મિત્રો આજે અમે તમને એવા પાંચ પ્રકારના ફૂડ વિશે જણાવીશું જે ખૂબ જ સરળતાથી બજારમાંથી મળી જાય છે કેટલીક વસ્તુઓ તો ઘરમાં જ ઉપલબ્ધ હોય છે. આ ફૂડ કબજિયાતની સાથે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં તમારી ખૂબ જ મદદ કરશે.
મિત્રો શિયાળો આવતા જ કબજિયાતની સમસ્યા વધવા લાગે છે. કેટલાક લોકો તો આ સમસ્યાથી એટલા પરેશાન થઈ જાય છે કે તેમને રોજિંદા કામ કરવાના પણ મુશ્કેલ થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારની દવાઓનું સેવન કરવા લાગે છે. આ દવાઓ થોડાક દિવસ માટે તો શરીરને આરામ આપે છે, પરંતુ તેનું નિયમિત સેવન કરવાથી તેની ટેવ પડી જાય છે.
સાથે જ શરીર માટે નુકસાનદાયક પણ હોય છે. એવામાં શિયાળો શરૂ થતા જ ડાયટમાં જો તમે આ ફૂડનો સમાવેશ કરશો તો કબજિયાતની સમસ્યા દૂર થશે અને ઇમ્યુનિટી પણ મજબૂત બનશે. આ ફૂડ પાચનતંત્રને પણ મજબૂત અને પેટને સાફ રાખવામાં મદદ કરશે તો આવો જાણીએ આ ફુડ વિશે.
1) ઘી:- ગાયનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળામાં કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે એક ગ્લાસ ગરમ ગાયના દૂધમાં એક નાની ચમચી ગાયનું ઘી મેળવીને પીવાથી કબજિયાત દૂર થાય છે. આ પેટને સાફ રાખવામાં મદદ કરે છે ગાયનું ઘી મળને નરમ બનાવે છે.
2) આમળા:- શિયાળામાં આમળા બજારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે કબજિયાતની સમસ્યા થવા પર આને ખાવા માટે એક ચમચી આમળાના પાવડરને હુંફાળા ગરમ પાણી સાથે લો. આમળા ખાવાથી વાળ પણ મજબૂત બને છે સાથે જ વાળ લાંબા સમય સુધી કાળા પણ રહે છે. આમળા ઇમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે. આમળામાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન,પોટેશિયમ અને વિટામિન સી વગેરે ઉપલબ્ધ હોય છે.
3) ખજૂર:- શિયાળામાં ખજૂર શરીર માટે પૌષ્ટિક હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી ઇમ્યુનિટી મજબૂત થવાની સાથે જ કબજિયાતથી પણ છુટકારો થાય છે. ખજૂરને તમે દૂધમાં ઉકાળીને પણ સરળતાથી ખાઈ શકો છો. નિયમિત તેને ખાવાથી પેટ સાફ રહે છે અને મળ ત્યાગવામાં પણ સરળતા થાય છે. ખજૂરમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને જિંક વગેરે ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ખજૂર ખાવાથી મોસમી બીમારીઓથી પણ શરીરનું રક્ષણ થાય છે.
4) કિસમિસ:- કિસમિસ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. આમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર ઉપલબ્ધ હોય છે. કિસમિસ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને આંતરડાની ગતિમાં સુધારો થાય છે. અને નિયમિત રૂપે ખાવાથી મળ ત્યાગવામાં સરળતા રહે છે. કિસમિસ ખાવા માટે રાત્રે તેને પાણીમાં પલાળી દો. સવારમાં આ પલાળેલી કિસમિસને ખાઓ, આ પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
5) મેથીના દાણા:- મેથીના દાણા કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા થવા પર એક ચમચી તેના પાવડરને હુંફાળા ગરમ પાણી સાથે સેવન કરો. આ પ્રમાણે નિયમિત કરવાથી કબજિયાત દૂર થશે અને પેટ પણ સાફ રહેશે મેથીના બીજ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં આ બધા ફૂડ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે પરંતુ જો તમારી સમસ્યા એક થી બે દિવસમાં ઠીક ન થાય તો ડોક્ટરને બતાવીને જ દવા લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay