ઘણા લોકો મોઢાની દુર્ગંધની સમસ્યા થી પીડાય છે. અને તેમના માટે આ અત્યંત ખરાબ અનુભવ હોઈ શકે છે. મોટાભાગે એવું પણ થાય કે તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી હોય પરંતુ તમને તેનો ખ્યાલ પણ ન હોય. આવી સ્થિતિમાં લોકો ધીરે ધીરે તમારાથી દૂરી બનાવી લે છે. જો કોઈ વ્યક્તિ તમને આ સમસ્યા વિશે નિખાલસતાથી કહી દે તો અત્યંત શરમિંદગી મહેસૂસ થાય છે. ધુમ્રપાન, મોઢામાં શુષ્કતા, પેઢા ની બીમારી વગેરેના કારણે મોઢામાં દુર્ગંધની સમસ્યા થઈ શકે છે.
આનું મુખ્ય કારણ મોઢાની અંદર બેક્ટેરિયા હોય છે અથવા સ્વચ્છતા ની કમી હોય છે. એવામાં તમે મોઢાની દુર્ગંધ ને દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય ની મદદ લઇ શકો છો અને આ શરમિંદગી થી બચી શકો છો. કેટલાક એવા ઉપાય છે તેની કોઈ જ આડઅસર નથી થતી અને તમને દવાઓની પણ જરૂર નહીં પડે. આવો જાણીએ કે આપણે ઘર પર જ મોઢાની દુર્ગંધ ને કેવી રીતે દૂર કરી શકીએ.
1) ગ્રીન ટી:- ગ્રીન ટીના કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ ને દૂર કરી શકાય છે. આમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે.
2 ) ભરપૂર પ્રમાણમાં પાણી પીવો:- શરીરમાં પાણીની કમીના કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવવા લાગે છે તેથી દિવસમાં આઠ થી દસ ગ્લાસ પાણી જરૂર પીવો.
3) ફૂદીનાનો ઉપયોગ:- શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે તમે ફુદીનાના પાન નું સેવન કરો. ફૂદીના ના પાન ને તમે ચાવી શકો છો કે તેની ચા બનાવીને કોગળા કરી શકો છો.
4) લવિંગ:- જ્યારે પણ તમે ભોજન લો છો ત્યાર બાદ લવિંગ ચાવો. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શ્વાસની દુર્ગંધથી છુટકારો અપાવે છે.
5) દાડમ ની છાલ:- દાડમની છાલને ઉકાળો અને તેને ગાળીને તેના પાણી થી કોગળા કરો. આનાથી શ્વાસની દુર્ગંધ ધીરે-ધીરે દૂર થઈ જશે.
6) નારિયેળ તેલ:- 1 ચમચી નારિયેળ તેલને તમારા મોંમાં ભરીને થોડા સમય માટે મોઢાને ચલાવતા રહો. લગભગ 30 મિનિટ પછી તેને બહાર કાઢી દો અને પાણીથી મોઢું સાફ કરી લો. આમ કરવાથી મોઢાની દુર્ગંધ માં લાભ મળશે.
7) સરસવ નું તેલ:- સરસવના તેલમાં થોડું મીઠું મેળવો અને આંગળીની મદદથી તમારા પેઢા ની મસાજ કરો. આનાથી પેઢા હંમેશા સ્વસ્થ રહેશે અને મોઢાની દુર્ગંધ નહીં આવે.
નોંધ : પ્રસ્તુત લેખ સામાન્ય જાણકારી માટે જ છે આ કોઈપણ રીતે કોઈ પણ દવા કે ઈલાજ નો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.