મોટાભાગના લોકોને માથાનો દુખાવો વારંવાર થતો હોય છે. માથાના દુખાવાના અનેક કારણ હોય છે. તેમાં તણાવ, અનિદ્રા અને બીજી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ માથાનો દુખાવો થાય છે. તેના સિવાય ઘણા લોકો શરદી અને કફના કારણે પણ માથાના દુખાવાથી પરેશાન રહે છે. માથાનો દુખાવો થતાં મોટાભાગના લોકો પેઈન કિલર લેવાનું શરૂ કરી દે છે પરંતુ જો તમે ઈચ્છો તો કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી પણ માથાના દુખાવાની સારવાર કરી શકાય છે. તો આવો વિસ્તારપૂર્વક જાણીએ આ કયા ઘરેલુ ઉપાય છે જે માથાના દુખાવામાં રાહત અપાવે છે.
1) હર્બલ ટી:- માથાનો દુખાવો થતાં મોટા ભાગે લોકો ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પરંતુ જો તમને શરદી કફના કારણે માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો તમને હર્બલ ટી પીવાથી વધારે ફાયદો થઈ શકે છે. તમે ફુદીનો, કૈમોમાઈલ અને લવંડર ચા પી શકો છો. તમે ઈચ્છો તો આદુની ચા પણ પી શકો છો તેનાથી ઇમ્યુનિટી તેજ બને છે.
2) ગરમ શેક લો:- ગરમ શેક લેવાથી કફ ના કારણે થતા માથાના દુખાવામાં આરામ મળે છે. તેના માટે તમે એક નાનો ટોવેલ લો. તેને ગરમ પાણીમાં નાખો અને નીચોવીને માથા પર રાખો. તેનાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને દુખાવામાં રાહત મળે છે. ગરમ શેક તણાવથી થતા માથાના દુખાવાને પણ દૂર કરી શકે છે.
3) એસેન્સિયલ ઓઇલથી મસાજ:- માથાનો દુખાવો થતાં તમે એસેન્શીયલ ઓઇલથી માથાની મસાજ કરી શકો છો. લવંડર એસેન્શિયલ ઓઈલ માથાના દુખાવાથી રાહત આપવામાં મદદરૂપ થાય છે. જો તમને તેની ગંધ પરેશાન કરે તો તેને કોઈ બીજા તેલમાં મેળવીને લગાવી શકો છો. તમે ઈચ્છો તો લવીંગના તેલથી પણ માથાની મસાજ કરી શકો છો. આનાથી માલિશ કરવાથી માથાના દુખાવાની સાથે જ શરદી અને કફમાં પણ રાહત મળશે.
4) તુલસી અને આદુનો રસ:- તુલસી અને આદુનો રસ બંન્ને એવી વસ્તુઓ છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. જો તમને કફના કારણે માથાનો દુખાવો રહેતો હોય તો તમે તુલસી અને આદુનો રસ પી શકો છો. તેના માટે તુલસીના કેટલાક પાન લો, તેનો રસ કાઢી લો ત્યારબાદ તુલસી અને આદુના રસને એકસાથે લો. તેનાથી તમને ખૂબ જ જલ્દી આરામ મળશે.
5) સારી ઉંઘ લો:- જો તમે કફ અને માથાના દુખાવાથી પરેશાન હોવ તો થોડીવાર માટે સુઈ જાવ. તેનાથી તમને રિલેક્સ હોવાનો અહેસાસ થશે અને માથાના દુખાવામાં પણ આરામ મળશે તમારે એક દિવસમાં 7 થી 8 કલાકની ઉંઘ જરૂર લેવી જોઈએ. જો તમને પણ શરદી કે કફ ના કારણે માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો આ ઘરેલુ દેશી ઉપાય અપનાવી શકો છો. આ ઉપાયથી માથાના દુખાવામાં ઘણો આરામ મળી શકે છે, પરંતુ જો તમને લાંબા સમય સુધી કફ અને માથાનો દુખાવો રહે તો ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)