શરદી, ઉધરસ અને કફ દરેક લોકોમાં જોવાતી એક સર્વસામાન્ય સમસ્યા છે. બોલવામાં ભલે આ સામાન્ય લાગતી હોય પરંતુ જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. આમાં શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડે છે, નાક બંધ થઈ જાય છે, તથા આખો દિવસ બેચેની ભર્યો લાગે છે ઊંઘ પણ પૂરી થતી નથી. તેવામાં તમે અજમાની પોટલીનો ઉપયોગ કરો તો આ સમસ્યામાં તુરંત જ આરામ મળી શકે છે.
ચોમાસુ પોતાની સાથે અનેક બીમારીઓને લઈને આવે છે આ બીમારીઓથી બચવા માટે આપણે સારો ડાયટ લઈએ છીએ, સાથે જ બીમારીઓના લક્ષણો દેખાય એટલે તૈયારીમાં જ દવાઓનું સેવન કરવા લાગીએ છીએ. પરંતુ સતત દવાઓનું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે. આપણી ઇમ્યુનિટી કમજોર બને છે. જો ચોમાસામાં તમને પણ શરદી ઉધરસ અને માથાનો દુખાવો થતો હોય તો તમે તમારી સાથે અજમાની પોટલી ને રાખી શકો છો. આ ઋતુમાં અજમો તમને ઘણો ફાયદો પહોંચાડી શકે છે. આનો વારંવાર ઉપયોગ કરવાથી ગળા અને કફની સમસ્યાથી તમને ઘણો આરામ મળશે.
ચોમાસામાં અજમાની પોટલીના ફાયદા:- અજમો પોષક તત્વોથી ભરપૂર હોય છે અજમામાં એન્ટિસેપ્ટિક અને એન્ટી ઇમ્પ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે, જે તમને રોગોથી બચાવવામાં મદદ કરે છે. અજમામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, મિનરલ્સ અને વિટામિન હાજર હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકોને શરદી, ઉધરસ અને કફનો સામનો કરવો પડે છે. એવામાં તમે ઘરમાં જ અજમાની પોટલી બનાવીને આ રોગોથી મુક્તિ મેળવી શકો છો.
તમે અજમાની પોટલીથી ગળામાં શેક કરી શકો છો તેનાથી ગળાના દુખાવામાં રાહત મળશે. જો તમને તાવ છે તો પણ તમે અજમાની પોટલીનો ઉપયોગ કરી શકો છો. તાવ કે માથાનો દુખાવો થવા પર તમે આ પોટલીથી કપાળ પર કે પછી બંને આઇબ્રોની વચ્ચે શેક કરી શકો છો. નાક બંધ થાય ત્યારે અજમાની પોટલીનો ઉપયોગ કરી શકાય છે તેના માટે તમારે આ પોટલીને નાક પર લગાવી રાખવાની છે.
અજમાની પોટલી કેવી રીતે બનાવવી?:- અજમાની પોટલી બનાવવા માટે એક તવાને સરસ રીતે ગરમ કરી લો. ગરમ થયા બાદ તવામાં એક ચમચી અજમો નાખો. અજમાને ચારેય બાજુથી શેકો, જેવો અજમો શેકાવા લાગશે તેની સુગંધ ચારેય તરફ ફેલાઈ જશે. હવે એક કોટનના કપડામાં આ અજમાને રાખો અને કપડાની ગાંઠ બાંધી લો. તમારી અજમાની પોટલી તૈયાર છે. ધ્યાન રાખવું કે પોટલી કોટન ના કપડામાં જ તૈયાર કરવી.
ચોમાસામાં અજમાના ફાયદા:- અજમો અનિન્દ્રાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે તેના માટે તમે રાત્રે સુતા પહેલા અજમાને ગરમ પાણીમાં લઈ શકો છો. કબજિયાતની સમસ્યામાં એક ગ્લાસ ગરમ પાણી સાથે અજમો ખાવો. થોડા દિવસ સુધી આ પ્રમાણે લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. કેટલીક વાર શરદી ની શરૂઆત થતા સાંધામાં દુખાવો શરૂ થઈ જાય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા એક ચમચી અજમો લો અને તેની પર ગરમ પાણી પી લો.
અજમામા ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે, જે છાતીમાં જામેલા કફ થી છુટકારો અપાવવામાં મદદ કરે છે. માથાનો દુખાવો થાય ત્યારે અજમાને ચાવીને ખાઈ શકો છો તેનાથી તમારા માથાના દુખાવામાં ઘણો આરામ મળશે. આમ તો અજમાના અસંખ્ય ફાયદા છે પરંતુ તેનું વધુ સેવન ન કરવું જોઈએ કોઈપણ સમસ્યા કે બીમારીને નજર અંદાજ ન કરવી. કોઈપણ સમસ્યા વધારે વધે તેના પહેલા ડોક્ટરની સલાહ લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay