આપણે હંમેશા સ્ફુર્તીવાન અને કોઈપણ કામ કરવા માટે હંમેશા એનર્જીએટીક રહીએ તેના માટે આપણે આપણા આહારમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓને સામેલ કરવી જોઈએ. આજે અમે તમને એવી સાત પ્રકારની વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી તમે અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકશો અને શરીરમાં ગજબની ઉર્જાનો અહેસાસ કરશો. તો તે કઈ વસ્તુઓ છે તે જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.
1) ફણગાવેલા મગ:- મેદસ્વિતાપણું અને વધારે પડતી ચરબી ને ઘટાડવા માટે તમે દરરોજ ફણગાવેલા મગનું સેવન કરો. કારણ કે તેનું સેવન કરવાથી મેદસ્વિતાપણું ઘટાડી શકાય છે અને વધું પડતી ચરબીને નષ્ટ કરી શકાય છે. જો તમે તમારા શરીરને શક્તિશાળી બનાવવા ઇચ્છતા હોવ તો પણ તમે ફણગાવેલા મગનું સેવન કરી શકો છો. કારણ કે આના સેવનથી શરીર શક્તિવાન બને છે અને નબળાઈ પણ દૂર થાય છે.
2) પલાળેલા ચણા:- પલાળેલી બદામ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પલાળેલા ચણા પલાળેલી બદામ કરતાં પણ વધુ ફાયદાકારક હોય છે. પલાળેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, ચરબી, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ ઉપલબ્ધ હોય છે. તેને ખાવાથી બીમારીઓથી લડવામાં મદદ મળે છે. લોહી સાફ થાય છે અને મગજને પણ તેજ કરે છે.
3) કિસમિસ:- જો તમે કમજોરીથી પરેશાન હોય અને તેને દૂર કરવા ઈચ્છતા હોવ તો તમે દરરોજ કિસમિસનું સેવન કરવું જોઈએ. કારણ કે કિસમિસમાં જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીરની જરૂરિયાતોને પૂરી કરે છે. આના સેવનથી શારીરિક દૂરબળતાની સમસ્યાને ઠીક કરવામાં મદદ મળે છે અને શરીર શક્તિશાળી બને છે. આના સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે અને શરીરમાં લોહી ઝડપથી વધવા લાગે છે.
4) બ્લુબેરી:- આ સુપરફૂળ ન કેવળ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે પરંતુ આ સર્ક્યુલેશનને પણ વધારે છે. ઉર્જા વધારવામાં મદદ કરે છે તેના માટે તમારે બ્લુબેરી સાથે મધનું સેવન કરવું જોઈએ. તેમાં ડોપામાઇન અને એડ્રેનાલિનના સ્તરને વધારવાની ક્ષમતા છે જેનાથી રક્ત પ્રવાહમાં સુધારો થાય છે.5) અશ્વગંધા:- આ પ્રભાવી ઔષધીય જડીબુટ્ટીનો પુરુષોમાં અનેક સમસ્યાઓનો ઈલાજ કરવા માટે આયુર્વેદિક દવા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. આને અંગોની તાકાત વધારવા, પુરુષોમાં સ્ટેમીના અને નિયંત્રણ વધારવા માટે ઓળખાય છે. અડધી ચમચી અશ્વગંધા પાવડર લો અને તેને દૂધમાં મેળવો આ મિશ્રણને દિવસમાં બે વાર પીવો.
6) શીલાજીત:- તમારે આનુ સેવન જરૂર કરવું જોઈએ કારણ કે શીલાજીત એક આયુર્વેદિક વસ્તુ છે અને તેના સેવનથી શરીરને પોષણ મળે છે. શીલાજીતના સેવનથી જરૂરી પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે. આનું સેવન કરવાથી થાક અને દુર્બળતાની સમસ્યા દૂર કરી શકાય છે. તમારું શરીર શક્તિવાન બને છે. શીલાજીત તમને તમારા નજીકના જનરલ સ્ટોર માંથી મળી જશે અને તેનું સેવન તમારે અઠવાડિયામાં બસ એકવાર કરવાનું છે પરંતુ તેનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay