ચોમાસુ આવતાં નાના-મોટા જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. તેમાંય વિશેષ કરીને માખીઓ દરેક ઘરની સમસ્યા હોય છે. બારી કે બારણાં ખુલ્લા રાખવા પર માખીઓની ફોજ ઘરમાં પ્રવેશે છે. માખીઓના કારણે અનેક પ્રકારની ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આ બહારની ગંદકીને તમારા ઘરમાં સરળતાથી પહોંચાડી શકે છે. આ માખીઓ પહેલા બહાર કચરા પર બેસે છે ત્યારબાદ આપણા ઘરમાં આવીને ખાવા-પીવાની વસ્તુઓ પર. આનાથી બીમારીઓ ઘરમાં આવવાની શરૂ થઈ જાય છે.
માંખીઓ ને દુર કરવા માટે બજારમાં અનેક પ્રકારના સ્પ્રે મળે છે. પરંતુ તેના ઉપયોગથી આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે, સ્પ્રેમાં હાજર કેમિકલ શરીર માટે ઘણું નુકસાનકારક હોય છે. જો તમે પણ તમારા ઘરમાં આવતી આ જ જિદ્દી માખીઓથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો અમે તમને એવા ઘરેલું નુસખો જણાવીશું જેનાથી તમે માખીઓની સાથે બીમારીઓને પણ તમારા ઘરથી દૂર રાખી શકશો.
1) મીઠાવાળા પાણીનું દ્રાવણ:- માખીઓને દુર કરવા માટે મીઠા વાળા પાણીનું દ્રાવણ પણ ઘણું અસરકારક હોય છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી મીઠું લઈને સરસ રીતે મેળવી લો અને તેને કોઈ સ્પ્રે બોટલમાં ભરી લો જ્યાં કંઈ પણ માખી દેખાય તમે તેની પર છંટકાવ કરો. આ નુસખાનો ઉપાય કર્યા બાદ તમે જાતે જ તેની અસર જોશો અને માખીઓ તમારા ઘરમાંથી ગાયબ થઈ જશે.
2) તજ:- માખીઓને ઘરમાંથી દૂર કરવા માટે તજનો ઉપયોગ પણ ઘણો અસરકારક સાબિત થાય છે. આની સુગંધથી માખીઓને નફરત હોય છે અને તેઓ તેનાથી દૂર ભાગે છે.
3) દૂધ અને કાળા મરી:- દૂધ અને કાળા મરીનો ઉપયોગ પણ માંખીઓથી છુટકારો મેળવવા માટે અસરકારક હોય છે. આ નુસખાને અપનાવવા માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી કાળા મરી અને ત્રણ ચમચી ખાંડ મેળવી લો. ત્યારબાદ આને કોઈ વાસણમાં રાખીને વાસણને એવી જગ્યાએ રાખી દો જ્યાં માખીઓ સૌથી વધારે આવતી હોય. માખીઓ દૂધ તરફ આકર્ષાશે અને જલ્દી તેમાં ચોંટીને ડૂબી જશે.
4) વિનેગર:- વીનેગર એટલે કે સરકો પણ માખીને ઘરમાંથી દૂર કરવા માટેનો અસરકારક ઉપાય છે. સરકો જો સફરજનનો હોય તો તો વાત જ શું કરવી. એક વાટકીમાં સફરજનના સરકામાં ડીશ સોપના થોડા ટીપાં મિક્સ કરો. ત્યારબાદ તેની ઉપર એક પ્લાસ્ટિક બાંધી દો અને તેમાં નાનાં કાણાં પાડી દો. વિનેગરની સુગંધથી માખીઓ આકર્ષાશે, જોકે જ્યારે તે વાટકીની પાસે જશે તો પ્લાસ્ટિકમાં ફસાઈ જશે.
5) કપૂર:- કપૂર પણ માખીઓને ભગાવવાનો અસરકારક ઉપચાર છે. કપૂરની સુગંધ માખીઓને ઘરમાં આવવાથી રોકે છે. આ રીતને અપનાવવા માટે કપૂરને સળગાવી દો અને ત્યારબાદ તેને આખા રૂમમાં ફેરવો. આની સુગંધથી માખીઓ ભાગી જશે કે ઘરમાં આવવાની બંધ થઈ જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)