ભારતમાં મોટી સંખ્યામાં લોકો સાંધાના દુખાવાથી પીડાય છે. જોકે આ અનિયમિત ખાણીપીણી અને જીવનશૈલીના કારણે થાય છે. વધતી ઉંમરની સાથે જ આ સમસ્યાની શરૂઆત થઈ જાય છે. વૃદ્ધત્વની જેમ આ ખુબજ પીડાદાયક બીમારી છે. આનાથી ચાલવા, ફરવા અને વારંવાર ઊઠવા બેસવામાં ખુબ જ તકલીફ પડે છે, તેથી શરીરમાં ઘણી મુશ્કેલીઓ થાય છે. આ કારણે શરીરમાં બીજી ઘણી બીમારીઓ ઘર કરી જાય છે અને વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન થઈને લોકો દવાખાનાના ચક્કર લગાવવા માડે છે.
આગળ જણાવીએ કે વધતી ઉંમરમાં માંસપેશીઓમાં ખેંચાણ થવા લાગે છે, જેના કારણે સાંધાની આસપાસની નસોમાં સોજો આવે છે. તેનાથી જકડન નો અહેસાસ થાય છે અને સાંધામાં દુખાવો વધવા લાગે છે. આજે અમે તમને અહીંયા કેટલાક ઉપાય જણાવી રહ્યા છે જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
એક કપ દૂધ છે સ્વાસ્થ્યવર્ધક:- એક કપ દૂધમાં એક નાની ચમચી પીસેલી હળદર, એક ચતુર્થાંશ નાની ચમચી ક્રશ કરેલું આદુ અને ચપટી કાળા મરી નાખીને ઉકાળી લો. ગેસ બંધ કરીને તેમાં થોડું મધ મેળવો અને નવશેકુ થાય એટલે દૂધ પી લો. દરરોજ આ દૂધને પીવાથી સાંધાના દુખાવો ધીરે-ધીરે દૂર થવા લાગશે.
લીબું:- લીંબુ અને સંતરા જેવા ફળ જેમાં વિટામીન-સી ઉપલબ્ધ હોય છે તેનું સેવન કરો. આ સાંધાના દુખાવાને દૂર કરી શકે છે. તેના સિવાય આ ફળ આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.
ઘુંટણ અને કમરના દુખાવામાં:- આદુમાં જીંજરોલ હોય છે જે સાંધાના દુખાવા સિવાય માંસપેશીઓમાં ખેંચાણને દૂર કરવામાં સહાયક છે. દરરોજ આનુ સેવન કરવાથી દુખાવાથી છુટકારો મળે છે. આદુના રસમાં 1 લીંબુનો રસ અને અડધી ચમચી મધ મેળવીને પીવો. ઘુંટણ અને કમરના દુખાવા વાળી જગ્યા પર આદુના તેલથી માલિશ કરો. તેનાથી દુખાવામાં ખુબ જ આરામ મળે છે.
સાંધાના દુખાવામાં ઘરેલુ ઉપાય:- એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ડુંગળી અને લસણના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. આમાં હાજર તત્વો સાંધાના દુખાવા માટે ફાયદાકારક હોય છે. તેના માટે તમે 10 લસણની કળીઓને પાણી કે દૂધ માં મેળવીને પીવો. આનાથી જલ્દી આરામ મળે છે .
હળદર:- દરરોજ ભોજનમાં હળદર પૂરતી માત્રામાં મેળવવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. હળદરમાં ઉપલબ્ધ એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી સાંધાની વચ્ચેના સોજાને દૂર કરી દે છે.
ઓમેગા-3 ફેટી-એસિડ્સ સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. ઓમેગા-3 બદામમાં વધારે ઉપલબ્ધ હોય છે. તેના સિવાય માછલી, મગફળીમાં પણ ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ગરમ તેલ સાંધાના દુખાવામાં આપશે રાહત આપશે. અસરગ્રસ્ત જગ્યા પર નારિયેળ, જૈતુન, એરંડી, સરસવ કે પછી લસણના તેલથી માલીશ કરો. આનાથી સાંધાના દુખાવામાં ઘણી જ રાહત થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay