ઋતુમાં બદલાવ આવવાની સા જ શરદી અને કફની સમસ્યા થથેવા લાગે છે. શરદી અને કફ દવાઓ લેવાથી મટી તો જાય છે પરંતુ થોડા જ સમયમાં પાછો પણ થઈ જાય છે અને કેટલીક વાર કફ છાતીમાં સરળતાથી બહાર નથી નીકળતો. તો પછી કફ જ્યાં સુધી છાતીમાં રહે છે ત્યાં સુધી છાતીમાં ભારેપણું, ઉધરસ અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ થાય છે.
જો કફ શરીરમાં વધારે દિવસ સુધી રહે તો શરીરમાં અનેક પ્રકારની બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. છાતીમાં જામેલા કફને બહાર કાઢવા માટે કફ સીરપની સાથે કેટલાક ઘરેલુ ઉપચારની મદદ લઈ શકાય છે. તો કફને બહાર કાઢવાના ઘરેલુ ઉપચાર વિશે જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
1) નાસ લો:- નાસ લેવાથી શરીરમાં અનેક ફાયદા મળે છે. નાસ નો ગરમાવો જ્યારે નાક ગળા અને છાતીને લાગે છે, તો આ કફને બહાર કાઢવામાં મદદ કરે છે. નાસ લેવાથી શરદી કફમાં પણ રાહત મળે છે. આ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. નાસ લેવાથી બંધ ગળું પણ ખુલી જાય છે.
2) ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો:- કફ ને બહાર કાઢવાની આ એક શ્રેષ્ઠ રીત છે. ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી કફ સરળતાથી બહાર નીકળી જાય છે. કફની સમસ્યા થવા પર દિવસમાં એક થી બે વાર કોગળા કરી શકો છો. કોગળા કરતા સમયે જો તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરો તો તે કફને જલ્દી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. સિંધવ મીઠામાં એન્ટી બેકટેરિયલ ગુણ હોવાના કારણે આ ગળાનો સોજો, ખરાશ અને ઉધરસને દૂર કરવામાં પણ મદદ કરે છે.
3) આદુ:- આદુમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે આ છાતી અને ગળામાં જમા કફને બહાર કાઢવામાં મદદ કરે છે. આદુમાં હાજર તત્વો ગળામાં હાજર બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. કફમાં આદુનું સેવન કરવા માટે તેની ચા બનાવીને પી શકાય છે અને આદુના ટુકડાને લીંબુના રસમાં મેળવીને ખાઈ શકાય છે. આમ કરવાથી છાતીમાં જમા થયેલો કફ બહાર કાઢવામાં મદદ મળે છે.
4) મધમા કાળા મરી મેળવીને ખાવ:- મધ અને કાળા મરી બંનેને શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. મધમા એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે આ ઉધરસ, છાતીમાં જમા કફ અને ગળામાં ખોરાકની સમસ્યાને સરળતાથી દૂર કરે છે. કાળા મરી પણ કફની સમસ્યામાં રાહત પ્રદાન કરે છે. આ બંનેનું સેવન કરવા માટે એક ચમચી મધમા એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરો અને તેનું સેવન દિવસમાં એકથી બે વાર કરી શકો છો.
5) ફુદીનાનું તેલ:- જો તમે કફની સાથે બંધ નાક અને ગળાની ખરાશ થી ખૂબ જ પરેશાન હોવ તો ફુદીનાનું તેલ તમારી મદદ કરી શકે છે. આનો ઉપયોગ કરવા માટે ગરમ પાણીમાં ફુદીનાના તેલના બે થી ત્રણ ટીપા નાખીને તેનો નાસ લો. તેનાથી છાતીમાં જામેલો કફ કાઢવામાં ખૂબ જ મદદ મળશે. કફને કાઢવા માટે દિવસમાં એક થી બે વાર તેલની સાથે નાસ લઈ શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay