બવાસીર એકદમ કષ્ટદાયક બીમારી હોય છે. તેને પાઇલ્સ પણ કહેવાય છે. આમાં ગુદાની અંદર અને બહાર સોજો આવી જાય છે. તેની સાથે જ મસા નીકળી આવે છે. એવામાં આ બીમારીથી પીડિત વ્યક્તિને ઊઠતી બેસતી વખતે પણ દુખાવો થાય છે. આ બીમારીનો જો યોગ્ય સમય પર ઇલાજ ન કરવામાં આવે તો આ વધારે ઘાતક બની જાય છે. કેટલીક વાર તો લોકોને આનું ઓપરેશન પણ કરાવવું પડે છે. જો આ બીમારીની માત્ર શરૂઆત જ થઈ હોય તો કેટલાક ઘરેલૂ ઉપાયથી આને ઠીક કરી શકાય છે.
બવાસીરના ઘરેલુ ઉપચાર:-
1) એલોવેરા:- એલોવેરા માત્ર ચહેરો જ નથી ચમકાવતું પરંતુ આનાથી અનેક બીમારીઓ દૂર થાય છે. એલોવેરાથી બવાસીરની બળતરા ઓછી થાય છે. તેની સાથે જ બંને પ્રકારના પાઇલ્સમાં પણ રાહત થાય છે. બવાસીરમાં ગુદાની બહાર અને અંદર કેટલીકવાર મસા નીકળી આવે છે. આ મસા પર એલોવેરા જેલ લગાવવાથી દુખાવો અને ખંજવાળ બંનેમાં આરામ મળશે. 2) સફરજનનો સરકો:- સફરજનનો સરકો પણ પાઇલ્સમાં ઘણો જ આરામ આપે છે. સફરજનનો સરકો રક્તવાહિનીઓને સંકોચવાનું કામ કરે છે. લોહીવાળા પાઈલ્સથી પીડિત દર્દીઓ એક ગ્લાસમાં એક ચમચી સફરજનના સરકાને નાખીને પીવો.
3) જૈતુનનું તેલ:- બવાસીરની સમસ્યાથી પરેશાન લોકો માટે જૈતુનનું તેલ પણ અત્યંત ઉપયોગી છે. જૈતુનનું તેલ સોજો દૂર કરે છે. બવાસીરમાં સોજાવાળા સ્થાન ઉપર જૈતુનનું તેલ લગાવો તેનાથી સોજો દૂર થશે.
4) જીરુ:- જીરું પણ બવાસીરમાં રાહત આપવામાં મદદરૂપ થાય છે. જીરાને પાણી સાથે મેળવીને પીસી લો. હવે આ પેસ્ટને મસા વાળી જગ્યા પર લગાવો તેનાથી તમને દુખાવામાં રાહત મળશે.
5) લીંબુ:- લીંબુમાં કેટલાય એવા તત્વ હોય છે જે બવાસીરમાં આરામ આપે છે. લીંબુના રસમાં આદુ અને મધને મેળવો. આ મિશ્રણને પીવાથી પણ ફાયદો થાય છે.
6) મઠો અને અજમો:- અજમો અને દહીંથી બનેલો મઠો બવાસીરના દર્દીઓ માટે ખૂબ જ સારો હોય છે. આના સેવનથી તમને ઘણી જ રાહત થશે. તેના માટે તમે એક ગ્લાસ મઠામાં એક ચતુર્થાંશ અજમાના પાવડરને નાખીને બપોરના ભોજન બાદ પીવો. તેનાથી ખુબ સારુ પરિણામ જોવા મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay