટીને પણ વધારવામાં મદદરૂપ થાય છે. લીંબુના રસમાં લગભગ એક ચમચી મધ મેળવીને પીવાથી ડાયજેશન સારું થાય છે અને શરીરની એક્સ્ટ્રા ચરબી પણ ઘટવા લાગે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay