આપણા શરીરનો સંપૂર્ણ ભાર આપણા પગ ઉઠાવે છે. એવામાં પગની માસપેશીઓમાં દુખાવો શરૂ થઈ જાય છે. વર્તમાન સમયમાં લોકો વધારે સમય સુધી ઉભા રહે, થોડું વધારે ચાલવામાં આવે, કે એક્સરસાઇઝ કરી લે તેવામાં તેમના પગ અને પગની માસપેશીઓમાં દુખાવો શરૂ થવા લાગે છે. હવે એ સમય ગયો કે જ્યારે એવું સમજવામાં આવતું હતું કે ઉંમર વધવાની સાથે પગના દુખાવાની સમસ્યા થાય છે.
પરંતુ હવે આજના સમયમાં તો નાના, મોટા, બાળકો કે વૃદ્ધ કોઈપણ હોય દરેકને પગ કે પગની માસપેશીઓમાં અવારનવાર દુખાવાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આ દુખાવો એકદમ સામાન્ય હોય છે અને થોડા સમય પછી ઠીક થઈ જાય છે. પરંતુ કેટલીક વાર પગની માસપેશીઓમાં ગંભીર દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે જેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પગની માસપેશીઓમાં દુખાવાની સારવાર કરવા માટે ઘણા લોકો દુખાવાથી છુટકારો મેળવવા માટે દર્દ નિવારક દવાઓનો સહારો લે છે, જાણકારની સલાહ લીધા વગર કોઈપણ પ્રકારની દવા લેવાથી ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે એવા ઘણા ઘરેલુ નુસખા છે જેની મદદથી તમે માસપેશીઓમાં દુખાવાની સમસ્યાથી સરળતાથી રાહત મેળવી શકો છો. આ લેખમાં અમે તમને માસપેશીઓમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે પાંચ ઘરેલુ ઉપાય જણાવીશું.
1) લવંડર તેલનો ઉપયોગ:- આ અચાનક, અલ્પકાળ અને દીર્ઘકાળ દરેક પ્રકારના દુખાવાથી રાહત પ્રદાન કરવામાં લાભદાયક છે. તમે આનો પ્રયોગ પગની માસપેશીઓની માલિશ માટે કરી શકો છો, તેનાથી જલ્દી આરામ મળશે. જો તમે ઈચ્છો તો થોડા સરસવના તેલને પણ ગરમ કરીને પગની માલિશ કરી શકો છો.
2) લસણનો પ્રયોગ:- લસણમાં એલિસિન નામનો બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હાજર હોય છે. તમારે લસણને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ કારણ કે અભ્યાસમાં જાણવા મળે છે કે લસણ ખાધા બાદ સાંધાના દુખાવાની સમસ્યામાં આરામ મળે છે. લસણના એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ પણ સોજો અને દુખાવાથી છુટકારો અપાવે છે. તમે સીધી રીતે એક થી બે કાચા લસણની કળીઓ ખાઈ શકો છો, તમારા શાકમાં પ્રયોગ કરી શકો છો કે પછી તેલમાં ગરમ કરીને તેનાથી પગની માલિશ પણ કરી શકો છો.
3) ગરમ પાણીનો પ્રયોગ:- ગરમ પાણીમાં જો તમે સિંધવ મીઠું મેળવીને તમારા પગ બોળી ને રાખો તો આ પણ માસપેશીઓના સોજા ને દૂર કરે છે અને દુખાવાથી રાહત મેળવવા માટેનો એક કુદરતી ઉપાય છે.
4) હળદર નો પ્રયોગ:- એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર, સાથે જ એક કુદરતી એન્ટી એન્ટિબાયોટિક હોવાના કારણે આ સોજો ઓછો કરવા અને દુખાવાથી રાહત પ્રદાન કરવા માટે એક અસરકારક ઉપાય છે. તમે આને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો, દૂધમાં મેળવીને પી શકો છો કે પછી તેને તેલમાં પકવીને પણ તેની પેસ્ટની જેમ દુખાવા વાળી જગ્યા પર લગાવી શકો છો.
5) એપલ સાઇડર વિનેગર નો પ્રયોગ:- નસોમાં સોજો અને નુકસાન થવાના કારણે માસપેશીઓમાં દુખાવાથી રાહત પ્રદાન કરવામાં સફરજનનો સરકો ખૂબ જ લાભદાયક છે. તમે નવશેકા ગરમ પાણીમાં એક થી બે ચમચી સફરજનના સરકાને મેળવીને લઈ શકો છો. સાથે જ તમે સીધી રીતે દુખાવાથી અસરકારક જગ્યા પર લગાવી શકો છો. તમે તમારા બાથ ટબમાં સફરજનના સરકાના કેટલાક ટીપા મેળવીને તેમાં પગ બોળીને પણ રાખી શકો છો.
6) આદુનો પ્રયોગ:- આદુ પણ એન્ટીઇમ્ફલેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. આદુને દુખાવાથી છુટકારો મેળવવા માટે એક સારી અસરકારક ઔષધી માનવામાં આવે છે, આ જ કારણ છે કે ગઠીયા જેવા રોગોમાં આદુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે આને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો કે આદુ વાળી ચા બનાવીને પણ પી શકો છો. તમે આને તેલમાં ગરમ કરીને પગની માલિશ પણ કરી શકો છો.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay