મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. અને વધતા વજનને નિયંત્રિત કરવા માટે અનેક લોકો ઘણી જ મહેનત પણ કરે છે. તેના માટે યોગ્ય ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તેની સાથે વજન ઘટાડવા માટે તમારે કોઇ વસ્તુ ખાવી જોઈએ જેનાથી સ્વાસ્થ્ય માટે સાચી રીતે સ્વાસ્થ્યવર્ધક હોય.
આ સમસ્યામાં એક એવું ફળ છે જેના સેવનથી તમે વજનને નિયંત્રિત કરી શકો છો.સાથે જ આ તમને અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે. તેથી કેવી સ્વસ્થ શરીર માટે જરૂરી છે. જો તમે કિવી નું સેવન એક જ પ્રકારે કરીને થાકી ગયા હોવ તો આવો જાણીએ વજન ઓછું કરવા માટે બીજી કઈ અન્ય રીતોથી ખાઈ શકાય તે જાણીએ.
કીવી સ્મૂધી:- વજન ઘટાડવા માટે કીવીની સ્મૂધી બનાવી શકો છો. આનું સેવન કરવા માટે એકથી બે તાજા કીવી ને છોલી લો.હવે તેમાં દહીં, બદામ અને મધના થોડા ટીપાં ઉમેરો. બધી સામગ્રીને ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો અને સ્મૂધી તૈયાર કરો. આ સ્મૂધીનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. તેનાથી શરીરના વધતા વજનથી છુટકારો મેળવી શકાય છે.
સલાડ પ્લેટર:- તમે સલાડ સાથે પણ કીવીનું સેવન કરી શકો છો. આ માટે તમારે સલાડની તમામ વસ્તુઓ સાથે કીવીનો પણ સમાવેશ કરો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે એન્ટીઑકિસડન્ટનો પણ સારો સ્ત્રોત છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે.
કીવી નું પીણુ:- કીવીને છોલીને બારીક કાપો.ત્યાર પછી 1 મધ્યમ કદની કાકડી પણ કાપી લો. બંને વસ્તુઓને ગ્રાઇન્ડરમાં પીસી લો. ત્યાર પછી, તૈયાર કરેલી પેસ્ટમાં થોડું પાણી ઉમેરો અને તેને ગ્લાસમાં રાખો. ઉપરથી તેમાં ધાણા પાવડર ઉમેરો. આ પીણું સવાર-સાંજ પીવો. તેનાથી શરીરના વધતા વજનથી છુટકારો મળશે.
કીવી પાલક જ્યુસ:- કીવી અને પાલકનું મિશ્રણ શરીરના વધતા વજનને નિયંત્રિત કરે છે. સાથે જ આ શરીરને ઘણા પોષક તત્વો પણ પ્રદાન કરે છે. આ રસ તૈયાર કરવા માટે 2 કીવી લો. હવે તેને છોલીને બારીક કાપી લો. આ પછી તેમાં 100 ગ્રામ પાલકના પાન નાખીને સારી રીતે પીસી લો. હવે તેમાં થોડું પાણી મિક્સ કરો. ત્યાર બાદ તેને એક ગ્લાસમાં નાખી દો. જો તમે ઇચ્છો તો, તેમાં ઉપર થી થોડું મધ અને શણના બીજ ઉમેરી શકો છો. ત્યાર બાદ તેને પીવો. તેનાથી શરીરનું વજન ઝડપથી ઘટશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)