અસંતુલિત ખાણીપીણી અને અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે આજના સમયમાં પાચનને લગતી ગેસની સમસ્યા ઓછી ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. આ સમસ્યાથી બચવા માટે એક્સપર્ટ હમેશા સંતુલિત ભોજન અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપે છે. પેટમાં ગેસને જડમૂળથી દૂર કરવાના અનેક ઘરેલુ ઉપાય છે જેનો ઉપયોગ કરીને ગેસથી છુટકારો મેળવી શકાય છે. ઘરમાં જ એવા અનેક ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ હોય છે જેનો ઉપયોગ કરીને તમે પેટના ગેસથી સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો.
તળેલા, મસાલેદાર, સ્પાઈસી, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાના કારણે અપચો, કબજિયાત, જેવી સમસ્યાઓનું કારણ પેટમાં ગેસ થાય છે. જેના કારણે ખાટા ઓડકાર, જીવ ગભરાવવો, ભૂખ ન લાગવી, પેટ ભરેલું લાગવું, પેટ યોગ્ય રીતે સાફ ન થવું વગેરે જેવી સમસ્યાઓ થાય છે. ગેસ ના કારણે માથાનો દુખાવો પણ થઈ શકે છે.
પેટના ગેસને દૂર કરવાના ઘરેલુ ઉપચાર:-
1) મેથી:-એક ચમચી મેથીને નવશેકા પાણી સાથે ગળી લો. થોડાક જ સમયમાં ગેસની સમસ્યા ઠીક થઈ જશે. એક બે ચપટી હિંગ ને એક ચમચી મેથી સાથે લેવાથી પણ પેટમાં ગેસની સમસ્યા દૂર કરી શકાય છે. મેથી ખાવાના બીજા અન્ય પણ અનેક લાભો હોય છે.
2) અજમો:- પાણી સાથે એક ચમચી અજમાને ચાવ્યા વગર ગળી લો. થોડાક જ સમયમાં પેટમાં ગેસથી રાહત મળશે. ભોજનમાં પણ અજમાનો ઉપયોગ કરવો. થોડાક જ દિવસમાં પેટનો ગેસ મૂડમાંથી દૂર થઈ જશે.
3) શેકેલું જીરું:- પાણી સાથે એક ચમચી શેકેલા જીરાનુ સેવન કરવાથી પેટના ગેસને જળમૂળથી દૂર કરી શકાય છે. દરરોજ સવાર સાંજ શેકેલા જીરાનું સેવન કરવાથી લાભ થાય છે.
4) હિંગ:- નવશેકા ગરમ પાણી સાથે થોડીક હિંગનું સેવન કરવાથી થોડાક જ સમયમાં ગેસથી રાહત મળે છે. ખાવામાં પણ નિયમિત રૂપે હિંગ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
5) લીંબુનો રસ, સંચળ, કાળા મરી અને આદુ:- લીંબુનો રસ,કાળા મરી,સંચળ અને આદુને એક ગ્લાસ પાણીમાં મેળવીને પીવાથી ગેસમાં રાહત થાય છે. આદુને પાણીમાં ઉકાળીને ઠંડુ કરીને લીંબુનો રસ, કાળા મરી અને સંચળ નાખીને સેવન કરવાથી ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. દરરોજ સવારમાં ખાલી પેટે આનુ સેવન કરવાથી પેટની ગેસની સમસ્યા જળમુળથી દૂર કરી શકાય છે. તમે ઇચ્છો તો તેમાં અડધી ચમચી મધ પણ નાખી શકો છો.
6) લસણ અને કાળી દ્રાક્ષ:- બે થી ત્રણ સુકી કાળી દ્રાક્ષના બીજને કાઢીને લસણની કળી સાથે ચાવીને ખાઈ લો. ગેસની સમસ્યા થોડીક જ વારમાં ઠીક થઈ જશે. લસણ અને કાળી દ્રાક્ષ પેટ સંબંધિત વિકારોને દૂર કરવામાં સક્ષમ હોય છે. લસણ ને જીરુ અને આખા ધાણા સાથે પાણીમાં ઉકાળી લો અને દરરોજ એક થી બે વાર તેનું સેવન કરો. પેટના ગેસની સમસ્યા જળમુળથી દૂર થઈ જશે.
7) તજ:- તજને પાણીમાં ઉકાળીને ખાલી પેટે પીવાથી પણ પેટમાં ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે તમે ઈચ્છો તો ભોજન બનાવવામાં તજ નાખવાથી અને તે ભોજનનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.
8) બેકિંગ સોડા અને લીંબુ:- એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને લીંબુનો રસ મેળવીને પીવાથી પેટની ગેસમાં તુરંત જ રાહત મળે છે.
9) છાશ:- છાશમાં વાટેલો અજમો અને સંચળ નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.
પેટમાં ગેસની સમસ્યા માટે એક્યુપ્રેશર પોઇન્ટ:- પેટની સમસ્યા માટે એક્યુપ્રેશર પોઇન્ટ તમારી કોણી ના ઉપરના ભાગમાં હોય છે. કોણી ના ઉપરના ભાગમાં જલ્દી જલ્દી 12-14 વાર દબાવવાથી ગેસની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. તેની સાથે જ વરિયાળી,તમાલપત્ર અને લવિંગ વગેરેનું સેવન પણ પેટ સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં સક્ષમ હોય છે. તેથી નિયમિત રૂપે આનો પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.
પેટના ગેસની સમસ્યા દૂર કરવા કઈ વસ્તુઓ ટાળવી:-
1) ચુસ્ત જીન્સ કે પેન્ટ:-ચુસ્ત જીન્સ કે પેન્ટ ન પહેરવું.તેના કારણે પણ પેટમાં ગેસની સમસ્યા થાય છે. ફીટ જીન્સ અને પેન્ટ ના કારણે પેટમાં આગળનો ભાગ દબાયેલો રહે છે,જેના કારણે પેટમાં ચાલતી ગતિ પ્રભાવિત થાય છે, અને તેથી પેટમાં ગેસની સમસ્યા ઉદભવી શકે છે. તેથી ઢીલા કપડાં પહેરવાનો જ આગ્રહ રાખવો.
2) દૂધ:- સવારમાં દૂધ પીવાના કારણે પણ અનેક લોકોને દિવસમાં ગેસની સમસ્યા થઈ શકે છે. તો તમને પણ દૂધ પીધા બાદ ગેસની સમસ્યા થતી હોય તો સવારમાં દૂધ પીવું બંધ કરી દો.
3) વાસી ખોરાક:- કેટલીક વાર રાત્રિનું ભોજન ખાવાના કારણે બીજા દિવસે સવારમાં પેટમાં અપચો, કબજિયાતની સમસ્યા થઈ શકે છે, જેથી પેટમાં ગેસની સમસ્યા થઇ શકે છે. રાતના તીખા, ઓઈલી અને મસાલેદાર ભોજન ના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે, તેથી સાત્વિક કે ઓછા મસાલાવાળા ભોજનનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)